Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સલમાન ખાનની જાણી અજાણી વાતો

- સલમાનનું પૂરું નામ અબ્દુલ રશીદ સલમી સલમાન ખાન છે.
- ૨૭ ડિસેમ્બર ૧૯૬૫માં ઇન્દોરમાં સલમાન ખાનનો જન્મ થયો છે.
- સલમાન ખાન હીરો નહી ંપરંતુ ફિલ્મ-દિગ્દર્શક બનવા ઇચ્છતો હતોપરંતુ તેના વ્યક્તિત્વને જોઇને ફિલ્મસર્જકોએ તેને અભિનેતા બનાવી દીધો.
- ૧૯૮૮માં સહાયક અભિનેતા તરીકે તેની પ્રથમ ફિલ્મ બીબી હો તો ઐસી રીલીઝ થઇ.ફારૃખ શેખ-રેખા અભિનિત ફિલ્મમાં સલમાન લોકોનું ધ્યાન આકર્ષવામાં સફળ રહ્યો.
- ૧૯૮૯માં અભિનેતા તરીકેની કારકિર્દીની પ્રથમ ફિલ્મ મૈં ને પ્યાર કિયા રીલિઝ થઇ હતી.જોકે એ વખતે પાયરસીને કારણે ફિલ્મોની પ્રિન્ટની સંખ્યા બહુ ઓછી હતી. મર્યાદિત થિયેટરોમાં જ રીલિઝ કરવામાં આવી હતી. પરંતુ ફિલ્મની સફળતા જોતા  પ્રિન્ટની સંખ્યા વધારવામાં આવી હતી.
- ફિલ્મોમાં આવતા પૂર્વે જ સલમાન સંગીતાનો રોમાન્સ ચાલતો હતો. એ જમાનામાં સંગીતા સલમાન કરતાં ફિલ્મજગતમાં આગળ નીકળી ગઇ હતી.એ વખતે બન્ને જણા એક વિજ્ઞાાપનમાં સાથે દેખાતા હતા.
- ૨૦૦૪માં પીપલ મેગેઝિને કરેલા એક સર્વેમાં સલમાનને બેસ્ટ લુકિંગ મેન ઇન ધ વર્લ્ડના લિસ્ટમાં સાતમો અને ભારતમાં પ્રથમ સ્થાન મળ્યું.
- સલમાન ખાનનો મનપસંદ અભિનેતા ધર્મેન્દ્ર છે. તેને સિલ્વર સ્ટેલોન પણ ગમે છે.
- સલમાને ધર્મેન્દ્ર સાથે 'પ્યાર કિયા તો ડરના ક્યા' ફિલ્મ કરી છે. કહેવાય છે કે ધર્મેન્દ્રએ આ ફિલ્મમાં કામ કરવા બદલ એક પણ પૈસાનું મહેનતાણું લીધુ ંનહોતું.
-  ધર્મેન્દ્રનું કહેવું છે કે સલમાન તેને તેના જુવાનીની યાદ અપાવે છે. તે પણ યુવાનીમાં સલમાન જેવો જ બિનધાસ્ત અને આખાબોલો હતો.
-  હેમા માલિની સલમાનની મનપસંદ અભિનેત્રીછે.
- સલમાન-શાહરૃખ એક સમયે ગાઢ મિત્રો હતા. બન્નેએ 'હમ તુમ્હારે હૈ સનમ, કરણ અર્જુન અને કુછ કુછ હોતા હૈ ફિલ્મો કરી છે.
- ૨૦૦૬ની દીવાળીના દિવસે  સલમાનની જાનેમન અને શાહરૃખની ડોન રીલિઝ થઇ હતી. ત્યારે એટલી ગાઢ મિત્રતા હતી કે સલમાન પોતાની ફિલ્મના પ્રચારની સાથેસાથે શાહરૃખની ડોન જોવાની પણ ભલામણ કરતો હતો.
જી કેટરિના કૈફના જન્મદિવસની પાર્ટીમાં કોઈ વાતને લઇને સલમાન અને શાહરૃખની વચ્ચે જોરદાર ઝઘડો થઇ ગયો હતો. એ પછી કેટલાય વરસો બન્નેના અબોલા રહ્યા હતા. પરંતુ એક ઇફતાર પાર્ટીમાં સલમાને પહેલ કરીને શાહરૃખને ભેટી પડયો હતો. એ પછી બન્ને વચ્ચે વાતચીત અને હળવામળવાના સંબંધો ફરી શરૃ થયા હતા. સલમાનના એક રિયાલિટી શોમાં શાહરૃખ દિલવાલે ફિલ્મનો પ્રચાર કરવાગયો હતો અને બન્ને વચ્ચેની કડવાશ દૂર થઇ ગઇ હતી.
-  ચલતે-ચલતે ફિલ્મમાં શાહરૃખ સાથે ઐશ્વર્યા રાય કામ કરી રહી હતી. સલમાન ઐશ્વર્યાનો દિવાનો હતો. તેણે ફિલ્મના સેટ પર જઇને શાહરૃખ ઐશ્વર્યા સાથે તકરાર કરી હતી. એ પછી કિંગ ખાને સલમાનનો સાથ આપીને ફિલ્મમાંથી ઐશ્વર્યાને દૂર કરી શાહરૃખે રાણી મુખર્જીને લીધી હતી.
- સલમાનથી છૂટી પડેલી ઐશ્વર્યાએ વિવેક ઔબેરોયનો હાથ પકડયો. આ મ થવાથી વિવેક સલમાન અને તેના ભાઇનો દુશ્મન બની ગયો હતો અને તકરાર પણ થઇ હતી.
