Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રિચા ચઢ્ઢા આઉટસાઈડરને તક નહીં અપાય તો નવી પ્રતિભા કેવી રીતે પાંગરશે

સુધીર મિશ્રા અને રિચા ચઢ્ઢા સાથે કામ કરે એવી દર્શકોની લાંબા સમયની અપેક્ષાનો અંત આવ્યો છે. પ્રશિષ્ટ દેવદાસની જુદી આવૃત્તિ દાસ દેવ રીલિઝ થઈ ગઈ છે. જે કોઈ લોકોએ રીલિઝ પહેલા એને જોઈ છે એ તમામનું કહેવું છે કે સુધીર મિશ્રાની આ સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે. દાસ દેવમાં રિચા ચઢ્ઢા પારોની ભૂમિકામાં છે.

રિચા કહે છે કે સુધીર મિશ્રા એક એવી વ્યક્તિ અને વ્યક્તિત્વ છે જેને એ હંમેશા આદરની નજરે જોતી આવી છે. આથી એ જેની તરફ માનની નજરે જોતી હોય એની સાથે કામ કરવાની તક સાંપડે ત્યારે કામની મજા બેવડાઈ જતી હોય છે. એ માને છે કે કોઈ પણ કલાકાર ફિલ્મમાં અભિનય કરે ત્યારે સ્વયંમની એક નવી બાજુ ઉઘડતી જુએ છે. પોતાના હજી સુધી ઉજાગર ન થયેલા પાસાને એ અનુભવે છે અને નવું શીખે છે.

એણે ૨૦૧૫માં જ્યારે મસાણ કરી ત્યારે એનામાં રહેલા વિલક્ષણ પાસાને જોઈ શકી હતી અને અભિનયની બારીકીઓ શીખી શકી હતી. રિચાના કહેવા મુજબ દાસ દેવ એક અત્યંત પ્રગતિશીલ ફિલ્મ છે. આમાં એક પણ દ્રષ્ય અથવા સંવાદ અકારણ નથી મૂકવામાં આવ્યા. એણે ભજવેલા પારોના પાત્ર સાથે કશું ક ખોટું થાય છે પરંતુ એ સહન કરવાને બદલે પારો જંગે ચડે છે અને બદલો લે છે.

રિચા દાવો કરે છે કે સુધીર મિશ્રાને એવી પારો જોઈતી હતી જે આધુનિક, બુદ્ધિશાળી અને પોતાના નીડર અભિપ્રાય રાખતી હોય. રિચાએ 'યહ સાલી ઝિંદગી'ના એક પાત્ર માટે પણ ઓડિશન આપ્યું હતું. પરંતુ એ સફળ ન થઈ અને એ પાત્ર અદિતી રાવ હૈદરીને ફાળે ગયું. દાસ દેવમાં અદિતી રાવ હૈદરી ચાંદની ઉર્ફે ચંદ્રમુખી બની છે.

યહ સાલી ઝિંદગીના ઓડિશનમાં રિચા નિષ્ફળ નીવડી ત્યારે જ સુધીર મિશ્રાએ એને બાંયધરી આપી હતી કે ભવિષ્યમાં એ રિચાને કંઈક સારું, નવું અને અનોખું આપશે. સુધીર મિશ્રા સાથે ભૂતકાળમાં એક પણ ફિલ્મ ન કરી હોવા છત્તા એણે દાસ દેવની પારો માટે એની પસંદગી કરી એનું એને ગૌરવ છે. આને માટે એ સુધીરની આજીવન ઋણી રહેશે. રિચા કહે છે કે એણે અનુરાગ કશ્યપની ''દેવ ડી''માં ચંદ્રમુખીની ભૂમિકા માટે પણ ઓડિશન આપ્યું હતું. પરંતુ એ ભૂમિકા કલ્કિ કોચલીનને ફાળે ગઈ.

રિચા માને છે કે સાહિત્યની એક કૃતિ તરીકે દેવદાસ હંમેશા એક પ્રશિષ્ટ નવલકથા રહેશે. આ એક એન્ટી હીરો ફિલ્મ છે. દેવદાસના રચયિતા શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય પોતે કહે છે કે એને પ્રેમ અને સહાનૂભૂતિ આપો પણ એના જેવા ન બનો. દેવદાસ બિનજરૃરી પ્રેમની ક્લાસિક લવસ્ટોરી છે એવું રિચા માને છે.

રિચા કહે છે કે એણે ફિલ્મઉદ્યોગમાં દાયકો પસાર કર્યો છે અને આ દસ વર્ષમાં કર્યો છે અને આ દસ વર્ષમાં એણે અનેકવિધ ભૂમિકાઓ ભજવી છે. એ એકરાર કરે છે કે એની કારકિર્દી ભારે ઉતાર-ચઢાવભરી રહી છે. એની શરૃઆતની અમુક ફિલ્મો પછી ફિલ્મમાં ભૂમિકા મેળવવા એણે રીતસરના ફાંફાં માર્યા હતા. ગેંગ ઓફ વસેપુર પછી જ એને મબલખ કામ મળતું થયું છે.

રિચા માને છે કે એણે જીવનમાં ઘણી સિધ્ધિઓ મેળવી છે કારણ કે એણે કોઈ ગોડફાધરની મદદ વિના આ સ્થાને પહોંચી છે. ફિલ્મ ઉદ્યોગની વ્યક્તિઓ આઉટસાઈડરને ઝાઝું પ્રાધાન્ય નથી આપતી એ પરિસ્થિતિ રિચાને વસમી લાગે છે. એ કહે છે કે ફિલ્મ ઉદ્યોગમાં મૂળિયા ન ધરાવતી વ્યક્તિઓને બોલીવુડ તક નહીં આપે તો નવી પ્રતિભા કેવી રીતે આવશે.

રિચા માને છે ફિલ્મ જગતની નવી પેઢી રિલેશનશીપ અંગે ખુલ્લાં અને મોકળા વિચાર ધરાવે છે. દીપિકા, અનુષ્કા, રણવીર ઈત્યાદિ કલાકારોએ સંબંધ છુપાડવાનો પ્રયત્ન કોઈ દિવસ નથી કર્યો. એણે પોતે પણ અલિ ફઝલ સાથેની રિલેશનશીપ ગયા વર્ષે સાર્વજનિક કરી હતી. લોકો જ્યારે એકદમ અંગત પ્રશ્ન પૂછે ત્યારે જ એ ટાળી દેતી હોય છે.

Post Comments