Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાક્ષી તન્વર - રૃપેરી પડદે આમિરની પત્ની બનવાની તક મળવાથી ખુશખુશાલ

ટચૂકડા પડદાની જાણીતી અન લોકપ્રિય અદાકાર સાક્ષી તન્વર રૃપેરી પડદે આમિરની પત્ની બનવાની તકથી રોમાંચિત થઇ ગઇ હતી. 'કહાની ઘર ઘર કી' અને બડે અચ્છે લગતે હૈ' સિરીયલોમાંના અભિનય દ્વારા તે ઘરઘરમાં જાણીતી થઇ છે.

'' મને આમિરની પત્નીનો રોલ ઓફર થયો ત્યારે મને મારા કાન પર જ વિશ્વાસ નહોતો. અને હું સમજી ત્યારે તો આશ્ચર્યમાં ગરકાવ થઇ  ગઈ હતી. આમિર સાથે કામ કરવાનું મોટા ભાગના કલાકારોનું શમણું હોય છે. પરંતુ મેં તો સ્વપ્નમાં નહોતુ ંવિચાર્યું કે મને આમિર જેવા ટોચના કલાકાર સાથે કામ કરવાની તક મળશે.'' સાક્ષીએ હર્ષ સાથે જણાવ્યું હતું.

સાક્ષીને મનોજ છાબરિયાની ઓફિસમાંથી ફોન આવ્યો હતો. તે આમિર સરની ફિલ્મ 'દંગલ 'માં આમિરની પત્નીના રોલ માટે પસંદ કરવામાં આવી છે. આવી વાતથી પહેલા તો તેને કોઇએ મજાક કરી હોયએવુ ંલાગ્યુ ંહતું. પરંતુ ફોન કરનારે મને વિશ્વાસ આપ્યો હતો કે આ કોઇ મજાક નથી અને સાક્ષીએ ઓડિશન માટે જવાનું છે.

સાક્ષી ઓડિશન માટે ગઇ તો પહેલાં તેની એકલીનું ઓડિશન લેવામાં આવ્યું હતું અન ેત્યાર પછી ફક્ત એક જ સેકન્ડ માટે આમિર સાથે તેનું ઓડિશનલેવામાં આવ્યુ ંહતું. ઓડિશન આપીને પાછી ઘરે ફરતી હતી તેટલામાં જ આમિર તરફથી સંદેશો મળ્યો હતો અને સાક્ષીએ આમિરને ફોન કર્યો. ત્યારે અભિનેતો તેને 'દંગલની ટીમમાં તમારું સ્વાગત છે તમે બોર્ડમાં સામેલ થયા છો.

આમિરની આ વાત સાંભળીને સાક્ષીના આનંદનો પાર રહ્યો નહોતો. જોકે સાક્ષીને પાછળથી આમિરના એક ઇન્ટરવ્યુ પરથી જાણ થઇ હતી કે આમિરની માતાની સલાહથી અભિનેતાએ સાક્ષીને આ પાત્ર માટે પસંદ કરી હતી.

આમિર સાથે સેટ પરનો અનુભવ સાક્ષી માટે યાદગાર રહ્યો છે. અભિનેત્રીને એવો પૂર્વગ્રહ હતો કે આમિર વધુ પડતો ગંભીર અને જુનિયર કલાકારોથી અંતર જાળવતો હશે. પરંતુ એ તેનો ફક્ત ભ્રમ જ બની રહ્યો. સેટ પર આમિર દરેકની સાથે બહુ જ મિત્રતાસભર વર્તણુક કરતો હતો. અને બધા સાથે હળીમળીને રહ્યો હતો.

સાક્ષીની કાસ્ટિંગ ટીમમાં સૌથી છેલ્લે થઇ હોવાથી. સેટ પર ભાષાની તાલીમ લગભગ બધાન અપાઇ ગઇ હતી. પરંતુ તેમની ભાષાની શિક્ષિકાએ સાક્ષીને થોડો વખત પ્રેકટિસ આપી હતી.

પછી તો   અભિનેત્રી પાત્રમાં ગળાડૂબ થઇ ગઇ હતી. તે ભાષાના ઉચ્ચારો પણ જલદી શીખી ગઇ હતી. સાક્ષી પોતે અલવર હરિયાણાથી હોવાથી તેને કોઇ તકલીફ પડી નહોતી. નિતિસ સરે સાક્ષીને પાત્રમાં ઓતપ્રોત થવા બહુ જ મદદ કરીહતી તેમ સાક્ષીએ જણાવ્યું હતું.

Post Comments