Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રિચા ચઢ્ઢા અભિનેત્રી હવે નિર્માતાની ભૂમિકામાં

- રિચા  કહે છે કે ફીચર ફિલ્મ  અને શોર્ટ ફિલ્મ વચ્ચે કોઈ લાંબો તફાવત જોતી નથી. નિર્માત્રી તરીકે એ પહેલી વાર મેદાનમાં  આવી  હોવાને કારણે  એણે  લઘુ  ફિલ્મ બનાવીને  અનુભવ મેળવવાને પ્રાથમિકતા  આપી  છે. એ  હજી પણ એક અત્યંત  સક્રિય અભિનેત્રી છે. એણે  અભિનેતા તરીકે નિવૃત્તિ લઈને  નિર્માત્રી નથી બની.  

અભિનેત્રી  રિચા ચઢ્ઢ હમેશાંથી નિર્માત્રી બનવા માગતી હતી. માત્ર કારકિર્દીના કયા તબક્કામાં એ આ જવાબદારીનું વહન કરવા સક્ષમ બનશે એ બદલ  ચોક્કસ ન હતી. એના એક  મિત્રએ એને કહ્યું  કે એ દિગ્દર્શનનું પાસુ  સંભાળવા માગે છે અને એક નિર્માતાની  બોજમાં  છે. આ સાંભળતા જ રિચાએ તક ઝડપી લીધી  અને  પંજાબી શોર્ટ ફિલ્મ  'ખૂન અલી  ચીઠ્ઠી'  એ  આકાર લીધો.  ૮૦ના  દાયકાના અંતિમ  વર્ષોમાં  તથા નેવુના દાયકાથી શરૃઆત પંજાબ રાજ્ય માટે કાળો સમય હતો.   એ  દિવસોમાં પોલીસની ક્રૂરતાના અનેક કિસ્સા  અખબારોના  પાનાના મથાળા બનતા હતા. આ ક્રૂર અને હિંસક  પશ્વાદ્ભૂૂમિકામાં  એક લવ સ્ટોરી આકાર લે છે અને આ વાતનું   ફિલ્મમાં  નિરુપણ  કરવામાં  આવ્યું છે.

રિચા  કહે છે કે ફીચર ફિલ્મ  અને શોર્ટ ફિલ્મ વચ્ચે કોઈ લાંબો તફાવત જોતી નથી. નિર્માત્રી તરીકે એ પહેલી વાર મેદાનમાં  આવી  હોવાને કારણે  એણે  લઘુ  ફિલ્મ બનાવીને  અનુભવ મેળવવાને પ્રાથમિકતા  આપી  છે. એ  હજી પણ એક અત્યંત  સક્રિય અભિનેત્રી છે. એણે  અભિનેતા તરીકે નિવૃત્તિ લઈને  નિર્માત્રી નથી બની.  એણે  અગાઉ જે પ્રોજેક્ટ  માટે  હાવી  ભણી ચૂકી  છે.  એ પણ  એણે પૂરા કરવાના છે. એણે  અગાઉ જે વચનો  આપ્યા હતા અને નવી જવાબદારી વચ્ચે સંતુલન જાળવવા ઈચ્છતી હતી. જેથી અન્યોને  અન્યાય ન થાય અને પોતાનું સપનું  પણ સાકાર થઈ શકે. આને  કારણે  એણે લઘુ ફિલ્મ દ્વારા શરૃઆત કરવાનો નિર્ણય લીધો.

નિર્માત્રી  માનવું કે એ એક વ્યક્તિગત વડકાર છે કારણ કે સમગ્ર ફિલ્મનો  ભાર એણે  વહન કરવાનો છે. બજેટનું  કલાકારોની પસંદગી, તકનિકી પાસાઓ ઈત્યાદિ તમામ પાસાઓ અંગે અંતિમ નિર્ણય એણે લેવાનો હોવાથી  આ સમગ્ર બાબતો એના માટે એક પડકાર  હતી જે એણે ઝીલી બતાવ્યો છે. એ  કહે છે કે આ સમગ્ર પ્રક્રિયાઓની પસાર થતા એ ઘણું નવું શીખી છે. જો કે એનું માનવું  છે કે ઘણી  બાબતો  એવી છે કે  હજી એણે આત્મસાત કરવાની બાકી છે.

