Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્વરા ભાસ્કર - અભિનય કરતી વખતે સૌથી વધુ ખુશ હોય છે

'નિલ બટ્ટે સન્નાટા', 'લિસન...અમાયરા', 'રાંઝણા' કે 'તનુ વેડ્સ મનુ રિટર્ન્સ' જેવી ફિલ્મો જોનારા દર્શકો અભિનેત્રી સ્વરા ભાસ્કરનો ગજબનાક અભિનય નહીંં ભૂલ્યા હોય. 'નિલ બટ્ટે સન્નાટા' ફિલ્મના તેના અભિનયે તેને આંતરરાષ્ટ્રીય એવોર્ડની હકદાર બનાવી હતી. અને હવે વેબ સિરિઝમાં પણ પોતાના અભિનયના ઓજસ પાથરીને સ્વરાએ પુરવાર કરી બતાવ્યું છે કે માધ્યમ કોઇપણ હોય, તે શ્રેષ્ઠ કામ કરવામાં જ માને છે.

તે પોતાના વેબ સિરિઝમાં કામ કરવાના અનુભવને એકદમ સરસ ગણાવે છે. તે કહે છે કે વેબ સિરિઝમાં કામ કરવાનો મારો અનુભવ અદ્ભૂત રહ્યો. અલબત્ત, કેમેરા એ કેમેરા જ હોય. ચાહે તે કોઇપણ માધ્યમમાં કેમ ન હોય. પણ વેબ પર જે નવીનતા અને તાજગી છે તે મને અદ્ભૂત લાગી. તે વધુમાં કહે છે કે મારી વેબ સિરિઝનો જે વિષય છે તે હિન્દી ફિલ્મોમાં ભાગ્યે જ જોવા મળે. તેમાં સ્ત્રીની પોતાના લગ્નજીવન પ્રત્યેની બેવફાઇને વણી લેવામાં આવી છે. સામાન્ય રીતે ફિલ્મોમાં પુરુષોની બેવફાઇને બતાવવામાં આવતી હોય છે. પરંતુ મારી સિરિઝમાં સ્ત્રીના વિશ્વાસઘાતને રજૂ કરવામાં આવ્યો છે.

તેમાં મેં એવી મહિલાનો રોલ કર્યો છે જે લગ્નબાહ્ય સંબંધમાં આનંદ શોધે છે. મેં આ સિરિઝમાં કામ કરવાની હા પાડી તેનું કારણ આ હટકે રોલ હતો. હું ઇચ્છું છું કે હું જે ભૂમિકાઓ ભજવું તેને માટે મને યાદ કરવામાં આવે. તે પોતાની આ સિરિઝ માટે વધુમાં જણાવે છે કે તેની સ્ટોરી ઘણી લાંબી અને ઊંડાણપૂર્વકની છે. તેથી તેને અલગ અલગ ભાગોમાં રજૂ કરવામાં આવશે. અલબત્ત, તે ટી.વી. શોની જેમ એપિસોડમાં રજૂ નહીં થાય.
સ્વરાએ અત્યાર સુધી ભજવેલા બધા રોલ શક્તિશાળી મહિલાઓને રજૂ કરે છે. જોકે તે કહે છે કે આરંભમાં મેં સહજતાથી આવા પાત્રો ભજવવા હા પાડી હતી. પરંતુ પછીથી મેં અનુભવ્યું કે દર્શકો મારી પાસેથી ચોક્કસ પ્રકારના રોલ અને અભિનયની અપેક્ષા રાખે છે.

હવે તમે જ કહો કે હું તેમનેે નિરાશ શી રીતે કરી શકું. હું નથી ઇચ્છતી કે દર્શકો મને જોવા સિનેમાઘરો સુધી લાંબા થાય અને થિયેટરથી બહાર નીકળે ત્યારે તેમને એમ લાગે કે અમે આ સ્વરા જોવા તો નહોતા જ આવ્યા.  સ્વરાએ કમર્શિયલ અને આર્ટ બંને પ્રકારની ફિલ્મોમાં અભિનય કર્યો છે. તે કહે છે કે કોઇપણ કલાકાર માટે તેની ફિલ્મની સ્ક્રીપ્ટ ઉત્તમ હોવી જોઇએ. ચાહે તે આટ ર્ સિનેમા હોય કે કમર્શિયલ. મારા મતે સિનેમાને આવા બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યું છે તેનુંકારણ બોક્સ ઓફિસ છે. 

