Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હિલારિઆ બાલ્ડવિન ચોથા સંતાનને જન્મ આપશે :

- એક દીકરી અગાઉની રીલેશનશીપથી જ્યારે ત્રણનો પિતા અલેક બાલ્ડવિન

હિલારિઆ બાલ્ડવિન ટૂંક સમયમાં એના ચોથા સંતાનને જન્મ આપશે. આ સંતાન બેબી બોય છે. જોકે હિલારિયાની દીકરી કારમેન નાની બહેન ઈચ્છતી હતી. જોકે હવે એ ભાઈને રમાડવા તૈયાર થઈ ગઈ છે. એના ત્રણ સંતાન અલેક બાલ્ડવિન થકી છે જ્યારે એક દીકરી અન્ય રીલેશનશીપ થકી જન્મી છે.
અલેકએ કહ્યું કે એમણે લાંબા સહવાસ પછી વર્ષ ૨૦૧૨માં લગ્ન કર્યાં હતા. હવે તેઓ દીકરો આવે એની રાહ જોઈ રહ્યાં છે. જોકે અગાઉના સંતાનની ડીલિવરીઅગાઉ દંપત્તીએ નામ નક્કી કરી રાખ્યા હતા. એવું આ વખતે નથી કરાયું. આ બેબી બોયના નામ અંગે અનેક વિકલ્પો વિચારાયા છે. પરંતુ અંતિમ નિર્ણય નથી લેવામાં આવ્યો.

જેનીફર લોપેઝ: ભૂતપૂર્વ પતિ સાથે નવું આલબમ લોંચ કરશે
પોપ સ્ટાર જેનીફર લોપેઝ એના નવા સ્પેનીશ આલ્બમ માટે એના ભૂતપૂર્વ પતિ માર્ક એન્થની સાથે  પુનઃજોડાણ સાધશે. ૪૮ વર્ષીય આ ગાયક-અભિનેતા જેનીફર લોપેઝના બીજા સ્પેનીશ આલ્બમ માટે એક્ઝીક્યુટીવ પ્રોડયુસરની ભૂમિકા અદા કરશે. આ આલ્બમ નવેમ્બર મહિનામાં રિલિઝ કરવામાં આવશે.

જેનીફર લોપેઝે કહ્યું હતું કે એ નવા મ્યુઝિકલ આલ્બમને રજૂ કરવાની બાબતે ખાસ્સી રોમાંચિત અને ઉત્સુક છે. એના લેટીન મૂળીયાની શ્રેણીનો આ બીજો મણકો છે. જેનીફર લોપેઝ બે જોડીયા સંતાનની માતા છે.

આ દંપતીએ છૂટાછેડા લીધા હોવા છતાં એકબીજા સાથે હુંફાળા સંબંધ જાળવી રાખ્યા છે અને ન્યૂયોર્કમાં સાથે સાથે સ્ટેજ શો પણ કર્યા  છે.

માર્ક ેન્થનીની કંપની મેડનસ અને સોની મ્યુઝિક લેટીન થકી આ આલ્બમ બજારમાં ઉતારવામાં આવી રહ્યું છે. એન્થનીએ કહ્યું હતું કે મેગ્નસના ફેમિલિમાં જેનિફર લોપેઝનું સ્વાગત છે. લોપેઝે કારકિર્દીથી લાંબી અને ઉત્કૃષ્ટ સફર કાળ છે અને પહેલે દિવસથી સ્પેનીશ સંસ્કૃતિનો ઝંડો દેશ-વિદેશમાં લહેરાવ્યો છે. જેનીફરની કલા, વ્યવસાયિકપણુ અને સંગીત પ્રત્યેની લગની અને સૂઝબૂઝ થકી એણે મનોરંજન ઉદ્યોગમાં આગવું સ્થાન મેળવ્યું છે. એણે જે સિધ્ધી પ્રાપ્ત કરી છે એ સ્તર પર બહુ ઓછા લોકો પહોંચી શકે છે. એમની સંગીતમય યાત્રા અને સહિયારા સાહસની તેઓ ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા છે.

અલેક્સ રોડ્રિગ્ઝ ગર્લફ્રેન્ડ જેનીફર લોપેઝને પહેલીવાર ઓળખી શક્યો નહોતો
એમએલબીનો ભૂતપૂર્વ સ્ટાર અલેકસ રોડ્રિગ્ઝ અને સિંગર  (૪૭)  જેનીફર લોપેઝ રીલેશનશિપમાં છે. હાલમાં અલેકસએ કહ્યું કે એ એની હાલની ગર્લફ્રેન્ડ જેનીફરને ગયા વરસે પહેલી વખત મળ્યો ત્યારે એને ઓળખી શકયો નહોતો. અલેક્સ (૪૨) અને જેનીફર લોપેઝ હાલ હોલીવુડનું એ ગ્રેડનું દંપત્તી મનાય છે.

જોકે અલેકસએ આ પહેલી મુલાકાતના દિવસને જીવનનો સહુથી લકી દિવસ લેખાવ્યો હતો. એરપોર્ટ પર બન્ને ઈમીગ્રેશનની કતારમાં ઉભા હતા ત્યારે જેનીફર અલેકસથી પાછળ હતી. કોઈક કારણોસર અલેકસ પાછો ફર્યો ત્યારે એણે પાછળ ઉભેલી જેનીફર સામે ટગર ટગર નિહાળયા કર્યુ. લગભગ દસથી પંદર સેકન્ડ પછી એ જેનીફરને ઓળખી શક્યો.

અલબત અલેક્સ જેનીફરની અપાર લોકચાહનાથી અવગત હતો. એની શરૃઆતમાં એ મનમાં ગૂંચવાયો પરંતુ બાદમાં એણે સામેથી હેલો કર્યું.

Post Comments