Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શાહરૃખ ખાન

'ખર્ચા ન ઘટાડવા પણ આવક વધારવી'

અભિનેતાએ માતાની વાત ગાંઠે બાંધી લીધી છે

છેલ્લા  ૨૫ વર્ષથી બોલીવૂડમાં  પોતાના નામનો  ડંકો વગાડનાર  ૫૧  વર્ષીય  અભિનેતા  શાહરૃખ ખાન દર્શકોને આજે પણ એટલો જ વ્હાલો  છે. તેણે દર્શકોની  ચાહત મેળળવા  દિવસ-રાત એક  કર્યાં  છે. છેલ્લાં  અઢી દશકથી  લાગલગાટ કામ કરવા છતાં અને સંખ્યાબંધ શસ્ત્રક્રિયાઓ કરાવ્યા પછી પણ આ સુપરસ્ટાર અડધી રાત સુધી કામ કરતા ખચકાતો નથી.

આપણને  સહેજે થાય કે તે આટલું  બધું કામ શી રીતે કરી શકતો હશે. આના જવાબમાં  બાદશાહ ખાન  કહે છે કે હું કામ કરતો હોઉં  ત્યારે મને ખાવાનું કે ઊંઘવાનું  યાદ જ નથી આવતું. પણ ભૂખ અને નીંદર ઓછી કોઈની સગી થાય છે. શરીરની આ પાયાની જરૃરિયાત ભૂલવા  કે દૂર  ધકેલવા અભિનેતા  સતત  ધૂમ્રપાન કરતો  રહે છે.  તે કહે છે કે કામ કરતી વખતે મને ખાવાનું કે સુવાનું ન  સુઝે. પણ હું આખા દિવસમાં ૧૦૦ જેટલી સિગારેટ ફૂંકી નાખું અને ૩૦ કપ બ્લેક કોફી ગટગટાવી જાઉં.
એ વાત સર્વવિદિત છે કે શાહરૃખના સંતાનો આર્યન અને સુહાના  હવે મોટા થઈ ગયા છે. અને તેનું સરોગસીથી જન્મેલું ત્રીજું બાળક અબરામ ચાર વર્ષનું છે.  અભિનેતા  કહે છે કે આર્યન અને સુહાના વિદેશમાં  ભણે  છે. વાસ્તવમાં  હું ઈચ્છતો  હતો કે તેઓ એવા સ્થળે રહીને અભ્યાસ કરે જ્યાં  તેમને કોઈ સુપરસ્ટારના સંતાનો  તરીકે ન ઓળખું હોય. પરંતુ ગૂગલને  કારણે મારી આ  ઈચ્છા  પૂરી ન થઈ.

એમ  કહેવાય છે કે અભિનેતાના  બંને મોટા સંતાનો  ફિલ્મ ક્ષેત્રે જ કારકિર્દી બનાવવા માગે છે. જો કે એસઆરકે આ બાબતે ખાતરીપૂર્વક કાંઈ જ કહેવા નથી માગતો. તે  કહે છે કે જો તેઓ આ ક્ષેત્રે  આગળ  વધવા માગતા હોય તો હું  તેમને પૂરો ટેકો આપીશ. અને જો તેઓ અન્ય કોઈ ક્ષેત્રે જવા માગતા હોય તોય મને કાંઈ વાંધો નથી. અભિનેતા વધુમાં જણાવે  છે કે સુહાનાને અભિનયમાં  રસ છે. અલબત્ત, તે ફિલ્મોમાં  આવશે  કે નહીં તે હું નથી જાણતો. પણ હાલના તબક્કે   તે સ્ટેજ પર કામ કરી રહી  છે. અને આર્યન જે કરવા માગે તે કરવા મુક્ત છે. જો કે મઝાની વાત એ છે કે  બંનેએ હજી બોલીવૂડમાં  પદાર્પણ નથી કર્યું. આમ છતાં બેઉ સ્ટાર્સ બની ગયાં છે. તેઓ ઈન્સ્ટાગ્રામ  પર પોતાના ફોટા પોસ્ટ કરે ત્યારે તેઓ સ્ટાર્સ જેવા લાગે છે.

શાહરૃખના બંને મોટા સંતાનો વિદેશમાં રહે છે. પણ નાનો પુત્ર અબરામ  તેની સાથેને સાથે જ રહે છે. અભિનેતા કહે છે કે મને સવારના  ઉઠવામાં મોડું થાય તો અબરામ  પોતાના બંને હાથની  નાની નાની આંગળીઓથી મારી આંખોના પોપચાં ખોલીને મને ગુડ મોર્નિંગ કહે છે.

કહેવાની જરૃર નથી કે અભિનેતા ઘણાં વર્ષથી  ફિલ્મો  બનાવે છે. તે કહે છે કે  મને  ફિલ્મો  બનાવવાનું બહુ ગમે છે. પરંતુ તેની સફળતા કે નિષ્ફળતા મને સ્પર્શી નથી શકતી. એક વખત  ફિલ્મનું નિર્માણ પૂરું થઈ જાય એટલે હું  તેનાથી અળગો થઈ જાઉં છું. વળી મારી ફિલ્મ કોઈ ચોક્કસ તહેવાર વખતે જ રજૂ થાય એવો આગ્રહ પણ નથી રાખતો.  જે દિવસે મારી  ફિલ્મ રજૂ થાય એ દિવસ જ મારા માટે પર્વ સમાન હોય છે. બાકી અંગત રીતે જોવા જતાં હું એકદમ સામાન્ય માણસ છું. મારી માન્યતાઓ પણ તદ્ન સામાન્ય છે. મારા મતે હું એકદમ સીધોસાદો અને બોરિંગ માણસ છું. હા, મેં મારી મમ્મીની એક વાત હમેશાં  યાદ રાખી છે. તે  મને  કહેતી કે તમારા ખર્ચા પર કાપ ન મૂકો. બલ્કે તમારી આવક  વધારો. તેથી હું બિઝનેસ બાબતે કોઈ બાંધછોડ નથી કરતો. મારી  ફિલ્મ અઠવાડિયામાં જ વધુમાં વધુ નફો રળે  તેને માટે હું પ્રયત્નશીલ રહું છું.