તેથી જ ઘણાં કલાકારો ઘણી ફિલ્મો કમર્શિયલ સમજીને વાંચ્યા વગર જ સાઇન કરી દે છે. બાકી ખરેખર તો કલાકારોએ સારો રોલ કરવાની તક શોધવી જોઇએ. અને જેવો મોકો મળે તેવો ઝડપી  લેવો જોઇએ. ંમને એ વાતનો આનંદ છે કે મેં બંને પ્રકારની ફિલ્મો વચ્ચે સંતુલન સાધ્યું છે.

અભિનેત્રી પોતાની આગામી ફિલ્મો વિશે કહે છે કે હું 'વીર દી વેડિંગ'માં કામ કરી રહી છું. આ સિનેમા હું ખાસ કરીને સોનમ અને રીઆ કપૂર માટે કરી રહી છું. બંને મારી ખાસ સહેલીઓ છે. વળી હું કોલેજકાળથી કરીના કપૂરની પ્રશંસક રહી છુંં.

તેથી તેની સાથે કામ કરવાની તક શી રીતે વેડફાય? આ સિવાય હું ડેબ્યુ ડાયરેક્ટર ગૌરવ સિંહાની અર્બન કોમેડી 'આપ કે કમરે મેં કોઇ રહતા હૈ'માં પણ કામ કરી રહી છું. હું મારી આગામી ફિલ્મ 'અનારકલી આરાંવાલી'ની રજૂઆતની પણ આતુરતા પૂર્વક રાહ જોઇ રહી છુ. તેમાં મારી ભૂમિકા એકદમ અલગ પ્રકારની છે. તેમાં મેં પાર્ર્ટી સિંગર અને ડાન્સરનો રોલ કર્યો છે.

ઝાકઝમાળની દુનિયામાં આવ્યા પછી પણ સ્વરા પોતાના મૂળિયાથી અલગ થવા નથી માગતી. તે કહે છે કે હું આજે પણ આપણા બધા તહેવારોને પૂરી શ્રધ્ધા સાથે માનું છું. તેનું કારણ એ છે કે આપણા બધા પર્વો કાંઇક સંદેશ આપે છે. વળી જ્યારથી હું મારા માતાપિતાથી અલગ રહું છું ત્યારથી મને બધા તહેવારો મારા બચપણ તેમ જ અત્યાર સુધીના જીવનની યાદ અપાવે છે.

મારા મતે આપણા ઉત્સવો આપણને સકારાત્મક બનાવે છે અને આપણા પરિવારજનો-મિત્રો સાથે જોડી રાખે છે.  જોકે તે કહે છે કે એવું નથી કે તહેવારો સિવાય હું મારા કુટુંબીજનો કે મિત્રોને નથી મળતી. વાસ્તવમાં તેઓ જ મારી શક્તિ, મારા પ્રેરણાસ્રોત છે. પરંતુ અભિનય કરતી વખતે મને જે આનંદ મળે છે તે ખુશી મને બીજી કોઇ વાતમાં નથી મળતી. હું કેમેરા સામે હોઉં ત્યારે સૌથી વધુ ખુશ હોઉં છું. તે વખતે મને મનથી સંતોષ મળે છે.

સ્વરાને આજદિન સુધી સૌથી વધુ હર્ષ 'નિલ બટ્ટે સન્નાટા' ફિલ્મ કરવામાં મળ્યો છે. તે કહે છે કે આ ફિલ્મમાં કામ કરવાથી લઇને તેને માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો ત્યાં સુધીની મારી યાત્રા અત્યંત આનંદદાયક રહી. તે વધુમાં જણાવે છે કે  અગાઉ મારું ઘરકામ કરતી બાઇએ આ ફિલ્મ જોઇ . ત્યાર બાદ તે બીજે દિવસે કામ પર આવી ત્યારે તે મને ભેટી પડી હતી. મારે માટે આનાથી મોટી ખુશી બીજી શી હોઇ શકે?

Post Comments