Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Cine Guide

'આરાધના' માં રાજેશ ખન્નાએ પિતા અને પુત્રની ભૂમિકા ભજવી હતી. પુત્રની ભૂમિકામાં તેમની પ્રેમિકાનો રોલ કઈ અભિનેત્રીએ ભજવ્યો હતો.
- મીના શાહ: (નડિયાદ)

આ ભૂમિકા ફરીદા જલાલે ભજવી હતી.

'કોહરા' કઈ સાલમાં રજૂ થઈ હતી? આ ફિલ્મના કલાકારો તેમ જ દિગ્દર્શન અને સંગીતકારના નામ જણાવવા વિનંતી.
- નિમિષા મહેતા: (નવસારી)

'કોહરા' ૧૯૬૪માં રિલીઝ થઈ હતી એમાં વહીદા રહેમાન, વિશ્વજીત, લલિતા પવાર, તરૃણ બોસ, મનમોહન કૃષ્ણા, અભી ભટ્ટાચાર્ય, મદનપૂરી, આસિત સેન જેવા કલાકારો હતા. જ્યારે આ ફિલ્મનું દિગ્દર્શન બિરેન નાગનું હતું. અને સંગીત હેમંત કુમારનું હતું.

 ફિલ્મ 'ઉપકાર' નું 'કસ્મે વાદે પ્યાર વફા....' ગીત કોના પર ફિલ્માવવામાં આવ્યું હતું?
- રસના પેમાસ્તર: સુરત)

આ ગીત પ્રાણ પર ફિલ્માવવામાં આવ્યું હતું.

 સાવન કી ઘટાના હીરો- હીરોઈનના નામ આપશો?
- મંદાર ધુ્રવ: (વડોોદરા)

'સાવન કી ઘટા'નો હીરો મનોજ કુમાર અને હિરોઈન શર્મિલા ટાગોર હતી.

દેવઆનંદની પહેલી ફિલ્મ કઈ? હીરોઈન કોણ હતી?
ચાંદની પારેખ (અમદાવાદ)

પહેલી ફિલ્મ હમ એક હૈ-હિરોઈન કમલા કોટણીસ.

શાહરૃખ ખાનની હિટ ફિલ્મો કઈ કહેવાય?
સુરેશ ચંડેલા (છોટા ઉદેપુર)

દીવાના, બાઝીગર, ડર, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, કરણ અર્જુન, દિલ તો પાગલ હૈ, કુછ કુછ હોતા હૈ, મહોબ્બતે, કભી ખુશી કભી ગમ, ચલતે ચલતે, મેં હૂના વગેરે શાહરૃખની બેસ્ટ ફિલ્મો કહેવાય.

શું ફિલ્મની કથા અનુસાર ગીતો લખાય છે?
પિનાકી પંડયા (આણંદ)

ફિલ્મની વાર્તા પ્રમાણે ગીતો લખવાની પ્રથા છે. 'આશિકી'ના બધાં જ ગીતો પહેલાં લખાયા હતા અને એ ગીતો અનુસાર પાછળથી વાર્તા લખાઈ હતી.

અભિનેત્રી ભાગ્યશ્રીનું સરનામું આપો?
હીના મહેતા (મુંબઈ)

ભાગ્યશ્રીનું સરનામુ - ૯૬, બી, હીરક સોસાયટી, એસ.વી.રોડ, વિલેપાર્લા પશ્ચિમ, મુંબઈ - ૪૦૦૦ ૫૬.

ગીતોનું ડબિંગ કેવી રીતે થાય છે એ જણાવશો?
મીતાલી શાહ (વડોદરા)

રેકોર્ડિંગ વખતે ઘણીવાર લોકપ્રિય વ્યસ્ત ગાયક-ગાયિકાઓની તારીખોની સમસ્યા ઊભી થાય છે. એવે વખતે કોઈપણ ગાયક-ગાયિકાના અવાજમાં ગીત રેકોર્ડ કરવામાં આવે છે. પછી ઓર્કેસ્ટ્રા અકબંધ રાખીને ઑરિજિનલ ગાયક-ગાયિકાનો અવાજ રેકોર્ડ થાય છે, આ પ્રક્રિયાને ડબિંગ કહેવાય છે.

કઈ કઈ અભિનેત્રી દેવી તરીકે ફિલ્મોમાં આવી?
નરહરિ પંડયા (નડિયાદ)

જય સંતોષીમામાં અનિતાગુહા, ભરત મિલાપ અને રામરાજ્ય પછી શોભના સમર્થ સીતા તરીકે પૂજાઈ ગઈ. હરહરમહાદેવ પથી નિરૃપા રૉય પાર્વતી તરીકે પૂજાતી. દક્ષિણમાં ખૂશ્બુના નામ પરથી મંદિર બંધાયું છે.

રામાનંદ સાગરે નિર્દેશિત કરેલી પ્રથમ ફિલ્મ કઈ હતી?
સુહાસીની પટેલ (રાજકોટ)

૧૯૫૩ની 'મહેમાન' રામાનંદ સાગરની પહેલી ફિલ્મ હતી.

૧૯૫૩ની ગૌહરના મુખ્ય કલાકાર કોણ હતા?
ચંપક દુધિયા (અમદાવાદ)

બીના રૉય, રહેમાન, વિજયા લક્ષ્મી, ચંચલ, આગા અને ચાર્લી ગૌહરમાં કામ કર્યું હતું.

 'કુંવારા પતિ'ના મુખ્ય કલાકારો કોણ હતા?
સમશેર જાધવ (ભૂજ)

૧૯૫૦ ની કુંવારા પતિ તથા બેચલર હસબંડમાં વનમાલા, ચાર્લી, કાન્તાકુમારી, મોની ચેટર્જી, પાન્ડે વગેરેએ કામ કર્યું હતું.

ફિલ્મના શૂટિંગ માટે કેટલા કૅમેરા જોઈએ?
રમછોડ સીતા પર (રાજકોટ)

ક્યારેક એક જ દ્રશ્ય માટે દસ કેમેરા પણ વપરાય છે.

પરદેશમાં ફિલ્માવેલી પ્રથમ ભારતીય ફિલ્મ કઈ?
કાર્તિક ભજનલાલ (વાસણા)

૧૯૫૪ની એસ.કે.ઓઝાની નાઝ કેરો, પેરિસ-ઈંગ્લેન્ડમાં ફિલ્માવવામાં આવેલી.

 ત્રણ પેઢી સાથે કામ કરનાર કલાકારો કોણ?
માન્સી શાહ (અમદાવાદ)

લલિતા પવાર (હયાત નથી) તેમણે પૃથ્વીરાજ કપૂર, શમ્મી કપૂર, શશી કપૂર, રણધીર કપૂર, રિશિ કપૂર ત્રણેય પેઢી સાથે કામ કરેલું. પ્રાણે તો એથીય આગળ વધીને ચોઢી પેઢીની કરિશ્મા સાથે પણ કામ કર્યું છે.

 મીટર મુજબ ગીત લખવું એટલે શું?
કૈરાલી પંડયા (મુંબઈ)

સંગીતકાર અગાઉથી ટયૂન બનાવે અને પછી ગીત લખાય એને મીટર મુજબ ગીત લેખન કહેવાય.

Keywords Cine,Guide,Chitra,Lok,6,july,2018,,

Post Comments