Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પરમીત શેઠી

કંઈક અલગ કરી દેખાડવા કોમેડી શો પસંદ કર્યો

હર મર્દ કા દર્દના નિર્દેશનનો  સમગ્ર વિચાર કેવી રીતે આવ્યો?

નિર્માતાઓ દિયા અને  ટોની સિંઘે મારો સંપર્ક કર્યો અને મને આખો કોન્સેપ્ટ સમજાવ્યો, મને તે ખૂબ રસપ્રદ લાગ્યો અને  મને લાગ્યું કે હું  પણ શોમાં મારા તરફથી  બે'ક વસ્તુ ઉમેરી શકીશ અને  તેને બીજા જ એક સ્તર પર લઈ જઈ શકીશ. એટલે જ મેં શોનું દિગ્દર્શન  કરવા માટે હા પાડી. શો સમાજનાં  એવા પુરુષોની સમસ્યાઓને   સાંકળે  છે જેઓ સદીઓથી 'સ્ત્રી શું વિચારે છે? આ પ્રશ્ન સમજવા તેમ જ તેનો જવાબ શોધવાની  કોશિશ કરી રહ્યા છે. સીટકોમ  એક પંજાબી પરિવારની  આસપાસ ઘુમે  છે, સ્ત્રીઓ શું  ઈચ્છે છે તે ન જાણી શકવાને લીધે ઊભી થતી ગૂંચવણો અને તેનાથી આવતા વળાંકો અને પરિસ્થિતિઓ  દર્શકોને  ચોક્કસ પેટ પકડીને  હસાવશે. તેઓ પુષ્કળ  આઉટડોર્સ, મોટા બજેટ્સ વગેરે સાથે એક ફિલ્મ જેવી અપીલ આપવાનું  વિચારી  રહ્યા છે તે  વાત પણ મને ઉત્સાહજનક લાગી હતી. હું માનું  છું કે શો તરત જ દર્શકો સાથે  જોડાઈ જશે.

કોઈ ખાસ  કારણ છે કે તમે હમેશાં નિર્દેશન માટે એક શૈલી તરીકે કોમેડી જ પસંદ કરો છો?
કોમેડી  એક એવી શૈલી છે જે મને પસંદ છે અને શક્ય હોય ત્યાં સુધી, મને આ શૈલીમાં જ  નિર્દેશન કરવાનું  ગમે  છે. તે એવું  કંઈક છે જે   હું સહજ રીતે કરી શકું છું અને મને તેમાં  ખરેખર મજા આવે છે. મને પુષ્કળ  કોમેડી શોઝ પણ જોવા  ગમે  છે અને મને  લાગે છે કે અત્યારે કેટલાક ઘણાં સારા કોમેડી શોઝનું પ્રસારણ થઈ  રહ્યું છે. એક શૈલી તરીકે કોમેડી ખૂબ મુશ્કેલ છે કેમ કે બળજબરીપૂર્વક કોમેડી કરી શકાતી નથી, તે સહજે રીતે થવી જોઈએ અને તેના માટે સ્ક્રીપ્ટ  ઘણું  મહત્ત્વપૂર્ણ  પરિબળ છે.
આ  શોનું નિર્દેશન કરવાનો તમારો અનુભવ કેવો રહ્યો?

અનુભવ  ખૂબ સારો રહ્યો, કલાકારો ખૂબ પ્રતિભાવાન છે. પતિયાલા  શૂટ મુશ્કેલ રહ્યું કેમ કે, અમે જવાનું આયોજન કરી રહ્યા હતા ત્યારે શિયાળો હતો અને લોકોની સલાહ ત્યાં  ન જવું તેવી હતી કેમકે, અમે શૂટીંગ ન કરી શક્યા હોત. નસીબજોગે,  અમે ત્યાં  હતા તે બધો   જ સમય અને ધૂમ્મસ નડયું ન હતું. આખી ટીમ  ખૂબ પ્રતિભાશાળી છે અને તેમનાં તરફથી કંઈકને કંઈક ઉમેરે છે જેનાથી અમને દરેક દ્રશ્યના   ઊંડાણમાં  પહોેંચવામાં  મદદ મળે છે. પાત્રો પર ઘણી  ચર્ચા-વિચારણા  થતી અને વાતાવરણ એકદમ સ્વસ્થ અને સકારાત્મક રહ્યું છે.

શો  પર તમને કેવી પ્રતિક્રિયાઓ મળી રહી છે?
શો  વેલેન્ટાઈન ડે પર પ્રસારિત કરવામાં આવ્યો અને  ટીમને સકારાત્મક પ્રતિભાવ સાંપડી રહ્યો છે. અમે વેલેન્ટાઈન ડે કેપ્ચર  કરવા માંગતા હતા,  જે  પુરુષોએ શો જોયો છે તેઓ વિનોદ ખન્નાનાં પાત્ર સાથે સંકળાઈ શકે છે કેમ કે, તેમણે પણ પોતાનાં અંગતજીવનમાં તે  અનુભવ્યો છે. સ્ત્રીઓ પણ શો સાથે જોડાઈ શકી છે.
તમે તમારા અંગત જીવનમાં આનો અનુભવ કર્યો છે?

