Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દીપિકા સિંહ : ગર્ભાવસ્થાને કારણે ટચૂકડા પડદાથી દૂર

'દિયા ઔર બાતી હમ'  ધારાવાહિકની આઈપીએસ ઓફિસર સંધ્યા બીંદણી ઉર્ફ દીપિકા સિંહ  ટચુકડા પડદાથી દૂર  એની ગર્ભાવસ્થાને માણી રહી છે. જો કે એણે તાજેતરમાં  થયેલા ફેશન વીક -૨૦૧૭માં ભાગ લઈને એક પ્રખ્યાત ફેશન ડિઝાઈનરની  ડિઝાઈન કરેલી સાડી પહેરી હતી. આ પ્રસંગે  એણે અંગત  અને વ્યવસાયિક જીવન અંગેની  વાતચીત કરી હતી.  

પ્રેગનન્સી બાદ  પોતાની જીવનશૈલીમાં  શું બદલાવ આવ્યો એ જણાવતાં  દીપિકા કહે છે કે તે અને પતિ રોહિત પહેલા કરતા વધુ સારા  અને ગાઢ મિત્રો બની ગયા છે.  હવે રોહિત એની કાળજી વધુ રાખી રહ્યો છે.  અને દીપિકા પણ ડોક્ટરની સલાહ પ્રમાણે ખાણી-પીણીનું ધ્યાન ધ્યાન રાખી રહી છે.

દીપિકા પ્રથમ  વખત મા બની  રહી હોવાથી એના પરિવારજનો તેમ જ નજીકના  મિત્રો એને સલાહ આપતા રહે છે. દીપિકાને   હિલ્સ પહેરવાની મનાઈ હોવા છતાં તે ફેશન વીકમાં  હિલ્સ પહેરીને  આવી હતી. જો કે એણે ઊંચી એડીવાળા સેન્ડલ રેમ્પ પૂરતાં જ પહેર્યાં હતાં.

હાલ દીપિકાને  કેવો અનુભવ થઈ રહ્યો છે. એ  વિશે એણે કહ્યું હતું કે કોઈપણ સ્ત્રી માટે માતૃત્વ ધારણ કરવંું  એક હરખની  બાબત હોય છે. સ્વાભાવિક રીતે તે  પણ ખુબ ખુશ છે. હાલમાં દીપિકા પ્રાણાયમ અને બ્રિથિંગની કસરત  કરી રહી છે.  આ ઉપરાંત રાત્રે  જલદી અને  સવારે વહેલું  ઉઠવાની કોશિશ કરી રહી છે. ઘરે રહેવાને કારણે પોતાના પતિ રોહિતને લંચ પણ બનાવી  આપે છે.

દિપિકાને  કરીના કપૂરની  જેમ બેબી બમ્પ સાથે શૂટિંગ કરવાનું  પસંદ  છે કે નહીં એ વિશે દીપિકાએ જણાવ્યું  હતું  કે હાલ તો  હું પાંચથી છ કલાક  કામ કરીને થાકી જાવ છું. જો કે કોઈ સારી પટકથા એને પસંદ પડશે તો એ કામ  કરવા  તૈયાર છે. હાલ એક શોર્ટ  ફિલ્મ વિશે વાટાઘાટ ચલાવી રહી છે. એમ એણે  ઉમેર્યું  હતું.  

દીપિકા  ડેલી સોપથી  દૂર  છે આમ છતાં સોશ્યલ મિડિયાની મદદ એ સતત એના ચાહકોના સંપર્કમાં  રહે છે.  એ ચાહકોના  ફિડબેકની  નોંધ પણ લે છે.  આજકાલ દીપિકા એના ફાજલ સમયમાં  ટી.વી પર આવતા સિંગિંગ  રિયાલિટી શો જોવાનું પસંદ કરે છે.  અને વિવિધ વિષયો પર એ સતત વાંચન કરે છે.

Post Comments