Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

TV TALK

માનવ ગોહિલ એક વર્ષે અને અમૃતા મુખરજી ત્રણ વર્ષે એક જ શોમાં

ટચૂકડા પડદાનો જાણીતો અભિનેતા માનવ ગોહિલ છેલ્લા એક વર્ષથી એકેય શોમાં જોવા નહોતો મળ્યો. તેવી જ રીતે 'બડે અચ્છે  લગતે હૈ' દ્વારા અત્યંત લોકપ્રિય  બનેલી બાળકલાકાર અમૃતા મુખરજી (પીહુ) ને પણ  દર્શકો ત્રણ વર્ષથી જોઈ નથી શક્યા. પણ હવે  આ બંને કલાકારો 'માસૂમ' માં એક સાથે આવી રહ્યાં છે.  સૂત્રોએ  જણાવ્યું હતું કે આ સિરિયલમાં માાનવ ગોહિલ ખલનાયકના  રોલમાં જોવા મળશે. જ્યારે 'પીહુ', એટલે કે ચુલબુલી અમૃતા મુખરજી ત્રણ વર્ષ પછી ફરીથી દર્શકોને મંત્રમુગ્ધ કરશે. સિરિયલ સર્જકોને આ ધારાવાહિક માટે એક નટખટ બાળ કલાકારની જરૃર હતી.  તેથી તેમણે  ન્યાયની તલાશ કરતાં બાળ કલાકાર તરીકે અમૃતા પર પસંદગીનો  કળશ ઢોળ્યો હતો.

ઔરંગઝેબનો જ્યેષ્ઠ પુત્ર ચેતન હંસરાજ

પોતાની બ્રાઉન  આંખોને  કારણે અન્ય કલાકારોથી તદ્ન નોખો તરી આવતો  અભિનતા ચેતન હંસરાજ છેલ્લા ૧૩ જેટલા વર્ષથી અભિનય ક્ષેત્રે મોટાભાગે નેગેટિવ પાત્રો ભજવતો આવ્યો છે. 'કહાની ઘર ઘર કી' દ્વારા ઘર ઘરમાં જાણીતો બનેલો  આ અભિનેતા હવે મુખ્ય ભૂમિકા  ભજવવા માગે છે. તે કહે છે કે  મારા વિલનના  રોલ છ-સાત મહિનામાં  પૂરાં થઈ જાય એટલે હું અન્ય શ્રેણીમાં  કામ કરું. પણ હવે હું એકાદ  ધારાવાહિકમાં મુખ્ય પાત્ર ભજવવા ઈચ્છુ છું. અલબત્ત, મેં 'જોધા અકબર', 'જાંબાઝ સિંદબાદ' 'મહાકુંભ' જેવી ધારાવાહિકોના મારા પાત્રો  મન ભરીને  માણ્યા  છે. અને હવે હું 'પેશવા બાજીરાવ' માં મુઘલ બાદશાહ ઔરંગઝેબના જ્યેષ્ઠ પુત્ર મોહમ્મદ આઝમ શાહનો રોલ કરવાનો છું. મને આવી ધારાવાહિકોના  પરિધાન ભારે અગવડદાયક લાગે છે. વળી આવી ઐતિહાસિક ધારાવાહિકોનું દૂર દૂરના લોકેશનો પર થતું શૂટીંગ પણ અકળાવી મૂકનારું  હોય છે.

જાણીતા મરાઠી- અભિનેતા શરદ પોંક્ષે કરશે ટચૂકડા પડદે પદાર્પણ

જાણીતા  મરાઠી  અભિનેતા શરદ પોેંક્ષે  ધારાવાહિક 'સજન રે ફિર જૂઠ મત બોલો' દ્વારા  ટચૂકડા પડદે પદાર્પણ કરી રહ્યાં  છે. જુઠ્ઠાણાંની હારમાળા સર્જતી કહાણી પર આધારિત આ સિરિયલમાં શરદ પોંક્ષે  મુખ્ય અભિનેત્રીના  પિતાની ભૂમિકા ભજવશે. શરદ પોંક્ષેએ જણાવ્યું હતું કે આ શ્રેણીમાં મારી ભૂમિકા  અત્યંત રસપ્રદ છે. અને આ રોેલ ભજવવા હું ખૂબ ઉત્સુક છું.
 

Post Comments