Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રૃતિ હાસન : કાંઈક નોખું કરવા તલપાપડ રહેતી અદાકારા

છેલ્લા થોડા સમયમાં મારામાં ઘણું પરિવર્તન આવ્યું છે. હું અગાઉ કરતાં વધુ કઠોર  બની છું. કહેવાનો અર્થ એ છે કે મને જે જોઈએ કે ગમે છે તે હું મેળવીને જ જંપુ છું. પરિસ્થિતિ સાથે સમાધાન કરીને જતું નથી કરતી. તેવી જ રીતે ચોક્કસ બાબતોમાં હું ખુલી-ખીલ નહોતી શકતી. પણ હવે હું એ કોચલામાંથી બહાર આવી ગઈ છું.

અભિનેત્રી શ્રૃતિ હાસનને બોલીવૂડમાં આવ્યે નવ વર્ષ જેટલો સમય થઈ ગયો છે. આ સમય દરમિયાન તેણે ભલે સંખ્યાબંધ ફિલ્મો નથી આપી. પણ તેની પ્રત્યેક ફિલ્મમાં તેનો અભિનય પ્રશંસા પામ્યો છે. અને હવે તે રાજકુમાર રાવ સાથેની આગામી ફિલ્મ 'બહન હોગી તેરી' ના શૂટિંગમાં વ્યસ્ત છે.

અભિનેત્રી કહે છે કે આ ફિલ્મમાં જોવા મળતી તાજગી મને ગમી ગઈ હતી. તેમાં દર્શાવવામાં આવનારી  લાગણીઓ એટલી સહજ અને શુધ્ધ છે કે તે તમારા હૃદય  સોંસરવી ઉતરી જાય.

તે આ ફિલ્મના પોતાના પાત્ર વિશે કહે છે કે તેમાં હું જેટલી રમૂજી છું એટલી જ ઊર્જાથી પણ છલકાઉં છું. મારી ભૂમિકાની આ બેવડી ખૂબી મને બહુ ગમે છે.

શ્રૃતિને હમેશાં કાંઈક નવું કરવું ગમે છે. તે કહે છે કે મને મારી ફિલ્મમાં અસામાન્ય જોડી બનાવવાનું ગમે. એવી જોડી જે દર્શકોએ ન કલ્પી હોય. મોટાભાગે ફિલ્મ સર્જકો અને દર્શકોના દિલોદિમાગમાં ચોક્કસ જોડીઓ ગોઠવાઈ ગઈ હોય છે. પરંતુ હું તેમને તેના કરતાં કોઈક હટકે જોડી આપીને આશ્ચર્યમાં નાખી દેવાનું પસંદ કરું છું. 'બહન હોગી તેરી'માં રાજકુમાર રાવ સાથેની મારી જોડી આવી જ છે. મને આશા છે કે દર્શકોને તે ગમશે.

અભિનેત્રી બોલીવૂડ અને દક્ષિણ ભારતના ફિલ્મોદ્યોગમાં એકસાથે  કામ કરે છે. તે કહે છે કે મને બેઉ ઠેકાણે એકસાથે કામ કરવાની બહુ મઝા આવે છે. હું બંને ઠેકાણે પહોંચી વળવા સતત પ્રવાસ કરતી રહું છું. ખરૃં કહું તો હું આવું જ કંઈક કરવા માગતી હતી. મારો ઉછેર વિવિધ સંસ્કૃતિ ધરાવતા ઘરમાં થયો છે. આ બાબતે હું મને ભાગ્યશાળી માનું છું.

અભિનેત્રીને સોશ્યલ  મિડિયા પર સક્રિય  રહેવું બહુ ગમે છે. તે કહે છે કે તેને કારણે હું ચોક્કસ વર્ગ સાથે ચોક્કસ રીતે જોડાઉં છું. તેને કારણે મને મારું કામ વધુ સારી રીતે શી રીતે કરવું તે સમજાય છે. અલબત્ત, તેમાં ઘણી ફાલતૂ વાતો પણ હોય છે. પણ આવી વાતો મનોરંજક હોય છે. આમ સોશ્યલ  મિડિયા  મને ઘણું શીખવવા સાથે મનોરંજન પણ પૂરું પાડે છે.

શ્રૃતિ  'બહન હોગી તેરી'ની સમાંતરે દક્ષિણ ભારતમાં સૂર્યા અને પવન કલ્યાણ સાથે પણ ફિલ્મો કરી રહી છે. તે કહે છે કે આ બંને દક્ષિણ ભારતીય  ફિલ્મોના સુપરસ્ટાર છે. મેં મારી કારકિર્દીનો આરંભ તેમની સાથે કર્યો હતો. અને હવે ફરીથી તેમની સાથે કામ કરતી વખતે મને મારા પુરાણા દિવસો સાંભરી  આવે છે.

અદાકારા છેલ્લા થોડાં સમયમાં સંગીત ક્ષેત્રે પણ ઘણી આગળ વધી ગઈ છે. તે કહે છે કે સંગીત મને ખૂબ ઉત્તેજિત કરે છે. તે વધુમાં જણાવે છે કે છેલ્લા થોડા સમયમાં મારામાં ઘણું પરિવર્તન આવ્યું છે. હું અગાઉ કરતાં વધુ કઠોર  બની છું. કહેવાનો અર્થ એ છે કે મને જે જોઈએ કે ગમે છે તે હું મેળવીને જ જંપુ છું. પરિસ્થિતિ સાથે સમાધાન કરીને જતું નથી કરતી. તેવી જ રીતે ચોક્કસ બાબતોમાં હું ખુલી-ખીલ નહોતી શકતી. પણ હવે હું એ કોચલામાંથી બહાર આવી ગઈ છું.

Post Comments