Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેહા ધૂપિયા ' ન ગમતું કામ કરવા ક્યારેય રાજી નથી થતી'

કોઇપણ યુવતી રફટફ અને સેક્સી પણ હોય એવું ભાગ્યે જ બને. સામાન્ય રીતે રફટફ છોકરીઓ ટોમબોય જેવી હોય. પણ નેહા ધૂપિયા તેમાં અપવાદ છે. તે સ્વભાવે જેટલી મક્કમ અને કઠોર છે એટલી જ સેક્સી પણ છે. તે જીવનમાં જે કરે છે તેને દિલથી માણે છે.

અને ક્યારેય એ વાતનો અફસોસ નથી કરતી કે મેં આમ શા માટે કર્યું ? કે આને બદલે બીજું કાંઇ કર્યું હોત તો વધુ સારું થાત. સાથે સાથે તેને સેલિબ્રિટી હોવાનો પણ કોઇ ગર્વ નથી. તેણે મોડોલિંગ, ફિલ્મો અને રીઆલિટી શોઝના જજ તરીકે કામ કર્યું છે. અને મોટાભાગે દરેક વખતે ભરપૂર પ્રશંસા મેળવી છે.

અભિનેત્રીએ 'મિસ ઇન્ડિયા'થી લઇને અત્યાર સુધી જે મજલ કાપી છે તેમાં તેનું કોઇ ગોડફાધર નહોતું. તેણે જ મકામ હાંસલ કર્યો છે તે પોતાની મહેનત અને કાબેલિયતને આભારી છે. તે કહે છે કે કોઇપણ વાતનો અફસોસ કરવા જિંદગી બહુ નાની છે. તેથી હું હંમેશાં આગળ વધવામાં માનું છું. જો કોઇ ે ભૂલ થઇ હોય તો તેને પાછળ છોડીને આગળ વધતા રહેવું જોઇએ. મેં અત્યાર સુધી લાંબી મજલ કાપી છે. અને હજી ઘણો લાંબો પંથ કાપવાનો બાકી છે. તેથી કોઇ એક વાત કે  સ્થિતિને વળગીને બેસી રહેવામાં ડહાપણ નથી. તે વધુમાં જણાવે છે કે હું મારા પ્રત્યેક કામને મનભરીને માણું છું. પણ મને અભિનય સૌથી પ્રિય છે.

બાકી આજની તારીખમાં તમે માત્ર કોઇ એક જ ક્ષેત્ર  સાથે સંકળાયેલા રહીને આગળ ન વધી શકો. આધુનિક યુગમાં બધું બદલાઇ ગયું છે. તેથી દર્શકો સમક્ષ ે તમે ઇમાનદારીપૂર્વક જે રજૂ કરો તેને તેઓ આવકારે. પણ જરાસરખી અંચાઇ કરવા જાઓ તો તેઓ તમને ગણકારે પણ નહીં. પછી તમારું ક્ષેત્ર ફિલ્મો હોય, ટી.વી. હોય કે પછી ડિજિટલ મિડિયા.

એક તરફ નેહા એમ કહે છે કે તેને અભિનય સૌથી વધુ પ્રિય છે. જ્યારે બીજી બાજુ તેણે ઘણાં સમયથી કોઇ ફિલ્મ નથી કરી. આવો વિરોધાભાસ કેમ? આના જવાબમાં અદાકારા કહે છે કે મને ફિલ્મો કરવી ગમે છે. પણ મને એવી ફિલ્મોની ઓફર નથી મળી રહી જે કરવાની મને મઝા આવે. અને ન ગમતી ફિલ્મ પરાણે કરવાનો શો અર્થ? જ્યારે મને મનગમતી ફિલ્મ કરવાની તક મળશે ત્યારે હું તેનો સ્વીકાર કરવા બે વખત વિચાર નહીં કરું. પરંતુ કોઇપણ સિનેમા કરવા ખાતર પણ નહીં કરું.

તેના કરતાં મને 'રોડીઝ' અને 'છોટે મિંયાં ધાકડ' જેવા રીઆલિટી શોના નિર્ણાયક થવાનું વધુ ગમે છે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલના તબક્કે નેહા ટચૂકડા પડદે  ચાલી રહેલા બાળકોના કોમેડી રીઆલિટી શો 'છોટે મિંયાં ધાકડ'માં જજની ભૂમિકા ભજવી રહી છે. આ શોમાં સોહેલ ખાન તેનો સહનિર્ણાયક છે.

નેહા આ શો વિશે કહે છે કે તેમાં ભાગ લઇ રહેલા ચાર વર્ષથી લઇને ૧૧ વર્ષના બાળકોનું હુન્નર જોઇને અચંબામાં પડી જવાય. વાસ્તવમાં આ શોનો કોન્સેપ્ટ બહુ સરસ છે. અને આ નિર્દાષ બચ્ચાઓ તેમાં ઇકોનોમિક્સથી લઇને રાજકરણ  સુધીના બધા વિષયોને એટલી સચોટતા સાથે છતાં રમૂજી અદામાં રજૂ કરે છે કે આપણે દંગ રહી જઇએ. વાસ્તવમાં આ શોમાં ભાગ લઇ રહેલા બધા ભૂલકાં અત્યંત પ્રતિભાશાળી અને તોફાની છતાં નિર્દોષ છે.