જોકે પાછળથી વિવેક સલમાનની માફી માગી હતી પરંતુ સલમાને તેને 'નોટંકી' કર્યાનું કહી આજ સુધી વિવેકને માફ નથી કર્યો.
સલમાનના નજીકના લોકોના પ્રમાણે સલમાન ખાન એક વખત કોઇના પર ગુસ્સે થાય પછી તેને  સરળતાથી માફ નથી કરતો.
ઐશ્વર્યા રાયથી છુટ્ટા પડયા પછી કેટરિના કૈફ સાથે તેના ગાઢ સંબંધો બંધાયા. કેટરિનાની કારકિર્દી બનાવામાં સલમાનનો જ મુખ્ય ફાળો રહ્યો છે.
  સલમાનને કોઇ એવોર્ડ પર ભરોસો નથી. તેના માટે દર્શકોનો પ્રેમ જ સોથી મોટો પુરસ્કાર છે.
-  ૨૦૦૫ની મૈંને પ્યાર ક્યું કિયા પછી સલમાનની એક પછી એક ફિલ્મો ફ્લોપ થતી ગઇ. લગભગ ચાર વરસ સુધી અભિનેતાની ફિલ્મો બોક્સ ઓફિસપર ફ્લોપ થતી રહી. બોલીવૂડમાં એવી આશંકા પણ જાગવા લાગી હતી કે સલમાનની કારકિર્દીનો અંત આવી ગયો. પરંતુ પાર્ટનર અને વોન્ટેડ જેવી ફિલ્મોએ સફળતાના માર્ગ પર પૂરપાટ ગાડી દોડાવી.
-  દબંગ૨ ટુ, એક થા ટાઇગર, દબંગ, વોન્ટેડ, રેડી અને બોડીગાર્ડ જેવી ફિલ્મોએ સફળતાની નવી પરિભાષા આપી અને ત્યારથી સલમાનની ગણના સૌથી મોટા સ્ટાર તરીકે થાય છે.
સલમાન તેના પિતાથી હજી પણ ગભરાય છે.
-  પોતાના મિત્રોની ફિલ્મમાં દોસ્તી નિભાવવા નાનકડી ભૂમિકા કરવા પણ રાજી થઇ જાય છે. પોતાના પાત્ર તેમજ સ્ક્રિપ્ટ વિશે જાણવાની પણ ઇચ્છા ન રાખીને તેણે સેટ પર ક્યારે આવવાનું છે  તે નક્કી કરી લે છે.
-  મોંઘી મોઘી ભેટ લોકોન ેઆપ્યા કરવાની આદતથી કંટાળીને તેની માતાએ તેને સલાહ આપી કે બીઇંગ હ્યુમન જે તેની નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન સંસ્થા છે તેની ઘડિયાળો આપવી. તેથી સલમાન હવે આ જ ભેટ આપે છે.
-  સલમાન મમ્માનો દીકરો છે. તેની માતા તેને બહુ વ્હાલી છે. તેની માતાએ રસોઇ કરવાનું બંધ કરી દીધુ ંહોવાથી સલમાને દાળ ખાવાનું છોડી દીધું છે. સલમાનને દાળ તેની માતાની હાથની જ ભાવે છે.
-  અભિનયની સાથે સાથે તે લેખક તેમજ પેઇન્ટર પણ છે. ફિલ્મોની વાર્તા લખવાની સાથેસાથે પેટિંગ્સ પણ બનાવે છે.
-  સલમાનને શરાબની બહુ આદત હતી. એક દિવસ દર્પણમાં તેનો ચહેરો જોયો જે તેને પોતાને પણ ગમ્યો નહીં. તેથી તેને વિચાર આવ્યો કે જ્યારે મને જ મારો ચહેરો જોવો નથી ગમતો તો લોકો તેને સ્ક્રિન પર પસંદ નહીં કરે તેથી તેણે ડ્રિન્ક લેવાનું નહીંવત કરી નાખ્યું છે.
-  સલમાનને ફિલ્મઇન્ડસ્ટ્રીના લોકો 'ભાઇ' કહે  છે પરંતુ વાસ્તવમાં અભિનેતાને આ સંબોધન પસંદ નથી.
-  સલમાનને પહેલાં ફિલ્મોના પ્રચારમાં રસ નહોતો. પરંતુ તેની ફિલ્મો બોક્સઓફિસ પર પીટાવા લાગતાં તેને દબંગ માટે પ્રચારમાં હિસ્સો લેવો પડયો દબંગની સફળતાથી તેને પ્રચારનું મહત્વ સમજાયું.
-  છેલ્લા કેટલાય વરસોથી એક બ્રેસલેટ પહેરે છ જેમાં ફિરોઝા સ્ટોન લગાડવામાં આવ્યો છે. સલમાનનું માનવું છે કે તે આ સ્ટોન તેના માટે લકી હોવાની સાથેસાથે તેને ખરાબ નજરથી બચાવે છે.
-  તેનું કહેવું છે કે તે એકટિંગ કરતો જ નથી. જેવો છેતેવો જ રૃપેર ીપડદે નજરે આવે છે અને દર્શકોને તે આ રૃપમાં જ પસંદ પડે છે.
-  તેને જિમનેશિયમમાં જવુ ગમતું નથી પરંતુ તે ગ્લેમર ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલો હોવાથી તેને ફિટ રહેવું જરૃરી છે.
-  મુંબઇની ઉપરાંત લંડન પણ તેને બહુ પસંદ છે.

Post Comments