રિચા  કહે છે કે એ જાણે  છે કે પ્રિયંકા ચોપરા અને અનુષ્કા શર્મા પણ હવે નિર્માતાની ભૂમિકામાં છે. જો કે એ એમની  હરીફ નથી. આ બંને અભિનેત્રીઓ એના સિનેમાનું   જોડાણ  કરે છે જ્યારે એ એના ભાવ વિશ્વમાં  રમમાણ છે. એનું માનવું છે કે વધુને વધુ મહિલા પ્રોડયુસરોનું આગળ આવવું એક આવકારદાયક બાબત છે. 

રિચા કહે છે કે આ ઉદ્યોગમાં  આઉટસાઈડર હોવાને કારણે  એના મનમાં  અસુરક્ષાની લાગણી નથી ઉત્પન્ન થતી. એની  ફૂક-રે, ગેંગ્સ ઓફ વાસેપૂર અને મસાણ   ફિલ્મો બોક્સ ઓફિસ પર ઠીક ઠીક સફળ નીવડી હતી. અને દર્શકો-વિવેચકોએ એને આવકારી છે. એ માત્ર એવી  ફિલ્મો  કરશે જેમાં સામગ્રી ઉત્કટ અને બળકટ હોય. નબળા અને છીછરા વિષયોને એ હાથ સુધ્ધા નહીં લગાડે.

રિચા  કહે છે કે  એ જાણે છે કે એની  કેબ્રે બનીને તૈયાર હોવા છતાં અનેક કારણો રિલીઝ નથી થઈ શકી. જો કે આ એના  હાથની વસ્તુ નથી. અને  ફિલ્મના રોકાણકર્તાઓ  સંભવિત માર્ગ  કાઢવાનો પ્રયત્ન કરતા જ હશે એવું એનું માનવું છે કે અલબત્ત એક અભિનેત્રી તરીકે એને  એ વાતનો રંજ ચોક્કસ છે.

રિચા ફૂક-રે ને એક મનોરંજક ફિલ્મ માને છે અને ફૂક-રે ટુ આ વાર્તાને આગળ ધપાવશે. એનો દાવો છે કે ફૂક-રે ટુનોે વ્યાપ અગાઉ કરતા વધુ વ્યાપક હશે. આ ફિલ્મ  જવાબ આપશે કે 'ભોલી' ના પાત્ર સાથે શુ થાય છે એની 'પાવર પ્લે' નામક વેબ સિરીઝનું નામ બદલીને  'ઈનસાઈડ એજ' કરવામાં આવ્યું છે.

આમાં એ જે પાત્ર ભજવે છે એ ક્રિકેટ ટીમની માલિકી ધરાવે છે. ક્રિકેટ ટીમની માલિકી ધરાવે છે. એનું માનવું છે કે હવેનો યુગ ડિજીટલ છે અને વધુને વધુ લોકો મનોરંજન માટે પોતાના ડિવાઈસ પર આધાર રાખતા થઈજશે. એનું કહેવું છે કે એની 'મસાણ'  ફિલ્મ  બહુ ઓછા સ્ક્રીન પર રિલીઝ થઈ  હતી જ્યારે એનો દર્શકવર્ગ નાનો પણ દેશના ખૂણે ખૂણે  પથરાયલો  છે. ડિજીટલ ક્રાંતિના  આગમનથી દર્શકો 'ઓનલાઈન'  ફિલ્મો  નિહાળી શકશે.
 

Post Comments