ચાહે તે તમારી માતા, બહેન, પત્ની કે મિત્ર કોઈ પણ હોય, તેમને ન સમજી શકવા અને તેમની વાતનો અર્થ ન કાઢી શકવો તે  એવું કંઈક  છે જે દરેક પુરુષ તેનાં જીવનમાં દરરોજ  અનુભવતો જ હશે તેમ જ મેં મારા મિત્રોને  પણ આ જ વાતમાંથી પસાર થતા જોયા છે. એ એવું કંઈક છે જે લગભગ દરેકે  અનુભવ્યું   હોય છે કેમ કે સ્ત્રીઓને સમજવી તે દુનિયાની સૌથી જટિલ બાબત  છે.  હું લગભગ એક દશકથી પરિણીત હોવા છતાં, હું અર્ચનાને સંપૂર્ણપણે ઓળખું છું તેવો દાવો કરી શકતો નથી. મારી સાથે એવા ઉદાહરણો બન્યા છે કે જ્યાં, મારી વાતને ખોટી રીતે સમજવામાં આવી હોય, મેં  કંઈક સારું કરવાનો   પ્રયત્ન કર્યો હોય પરંતુ તે ખરાબ  રીતે પૂરું થયું હોય.

તમને  જો સ્ત્રીઓની વાત સાંભળી શકવાનું વરદાન મળે તો,  તમે શું કરો?  તમારે માટે જીવન કઈ રીતે અલગ હોત?
જો  મારી પાસે સ્ત્રીઓના વિચાર જાણી  શકવાની શક્તિ હોત તો, મને મારી પત્નીને સમજવામાં પણ ખરેખર મદદ મળી શકતી હોત. હું સ્ત્રીઓનું  ખૂબ સન્માન કરું છું, આ વરદાનથી મને તેઓને વધુ સારી રીતે સમજવામાં  મદદ મળશે. એક દિગ્દર્શક તરીકે તેનાથી મને શોઝ બનાવવામાં મદદ મળી હોત જેનાથી ઘણાં વધારે  મહિલા દર્શકો આકર્ષાયા હોત.  શો તેમ જ વાર્તા મહિલાઓને પસંદ પડે તેમ વધુ સારી રીતે  વિકસાવી શકાઈ  હોત. એક અભિનેતા તરીકે મારી સાથી-કલાકારો, મહિલા નિર્દેશિકાઓ, નિર્માત્રીઓ પાસેથી શું અપેક્ષા રાખે છે તે સમજવામાં મદદ  મળી હોત. હું તે પણ ઉમેરવા માંગીશ કે આ વરદાન  વડે ન મને સ્ત્રીઓને સમજવામાં  અડધી જ મદદ મળી હોત બાકીનો  અડધો  ભાગ સમજવા માટે મારે  જાતે જ પ્રયાસ કરવો પડશે.

કાસ્ટ સાથે તમારા સમીકરણો કેવા છે?
હું  આનાથી સારી કાસ્ટ માંગી જ ન શક્યો હોત, તેમાંના દરેક ભૂમિકા માટે પરફેક્ટ છે અને દરેકે   તેમનાં ભાગને પૂરો ન્યાય આપ્યો છે. સેટ પર અદ્ભૂત ઉલ્લાસ હોય છે, હું દરરોજ સેટ પર આવવા માટે તેમ જ આ પ્રતિભાશાળી કલાકારોનાં કાફિલા સાથે  શૂટ કરવા માટે આતુર હોઉં છું.  કાસ્ટની  ઓફ-સ્ક્રીન કેમેસ્ટ્રી પણ ઘણી સારી  છે. અમે બપોરે બધા સાથે જમીએ- છીએ અને કાસ્ટ મેકઅપ રૃમના બદલે સેટ્સ પર રહેવાનું  પસંદ કરે છે. દરેકે દરેક બીજાને  તેમની વચ્ચેની દૂરી ઘટાડવા માટે પ્રોત્સાહન  આપે છે.
એકબીજા સાથેના જોડાણ તેમ જ મસ્તીને લીધે  ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી દર્શાવવામાં મળે  છે. અમે એટલા બધા જોડાઈ ગયા છીએ કે અમે શૂટીંગ ન કરી રહ્યા હોઈએ  ત્યારે પણ મળવાની તક શોધતા હોઈએ છીએ.

તમારા માટે હવે પછીનું કદમ શું હશે?
અત્યારે  તો મારું ધ્યાન શો પર છે અને મારો બધો જ સમય  સેટ્સ પર   શૂટીંગ  કરવામાં  પસાર થાય  છે. આના  સિવાય, હું બીજી થોડી સ્ક્રિપ્ટ્સ પર પણ કામ કરી રહ્યો છું, જોઈએ  વસ્તુઓ કેવી રીતે ગોઠવાઈ શકે તેમ છે.  અભિનયનાં મોરચે, કેટલીક વસ્તુઓ શરૃઆતના તબક્કામાં છે અને તેમાં કંઈ પાક્કું નક્કી ન થાય ત્યાં સુધી મને તેના વિશે વાત કરવાનું ગમશે નહીં.

Post Comments