Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સૈયામી ખેર: મહિલા કેન્દ્રિત ફિલ્મોને કારણે અભિનેત્રીઓના ભાગ્ય ઊઘડી ગયાસૈયામી ખેર ફિલ્મી બેકગ્રાઉન્ડ જરૃર ધરાવે છે પણ એને ફિલ્મી પીઠબળ નથી. એની દાદી ઉષા કિરણે લાંબા સમય  પહેલા રૃપેરી પર્દાને અલવિદા કહી દીધી છે. જોકે એ માને છે કે એના શરીરની ધમની અને શિરાઓમાં ફિલ્મ લોહી વહે છે. આને કારણે એણે ગ્લેમરની કારકિર્દી પસંદ કરી હતી.


સૈયામી કહે છે કે મીર્ઝયા પછી એના જીવનમાં ધરમૂળથી પરિવર્તન આવી ગયું છે પણ મીર્ઝયાની રિલીઝ પહેલા પણ એના જીવનમાં બધુ સમુસૂતરું જ હતું. પહેલા એ મોડેલિંગ કરતી હતી અને ઓછી જાણીતી હતી પરંતુ હવે વધુ લોકો એને ઓળખતા થયા છે.

સૈયામી કહે છે કે ગ્લેમરના વિશ્વમાં એ નવીસવી નથી. પરંતુ એક મોડેલ હોવું અને અભિનેત્રી હોવું એ બન્નેમાં આભ-જમીનનો તફાવત છે. એ કિંગફિશરના કેલેન્ડરની મોડેલ ગર્લ રહી ચૂકી છે પરંતુ એના મૂળીયા એટલા જમીન સાથે ખૂંપેલા હતા કે એને ફિલ્મની કળા યોગ્ય રીતે ખીલવવાની તક જ ન મળે. જોકે આ બાબતનો સૈયામીને ઝાઝો વસવસો નથી. એના માર્ગદર્શક દિલીપ શંકર અને બીજા શુભેચ્છક આદિલ હુસૈન નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના સ્નાતક છે. આને કારણે એ બરાબર ઘડાઈ છે.

સૈયામી કહે છે કે મધ્યમવર્ગીય પરિવારમાં અને નાસિક જેવા નાના શહેરમાં એનો ઉછેર થયો છે. એનું કહેવું છે કે એના માતા-પિતાના પીઠબળને કારણે આજે એ બોલીવુડમાં પોતાનું એક સ્થાન ઊભું કરી શકી છે. એના માતા-પિતાએ એને સલાહ આપી હતી કે શિસ્ત અને સખત મહેનતનો કોઈ વિકલ્પ નથી. એ કહે છે કે નાસિક જેવા નાના શહેરમાં પહાડો અને ઝરણા વચ્ચે એનો ઉછેર થયો છે. જેને કારણે ગામડાંનો અર્થ એને ખબર છે. એ કહે છે કે મુંબઈ અને મોટા શહેરમાં ઉછરેલા યુવાનોને સાદગી અને સરળતાનો પરિચય નથી. જોકે આ બાબત એના માટે ફાયદાકારક પૂરવાર થઈ છે.

સૈયામી કહે છે કે એવું નથી કે બોલીવુડમાં પદાર્પણ કર્યા પછી જ ખરો સંઘર્ષ ચાલુ થાય છે. બોલીવુડમાં હાજરી આપો એ પહેલા પણ દરેક કલાકારે સંઘર્ષ કરવો પડતો હોય છે. એ કહે છે કે મિર્ઝયા  જેવો ડ્રીમ લોન્ચ મળવા છતા એની કારકિર્દી હજી એના માટે પાટે નથી ચડી કારણ કે એ બૉક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી. એનું દ્રઢપણે માનવું છે કે એક ફિલ્મ પછી કલાકારને કેવા પ્રકારની અને કેટલી ઓફર મળે છે એનો સીધો સંબંધ પહેલી ફિલ્મના બૉક્સ ઓફિસના આંકડા સાથે સંકળાયેલો છે. એને અમુક ઑફર મળી છે પરંતુ હાલમાં એણે એક પણ ઑફરનો સ્વીકાર નથી કર્યો.

સૈયામી માને છે કે કારકિર્દીથી શરૃઆતના તબક્કામાં ગુણવત્તાસભર કામ કરવું અત્યંત  જરૃરી છે. ઘણા નવા કલાકારો ગુણવત્તાને બદલે સંખ્યાને પ્રાધાન્ય આપે છે અને પાછળથી પસ્તાય છે. જેને કારણે હાલમાં એણે થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી છે.

સૈયામી માને છે કે ફિલ્મ ઉદ્યોગમાં એક પ્રકારે ક્રાંતિ આવી છે. અગાઉ ભાગ્યે જ નારીકેન્દ્રી પટકથાઓ લખાતી હતી. પરંતુ છેલ્લા ૩ વર્ષમાં આ પરિસ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. હવે દરેક અભિનેત્રી પોતાના પાત્રની ફરતે પટકથાઓ લખાય એવું  ઈચ્છતી થઈ ગઈ છે. આને માટે સૈયામી કંગના રનૌત, દિપીકા પદુકોણ, વિદ્યા બાલન અને પ્રિયંકા ચોપરા જેવી અભિનેત્રીઓને જવાબદાર માને છે.

સૈયામી માને છે કે આ ઉદ્યોગમાં વિકસવા અને ટકી રહેવા માટે જાહેર સંપર્ક અને નેટવર્કિંગ અત્યંત જરૃરી છે. છેલ્લા ચાર વર્ષમાં સોશિયલ મિડીયાએ જે રીતે ઉપાડો લીધો છે એની સીધી અસર બોલીવુડ પર પડી છે. હવે સોશિયલ મિડીયા થકી ચાહકોના સંપર્કમાં સતત રહેવું અત્યંત જરૃરી છે એવું  એ માને છે.

સૈયામી માને છે કે ફિલ્મી પરિવારના નબીરાઓને ભૂમિકા મેળવવા કે સંપર્કો કેળવવા ઝાઝી મહેનત નથી કરવી પડતી.  અલબત્ત બીજી ફિલ્મ માટે એમને પણ સંઘર્ષ કરવો પડે છે એવો એનો મત છે. જોકે એની પહેલી ફિલ્મના દિગ્દર્શક રાકેશ હોવાને કારણે એ પોતાની જાતને નસીબદાર માને છે.
સૈયામી માને છે કે નીરજા, દંગલ, ડિયર જીંદગી અને પીંક જેવી ફિલ્મોને કારણે અભિનેત્રીઓના ભાગ્ય ઉઘડી ગયા છે. હજી પાંચ વર્ષ અગાઉ આ પ્રકારની મહિલા કેન્દ્રિત ફિલ્મોની કલ્પના કરવી પણ અશક્ય હતી.

Post Comments