Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મનિષા કોઇરાલા કેન્સરના પીડાદાયક અનુભવેે અપાવ્યો નરગીસનો રોલ?

૯૦ના દશકમાં દર્શકોના દિલ પર રાજ કરનારી અભિનેત્રી મનિષા કોઇરાલા કેન્સરનો ભોગ બન્યા પછી ઘણાં વર્ષ સુધી રૃપેરી પડદાથી દૂર રહી. પણ હવે એમ લાગી રહ્યું છે કે આ વ્યાધિના પ્રત્યક્ષ અનુભવે જ તેને એક સમયની અત્યંત લોકપ્રિય અભિનેત્રી સ્વ. નરગીસનું પાત્ર ભજવવાની તક આપી છે. કહેવાનો અર્થ એ છે કે લાંબા વર્ષો સુધી ફિલ્મોથી દૂર રહ્યાં પછી મનિષા સંજય દત્તની બાયોપિકમાં અભિનેતાની માતા નરગીસની ભૂમિકા ભજવવાની છે.

મનિષાએ તેના આ રોલ વિશે જણાવ્યું હતું કે આ ભૂમિકા મારા માટે એક કરતાં વધુ કારણોસર વિશેષ બની રહેશે. આ પાત્ર દ્વારા હું બોલીવૂડમાં કરબેક કરી રહી છું. અને તે ભજવતી વખતે મારે મારી સઘળી પીડા ફરીથી સંભારવી પડશે જે મેં કેન્સરકાળ દરમિયાન ભોગવી હતી. સામાન્ય સંજોગોમાં કોઇ પોતાના વેદનાના દિવસો યાદ કરવાનું પસંદ ન કરે. પરંતુ મારા આ રોલ માટે મારે ફરીથી આ જિંદગી જીવવાની છે. વળી મારે નરગીસ જેવી દિગ્ગજ અદાકારાનો રોલ ભજવવાનો છે. કહેવાની જરુર નથી કે નરગીસ પેન્ક્રિયાસના કેન્સરથી પીડાયા હતા.

જોકે મનિષાને એ વાતનો આનંદ છે કે તેને એક એવા ફિલ્મ સર્જક સાથે કામ કરવાની તક મળી  છે જેની  તે હંમેશાંથી પ્રશંસક રહી છે. વળી તે રણબીર કપૂરને પણ  આજના સમયનો શ્રેષ્ઠ કલાકાર માને છે. અદાકારાએ કહ્યું હતું કે તેણે આ રોલ માટે કેટલાંક લુક ટેસ્ટ આપ્યાં હતાં. તેણે કેટલાંક લુકમાં વાળ લાંબા રાખ્યાં હતાં. તો કેટલાંકમાં ટૂંકા. તે વધુમાં જણાવે છે કે જ્યારે હું  એક સમયના આ અત્યંત લોકપ્રિય અદાકારાનો રોલ કરવાની છું ત્યારે મને તેમના અંગત જીવન વિશે વધુ જાણવાની ઉત્સુક્તા થાય છે. તેથી હું તેમના  પુત્રી પ્રિયંા દત્તને મળીશ.

અભિનેત્રી પોતાના કષ્ટકાળ વિશે કહે છે કે હું એ વાતથી સદંતર અજાણ હતી કે મારું શું થશે. હું જીવીશ કે મરી જઇશ. હું જાણે કે સતત મરવાની રાહ જોતી હતી. હું મારા તબીબોન પૂછ્યા કરતી હતી કે હજી હું કેટલું જીવીશ. મને મોતનો ડર બહુ સતાવતો. હું સતત જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાતી સ્થિતિમાં શ્વાસ લેતી.

જોકે આ મહાવ્યાધિમાંથી ઊગરી ગયા પછી ે તેના વિશે જાગૃતિ ફેલાવવા ે મનિષા 'માય હેર ફોર કેન્સર' સાથે જોડાઇ છે. તે કહે છે કે કેન્સરના દર્દી માટે સવારના ઊઠીને પોતાના ઓશિકા પર ખરી પડેલા વાળ જોવાનું અત્યંત પીડાકારક હોય છે. વળી આપણા દેશોમાં, એટલે કે  ભારત અને નેપાલમાં સુંદર વાળ સૌંદર્યના પ્રતિક ગણાય છે. આવી સ્થિતિમાં જ્યારે કોઇ યુવતીને પોતાના કેશ કઢાવી નાખવા પડે ત્યારે તેને કેટલું દુ:ખ થાય તે સમજી શકાય તેમ છે.  જોકે તે આશ્ચર્યજનક વાત જણાવતાં કહે છે કે હું હંમેશાંથી એક વખત મારા માથે મુંડન કરાવવા માગતી હતી. પણ મને જે સંજોગોમાં વાળ કઢાવવા પડયા એ રીતે  ક્યારેય નહીં.

જોકે તેને આ ફિલ્મમાં ફરી એક વખત કેન્સરની પીડાને સંભારવી પડશે. આમ છતાં તેને ફરીથી  રૃપેરી પડદે આવવાની તક મળી છે તે બદલ તે ખુશ છે. તે કહે છે કે હું આશા રાખું છું કે હું નરગીસના રોલને ન્યાય આપી શકીશ.
 

Post Comments