Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નિમ્રત કૌર કારકિર્દીના આરંભમાં જ બબ્બે અમેરિકન સિરિઝ કરવા જેટલી ભાગ્યશાળી

- અમેરિકામાં  અવારનવાર જાતિભેદ વિષયક બનાવો બનતા રહે છે. જો કે નિમ્રત પોતાને ભાગ્યશાળી ગણાવે  છે. તે કહે છે કે ત્યાં જાતિભેદ અસ્તિત્ત્વમાં  છે. પરંતુ હું નસીબદાર છું કે મને   તેનોે  સામનો નથી કરવો પડયો.

વર્ષ ૨૦૧૩ માં 'લંચબોક્સ'  ફિલ્મ દ્વારા ખ્યાતિ  પ્રાપ્ત કરનાર અભિનેત્રી નિમ્રત કૌર બહુ નસીબદાર છે. આ  ફિલ્મ પછી  તેને અમેરિકન ટેલિવિઝન સિરિઝ  'હોમલેન્ડ' ની ચોથી સીઝનમાં  કામ મળતાં તે જાણે  કે રાતોરાત  દેશ-વિદેશમાં  જાણીતી બની ગઈ. વળી   આ સિરિઝ પૂરી  થતાં જ તેને  અન્ય અમેરિકન સિરિઝ 'વેવર્ડ પાઈન્સ' માં  અભિનય કરવાની તક મળી ગઈ. જો કે અમેરિકાના આ બે અત્યંત લોકપ્રિય શોમાં કામ કરવા છતાંય હજી સુધી તેને હોલીવૂડ ફિલ્મ  નથી મળી.

અદાકારા  આના વિશે કહે છે કે મને હોલીવૂડની  ફિલ્મ હોવાના નાતે મને   ત્યાંના સિનેમામાં  કામ નથી કરવું. મને જ્યારે મનગમતો રોલ મળશે  ત્યારે જ હુ ંતેમાં આગળ વધીશ.

જો કે અમેરિકન સિરિઝોમાં કામ કરવા છતાં નિમિત્તે  તેના પગ જમીન સાથે જડી રાખ્યાં છે. તે કહે છે કે અગાઉ  ઓમ પૂરી, સઈદ જાફરી, અને અન્ય ઘણાં  કલાકારોએ ત્યાં  કામ કર્યું  છે. અમે  તો, એટલે કે હમણાં  બોલીવૂડના  જે કલાકારો  પશ્ચિમમાં  કામ કરી રહ્યા છીએ. તેઓ  આ પરંપરા  આગળ ધપાવી રહ્યાં છે.

અમેરિકામાં  અવારનવાર જાતિભેદ વિષયક બનાવો બનતા રહે છે. જો કે નિમ્રત પોતાને ભાગ્યશાળી ગણાવે  છે. તે કહે છે કે ત્યાં જાતિભેદ અસ્તિત્ત્વમાં  છે. પરંતુ હું નસીબદાર છું કે મને   તેનોે  સામનો નથી કરવો પડયો.

નિમ્રત  ફિલ્મોદ્યોગ સાથે  સંકળાયેલી હોવા છતાં તાજેતરમાં તેણે વેબ સિરિઝ 'ધ  ટેસ્ટ કેસ' નું  શૂટિંગ પૂરું કર્યું છે.   તે કહે છે કે તેમાં  મેં મહિલા સૈનિકની  ભૂમિકા ભજવી  છે. તે વધુમાં કહે છે કે મારા પિતા સેનામાં  અધિકારી હતા. તેથી હું   બચપણથી ફોેજમાં  જવાના સપના જોતી હતી. જો કે નાનપણમાં   ફૌજીઓના ગણવેશથી અંજાઈ ગઈ હતી. મને સૈનિક બનવા માટે કરવી પડતી મહેનતનો અંદાજ નહોતો. હું   થોેડી સમજણી  થઈ પછી મને આ વાતની ખબર પડી. જો કે પછીથી  મેં  અભિનય ક્ષેત્રે આવવાનો વિચાર કર્યો. આમ છતાં  આ વેબ સિરિઝ માટે મેં જે તાલીમ  લીધી અને ફૌજીનો ગણવેશ પહેર્યો તે બદલ હું ગર્વ અનુભવી રહી  છું. અલબત્ત, મેં આ યુનિફોર્મને એટલું જ  માન પણ આપ્યું છે.
 

Post Comments