મઝાની વાત એ છે કે એક સ્પર્ધક પોતાનુું પરફોર્મન્સ આપીને પોતાની જગ્યાએ જાય ત્યારે અન્ય બધા સ્પર્ધકો તેને ભેટી પડે. આવી નિર્દોષ ખેલદિલી તો બાળકોમાં જ જોવા મળે. વળી એકેેએક ભૂલકું એટલી સરસ રીતે પરફોર્મ કરે છે કે જ્યારે તેમનામાંથી જે એક જણની બાદબાકી કરવાની હોય તેને શો છોડીને જવાનું કહેવાનું અમારા માટે કપરું થઇ પડે. તે વખતે અમને અત્યંત સંવેદનાથી કામ લેવું પડે.

તે વધુમાં જણાવે છે કે અત્યાર સુધી ક્યારેય મને બાળકોને સાચવવાની કે તેમની સાથે કામ પાર પાડવાની જરુર નથી પડી. આમ છતાં હું તેમની સાથે જે રીતે ભળી ગઇ છું અને તેમને ઠેસ ન પહોંચે તેની કાળજી લઇ રહી છું તે જોતાં મને એમ લાગે છે કે બાળકો સાથેનું તાદાત્મ્ય હૃદયના ઊંડાણમાંથી જ આવે. તેને માટે કોઇ તાલીમ લેવાની જરુર ન હોય. અલબત્ત, 'રોડીઝ' જેવા યુવાનોને લગતા શો કરતાં ભૂલકાઓના શોને જજ કરવાનું વધુ અઘરું છે.

અદાકારા પોતાના સહનિર્ણાયક સોહેલ ખાન વિશે કહે છે કે તે બહુ મઝાનો માણસ છે. અમે  લાંબા સમયથી એકબીજાને ઓળખીએ છીએ. અમારા બંનેના મિત્રો કોમન છે. અમારી રમૂજ વૃત્તિ પણ ઘણી મળતી આવે છે.

અમે કેમેરા સામે ન હોઇએ ત્યારે પણ ઘણાં ભળીને રહીએ છીએ. હું તેની સાથે હોઉં ત્યારે મને એવું લાગે જાણે હું મારા પરિવાર સાથે છું. હા, શો પર હું જે રીતે પ્રતિભાવ આપું છું તેના કરતાં તેની પ્રતિભાવ આપવાની રીત જુદી છે. તે દરેક બાબતને અંગત સ્પર્શ આપી જાણે છે. આનું એક કારણ એ પણ છે કે તે પરીણિત છે. અને બે પુત્રોનો પિતા છે. શો પર જો કોઇ પત્ની વિષયક વાત ચાલી રહી હોય તો તે તરત જ કહે કે હું આ લાગણી સારી રીતે અનુભવી રહ્યો છું. કે મેં આ વાતનો અનુભવ લીધો છે.

અભિનેત્રીને સોહેલના પરિવાર સાથે સારા સંબંધો છે. તે કહે છે કે તેનો પુત્ર નિર્વાણ નાનો હતો ત્યારે હું તેને જોવા ઘણી વખત જતી. જોકે હવે તો તેના બંને દીકરા નિર્વાણ અને યોહાન મોટા થઇ ગયા છે. તેની પત્ની સીમાનો સ્વભાવ પણ બહુ સરસ છે. નેહાને એ વાતની ખુશી છે કે તેના કામના કારણે તે હંમેશાં નવા નવા લોકોને મળતી રહે છે. તેને લોકોને મળવું બહુ રસપ્રદ લાગે છે.

તે કહે છે કે હું મને ગમતું કામ કરતી જ રહું છું. ગયા વર્ષે મેં એક ઓડિયો ટોક શોનું નિર્માણ કર્યું હતું. અને તેને સારો આવકાર મળ્યો. જોકે આજથી ૧૭ વર્ષ પહેલા હું આઇએએસ અધિકારી બનવાના શમણાં પણ જોતી હતી.

મઝાની વાત એ છે કે નેહા એક અચ્છી અદાકારા છે. પણ તેણે નાનપણમાં ક્યારેય અભિનેત્રી બનવાના શમણાં નહોતા જોયા. તે કહે છે કે બોલીવૂડની ઘણી અદાકારાઓએ બચપણથી જ અભિનય ક્ષેત્રે આવવાના સપનાં જોયા હતાં. તેઓ પોતાની મમ્મીની સાડી પહેરીને અરીસા સામે ઊભી રહેતી અને પોતે કેવી દેખાય છે તે જોતી. ઘણી અભિનેત્રીઓને મેં એમ કહેતા પણ સાંભળી છે કે તેઓ અરીસા સામે અભિનય કે ડાન્સ કરતી. પણ મેં ક્યારેય આવું નથઈ કર્યું.

હું નાનપણમાં ખેલાડી બનવા માગતી હતી. મને રમતગમતમાં ખૂબ રસ હતો. આજે પણ મને ખેલકૂદમાં એટલો જ રસ છે. મેં એક્ટિંગ અને મોડેલિંગ તો એટલા માટે કરી જોયું હતું કે હું શાળામાં હતી ત્યારે સ્ટેજ પર કામ કરતી હતી. અને મને તેમાં ખાસ્સી પ્રશંસા પણ મળતી. તેેથી મને અભિનય ક્ષેત્રે આવવાનો પણ કોઇ રંજ નથી. કારણ કે આપણે મોટા થઇએ ત્યારે સમય અને સંજોગો સાથે આપણી પસંદગી પણ બદલાઇ જાય છે.
 

Post Comments