Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

માનસિક બિમારીઓનો સામનો કરી ચૂકેલાં હોલીવુડના તારલાઓ

માનસિક બિમારીઓ હોય તો એને સભ્ય સમાજમાં એક લાંછન માનવામાં આવે છે. આ ભ્રામક માન્યતા દૂર થાય એ માટેના અનેક પ્રયત્નો છતાં માનસિક બીમારીને હંમેશા છુપાડીને રાખવામાં આવે છે. લોકો ડોક્ટર પાસે જતા શરમાય છે. જોકે હોલીવુડની અનેક સેલિબ્રિટીઓએ જાહેરમાં એ વાતનો એકરાર કર્યો છે કે જીવનનાં એક ચોક્કસ તબક્કે તેઓ હતાશસાની ગર્તામાં સરી પડયાં હતા અને માનસિક વ્યાધિનો શિકાર થયા હતા.

જીમ કેરે :

એવી અનેક સેલિબ્રિટીઓ છે કે જેઓ હતાશામાંથી બહાર આવ્યા હતા અથવા 'ડિપ્રેશન' સાથે જીવનનો અમુક સમય વીતાવ્યો હતો. જોકે જીમ કહે એક એવી વ્યક્તિ છે કે જેની કારકિર્દી ડિપ્રેશનને કારણે શરૃ થઈ હતી. હતાશાને લોકોના જીવનમાંથી નેસ્તનાબૂદ કરવી એ એક સારો વિચાર છે. પરંતુ વધુ ઉમદા વિચાર એ છે કે લોકોને હતાશા સાથે પનારો પાડતા શીખવવું.

જીમની માતા એના બાળપણમાં બહુ માંદી હતી. માતાની  પીડા જોઈને એણે નક્કી કર્યું કે એ પોતાની માતા અને અન્યોને હતાશામાંથી બહાર લાવવા કંઈ કરી છૂટશે. એણે મોટા થઈને પોતાની એક આગવી 'સેન્સ ઓફ હ્યુમર' વિકસાવી.  હવે એ કબૂલ કરે છે કે એ અથવા એની માતા  ડિપ્રેશનની દવા લેવામાંથી મુક્ત છે. એના જીવનમાં હવે આધ્યાત્મિક્તાનું મહત્ત્વ અદકેરું છે.

સેલેના ગોમેઝ :

સેલેનાનાં પર્ફોમન્સ માટે તમે એના ચાહક હો કે નહીં એ અંગત વિષય છે. પરંતુ એણે જે રીતે  માનસિક અને શારીરિક આધિ-વ્યાધિઓ સામે ઝીંક ઝીલી છે અને સંઘર્ષ કર્યો છે એને સલામ કર્યા વિના તમે ન રહી શકો. ગોમેઝને પોતાની ટુરમાંથી સારવાર કરવા માટે અનેકવાર ફરજીયાત બ્રેક લેવા પડયા હતા. એ અંદરથી તૂટી ગઈ હતી. આવા સંજોગોમાં એણે કહ્યું હતું કે તમે તૂટી જાઓ, હચમચી જાઓ એમાં કંઈ ખોટું નથી પરંતુ જરૃરી છે તમારે આ પરિસ્થિતિમાંથી બહાર આવવું.

લેડી ગાગા :

સ્ટેફની જર્માન્તા જે 'લેડી ગાગા' તરીકે વધુ ઓળખાય છે. આને માનસિક  હાલત અંગે જાગરુકતા ફેલાવવા ઘણા પ્રયત્નો કર્યા છે. હજી ગયા ડિસેમ્બર  મહિનામાં એણે જાહેર કર્યું હતું કે એ ૧૯ વર્ષની હતી ત્યારે કોઈકે એના પર બળાત્કાર કર્યો હતો. આ ઘટનાને કારણે એ 'પોસ્ટ ટ્રોમાટિક સ્ટ્રેસ ડિસ્ઓર્ડર'થી પીડાતી હતી. હાલમાં એણે એકરાર કર્યો હતો કે એણે અગાઉ પોતાની માનસિક બીમારી વિશે હરફ સુધ્ધા ઉચ્ચાર્યો  ન હતો. પરંતુ હવે એ આજુબાજુની પરિસ્થિતિઓ વિશે સજાગ છે. એણે  એને આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવામાં મદદ કરનારા ડૉક્ટરો, પરિચીતો, મિત્રો વિશે આભારની લાગણી વ્યક્ત કરી હતી.

કેથરીન ઝેટા-જોન્સ :

'બાય પોલાર ડિસઓર્ડર'થી પીડાની કેથરીનની વાર્તા અન્યો માણે પ્રેરણાનો એક સ્ત્રૌત સાબીત થઈ શકે એમ છે. જોકે પહેલા તો આ બાબત સાર્વજનિક ન હતી. પરંતુ એના પતિ કેન્સર સામે ઝીંક ઝીલી રહ્યા હતા. ત્યારે આ બાબત બહાર આવી હતી. અગાઉની વ્યાધિ અને પતિની બીમારીને કારણે ઉભો થયેલો સ્ટ્રેસ એ ઝીલી ન શકી. પરંતુ બાદમાં સદ્નસીબે એણે બાબતને સકારાત્મક દ્રષ્ટિકોણથી નિહાળી અને સ્વયંનો ઈલાજ કરાવ્યો.

ડેમી લોવાટો

વર્ષ ૨૦૧૦માં લોવાયે એટલો હતાશ થઈ ગયો હતો કે એ વ્યસનોની લતે ચઢી ગયો હતો. એને પોતાની જાતને ઈજા પહોંચાડવાના વિચારો આવતા હતા. હતાશાને કારણે એ ખાઉધરો થઈ ગયો હતો. ૨૦૧૦માં પરિસ્થિતિ એટલી ગંભીર થઈ ગઈ કે રિહેબિલિટેશન સેન્ટરમાં દાખલ કરવો પડયો હતો. સાજા થયા પછી એણે બીજા દર્દીઓની સારવાર કરવા 'લોવાટો ટ્રિટમેન્ટ સ્કોલરશીપ પ્રોગ્રામ' ચાલુ કર્યો જેથી અન્યોને આવી પરિસ્થિતિમાંથી બહાર આવવામાં મદદ મળે. હવે લોપેટો મેન્ટલ હેલ્થ અવેરનેસની બોલકી અને વાચાળ પ્રતિનિધી છે.

Post Comments