અત્રે  ઉલ્લેખનીય છે કે અભિનેતાની છેલ્લી  ફિલ્મ 'રઈસ'  એ આરંભના ૧૭ દિવસમાં વિશ્વભરમાં ૨૬૭ કરોડ રૃપિયાનો બિઝનેસ કર્યો હતો. જો કે શાહરૃખને ૨૫ વર્ષ પછી પણ પોતાના કામથી સંતોષ  નથી થયો. તે કહે છે કે હજી એવું ઘણું છે જે મેં નથી કર્યું. ખરેખર તો આ ક્ષેત્ર એટલું વિશાળ  છે કે તમે તે ગમે તેટલું  ખેડો તોય ખૂટે નહીં. મેં જે કર્યું છે તે તો કાંઈ નથી.  હજી મારે ઘણું  કરવાનું બાકી છે.

એમ  કહેવાય છે કે  શાહરૃખ ખાન સંજય લીલા ભણશાળીની વર્ષ ૨૦૧૮માં રજૂ થનારી  ફિલ્મ 'ગુસ્તાંખિયાં' માં મુખ્ય ભૂમિકા ભજવવાનો છે. આ  ફિલ્મમાં  હિન્દી ફિલ્મોદ્યોગના જાણીતા ગીતકાર સાહિર લુધિયાનવી  અને પ્રખ્યાત હિન્દી લેખિકા- કવિયત્રી અમૃતા પ્રીતમની પ્રેમ કહાણી  રજૂ  કરવામાં આવશે. જોકે હજી સુધી  આ ફિલ્મ માટે શાહરૃખના નામની ઔપચારિક જાહેરાત કરવામાં નથી આવી. આમ છતાં અભિનેતા સાહિર લુધિયાનવીના ગીતો વાંચતો  રહે છે. અને જો શાહરૃખ ખરેખર આ ફિલ્મમાં કામ કરશે તો સંજય લીલા ભણશાળી સાથે તે ૧૪ વર્ષના લાંબા અંતરાલ પછી કોઈ  ફિલ્મ કરશે. કહેવાની  જરૃર નથી કે બંનેએ છેલ્લે 'દેવદાસ' માં સાથે કામ કર્યું હતું. જો કે શાહરૃખને  જ્યારે પૂછવામાં આવે છે કે તને કોની બાયોપિકમાં કામ કરવાનું ગમે? ત્યારે તે સાહિર લુધિયાનવીનું  નામ લેવાનું ટાળે છે અને ગુરૃ દત્તનું નામ આપે છે.

અભિનેતાને  કોઈપણ વ્યક્તિમાંથી પ્રેરણા  લેવામાં જરાય સંકોચ નતી થતો. તે કહે છે કે  હું એક વખત ન્યુયોર્ક ખાતે  રિચર્ડ  ગેરેને મળ્યો ત્યારે મેં  તેમને  પૂછ્યું હતું કે તમારા સંતાનો કેમ છે? તેમણે  મને જે જવાબ આપ્યો તે મેં ગાંઠે બાંધી લીધો.  તેમણે  મને કહ્યું હતું કે તેના સંતાનો  'સ્વસ્થ' છે. હું પણ માનું  છું  કે જો બાળકોનું  સ્વાસ્થ્ય સારું હોય તો તેઓ ખુશ- સુખી રહી શકે. મારા સંતાનો સગીર થઈ ગયા હોવા છતાં  હું  તેમને તેમની  તબિયતની કાળજી  રાખવાની સલાહ આપતો રહું છું. મારો પુત્ર સોકર રમતો હોય ત્યારે હું તેને  કહું છું કે તારું હાડકું ભાંગી ન જાય તેનું  ધ્યાન રાખજે. અને મારી પુત્રી બેલે કરતી હોય ત્યારે હું તેને તેના  અંગુઠાની કાળજી  કરવાની ખાસ  ભલામણ કરું છું.

શાહરૃખે 'ચેન્નાઈ એક્સપ્રેસ' , 'દિલવાલે' અને 'હેપ્પી ન્યુ યર' જેવી ફિલ્મો કરી છે. આમ છતાં તે કહે છે કે મને વારંવાર આવી  ફિલ્મો કરવાનું ન  ગમે. બલ્કે 'ફેન' અને  'ડિઅર ઝિંદગી' જેવા સિનેમા કરવા ગમે.

આટલા વર્ષથી મુંબઈમાં રહેવા છતાં શાહરૃખે દિલ્હી ખાતે વિતાવેલી યુવાનીની યાદો અકબંધ રાખી છે. તે કહે છે કે  તે સમયમાં   દિલ્હીમાં  બહુ નાકાબંદી રહેતી. તેથી અમે પાર્ટી કરીને મોડી રાતે ઘરે જતાં હોઈએ ત્યારે  પોલીસ અને પકડીને લઈ જતી. અલબત્ત, અમને જેલનાં સળિયા  પાછળ ક્યારેય  ધકેલવામાં નહોતા આવ્યાં.  પણ ચેતવણી જરૃર આપવામાં  આવતી. હું આજે પણ મારા તેલ અને માચિસની  બ્રાન્ડ કે 'કાટે નહીં કટતે દિન યે રાત....' ગીત નથી ભૂલ્યો.
 

Post Comments