Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

TV TALK

રોહન મેહરાને ભારે પડી 'બિગ બોસ' સિઝન-૧૦
'યહ રિશ્તા ક્યા કહલાતા હૈ'માં 'નકશ'ની ભૂમિકા ભજવનાર રોહન મેહરાએ આ ધારાવાહિક અધવચ્ચે છોડીને રીઆલિટી શો 'બિગ બોસ-૧૦'માં ભાગ લીધો. અને હવે તે તેમાંથી બહાર પણ આવી ગયો છે. આમ છતાં આ સિરિયલના સર્જકો તેને 'નકશા'ના પાત્ર માટે  ફરીથી લેવા રાજી નથી. તેમણે જણાવ્યું હતું કે આટલા સમય સુધી અમે તેના પાત્રને હાંસિયામાં ધકેલી દીધું હતું.

વળી અમે હીના ખાનના સ્થાને અન્ય અભિનેત્રીની શોધમાં હતાં. પરંતુ હવે  આ ટ્રેક ફરીથી શરૃ થઈ ગયો છે ત્યારે અમે ફરીથી 'નકશ'ને કેન્દ્ર સ્થાને લાવવા માગીએ છીએ. પરંતુ રોહન અવ્યાવસાયિક રીતે ચાલુ શો છોડીને રીઆલિટી શોમાં ભાગ લેવા દોડી ગયો હતો તેથી અમે તેને આ ધારાવાહિકમાં ફરીથી લેવા નથી માગતા.

નેગેટિવ રોલમાં પણ રાજી છે નવીન
ધારાવાહિક 'ઈશ્કબાજ'માં નવીનનો રોલ ધીમે ધીમે પોઝિટિવમાંથી નેગેટિવ થઈ ગયો છે. આમ છતાં અદાકારાને તેની સામે કાંઈ વાંધો નથી. નવીન કહે છે કે મારી 'ટીઆ'ની ભૂમિકામાં પરિવર્તન આવ્યું છે. પણ તેની સામે મને જરાય વાંધો નથી. મારા મત વેમ્પ હમેશાં જે તે શોના હીરો જેવી હોય છે.

તે વધુમાં જણાવે છે કે નેગેટિવ ભૂમિકામાં પણ મને મારી અભિનય ક્ષમતા પુરવાર કરવાની તક મળી છે. જો મને આવો રોલ ન મળ્યો હોત તો હું ક્યારેય જાણી ન શકત કે હું દુષ્ટ સ્ત્રી પણ બની શકું છું. અને છેવટે તો હું એક અભિનેત્રી છું. ખરેખર તો મને વિવિધ પ્રકારનો અભિનય કરવાનું વધુ ગમે છે.

સૌમ્યા ટંડનને લાગી સ્ક્રીપ્ટ રાઈટિંગની લગન
હાલના તબક્કે 'ભાભીજી ઘર પર હૈં'માં કામ કરી રહેલી સૌમ્યા ટંડનને હવે સ્ક્રીપ્ટ રાઈટિંગની ચાનક ચડી છે. અને તે ઓનલાઈન સ્ક્રીનપ્લે રાઈટિંગ કોર્સ કરી રહી છે. વાસ્તવમાં તે આંતરરાષ્ટ્રીય શોઝ માટે લખવા માગે છે. અભિનેત્રીએ કહ્યું હતું કે મારી વર્તમાન ધારાવાહિકનો સેટ નાયગાંવમાં છે.

અને ત્યાં પહોંચવાના માર્ગમાં બ્રિજ બનાવવાનું કામ ચાલુ હોવાથી મને દરરોજ પ્રવાસ પાછળ ત્રણ કલાક ફાળવવા પડે છે. આ સમય દરમિયાન કંટાળો દૂર કરવા મેં થોડાં ટી.વી. શો જોવાનું શરૃ કર્યું. તે વખતે મને 'ન્યુઝરૃમ'નો પાયલટ એપિસોડ બહુ ગમી ગયો. મેં તેના લેખકની સર્ચ આદરી. યોગાનુયોગે તે મારા પ્રિય લેખક નીકળ્યા.

દીપિકા સિંહે ખખડાવ્યા 'સિન્ટા'ના દ્વાર
'દિયા ઔર બાતી' ધારાવાહિકમાં સતત પાંચ વર્ષ સુધી અદમ્ય  લોકપ્રિયતા મેળવનાર અભિનેત્રી દીપિકા સિંહે આ શોના સર્જકો વિરૃધ્ધ 'સિન્ટા' (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિએશન)ના દરવાજા ખટખટાવ્યા છે.

આ સિરિયલના સર્જકો શશિ અને સુમિત મિત્તલે અભિનેત્રીને તેની સિક્વલમાં નથી લીધી ત્યાં સુધી તો ઠીક છે.પણ તેમણે તેની લેણી રકમ ચૂકવવાને બદલે તેને ૧૬ લાખ રૃપિયાનો દંડ ફટકાર્યો છે. આની સામે ક્રોધે ભરાયેલી દીપિકાએ બંને સર્જકો વિરૃધ્ધ 'સિન્ટા'માં ફરિયાદ કરી છે.

સૂત્રોએ આ માહિતી આપતાં વધુમાં જણાવ્યું હતું કે દીપિકાએ 'સિન્ટા'ને ફરિયાદ કરતાં જણાવ્યું હતું કે શોના સર્જકો તેને તેની ૧.૧૪ કરોડ રૃપિયાની (૯૦ લાખ મૂળ રકમ અને ૨૪ લાખ વ્યાજ) રકમ આપવામાં ઠાગાઠૈયા કરી રહ્યાં છે. અને ઉપરથી તેઓ મારી પાસેથી ૧૬ લાખ રૃપિયા માગી રહ્યાં છે.

જ્યારે નિર્માતાઓએ જણાવ્યું હતું કે દીપિકા સેટ પર નિયમિત રીતે અનિયમિત આવતી હોવાથી તેમને નુકસાન થયું હતું. જોકે મઝાની વાત એ છે કે તેમણે આ બાબતે દીપિકા સામે 'સિન્ટા'માં ફરિયાદ નહોતી કરી. સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે હવે ટી.વી. સિરિયલોના સર્જકોમાં આ ચલણ સામાન્ય બની રહ્યું છે. તેઓ શો પૂરો થાય ત્યારે કલાકારોની લેણી રકમ આપવાને બદલે તેમની ઉપર જ નુકસાનીનો દાવો ઠોકી બેસાડે છે.

Post Comments