Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વાણી કપૂર - ખુશ છે પોતાના વાસ્તવિક સૌંદર્યથી

'શુધ્ધ દેશી રોમાંસ'થી બોલીવૂડમાં પદાર્પણ કરનાર વાણી કપૂરની બીજી ફિલ્મ 'બેફિકરે' તાજેતરમાં રજૂ થઇ. અભિનેત્રીએ એક વખત કહ્યું હતું કે તેની પ્રથમ ફિલ્મનો અભિનય જોઇને   આદિત્ય ચોપરા જેવા જાણીતા ફિલ્મ સર્જકે તેને આ ફિલ્મમાં લીધી છે. અને તેને આ ફિલ્મથી બહુ આશા છે.

પરંતુ આ મૂવી રજૂ થઇ પછી દર્શકોને નિરાશા હાથ લાગી છે. આ ફિલ્મમાં ઢગલાબંધ રોમાન્સ, શ્રેણીબધ્ધ ચુંબન દ્રશ્યો અને અસભ્ય ભાષાની ભરમાર છે. ખરેખર તો રોમાંટિક ફિલ્મના નામે પણ આ સિનેમા ખાસ ચાલી ન શકે. વાણી કપૂરે તેમાં શાયરા ગિલ નામની મોંફાટ યુવતીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ સર્જક આદિત્ય ચોપરાએ કહ્યું હતું કે તે એમ્પાવર્ડ વુમનનું પ્રતિનિધિત્વ કરી રહી છે.

પણ ખરેખર એવુું નથી. તે અત્યંત ઉધ્ધત અને એનઆરઆઇ પરિવારની મૂઝાયેલી યુવતી બનીને રહી ગઇ છે. આ મૂવી પછી  આગળ જતાં વાણીને કેવી  ફિલ્મો મળશે તે તો સમય જ કહેશે. પરંતુ વાણી માટે તો આ ફિલ્મ સરસ જ છે. અને તેની રજૂઆત પછી તે આ ફિલ્મ સર્જન દરમિયાનની વાતો સંભારે છેે.

તે કહે છે કે આ  ફિલ્મમાં રણવીર સિંહ સાથે કામ કરતી વખતે હું સતત આશ્ચર્ય અનુભવતી રહેતી હતી કે તેનામાં આટલી બધી ઊર્જા આવે છે ક્યાંથી. મારા મતે આ કલાકારમાં ઊર્જાનો ભંડાર ભર્યો છે જે ક્યારેય ખૂટતો જ નથી. હું તેને કામ કરતો જોતી જ રહી જતી.

ખરેખર તો મને તેને જોવાની મઝા આવતી. તે પ્રત્યેક મૂવીમાં કાંઇક એવું કરી બતાવે છે જે યાદગાર બની જાય. 'બેફિરે'નો તેનો રોલ તેની અગાઉની ભૂમિકાઓ કરતાં તદ્ન વેગળો હતો. આમ છતાં તેણે તેને બખૂબી નિભાવ્યો.હું તેની સાથે કામ કરતી વખતે એક્ટિંગ કરતી હતી, જ્યારે તે સઘળા દ્રશ્યો એકદમ સહજતાથી ભજવી રહ્યો હતો. જાણે તે અભિનય ન કરી રહ્યો હોય પણ જે તે પાત્ર જીવી રહ્યો હોય.

જોકે અભિનેત્રી કહે છે કે વાસ્તવિક જીવનમાં હું શાયરા જેવી બિલકુલ નથી. મારો આ રોલ મારી પહેલી ફિલ્મની ભૂમિકા કરતાં એકદમ જુદો હતો. પણ હું એક અભિનેત્રી છું. અને એ કરું છું જે દિગ્દર્શક ઇચ્છે. તે વધુમાં જણાવે છે કે આદિત્ય ચોપરા જેવા મોટા ગજાના ફિલ્મ સર્જક સાથે કામ કરવાનું હોવાથી આરંભના તબક્કામાં હું થોડી ગભરાયેલી હતી.

પરંતુ અમે શૂટિંગ માટે પેરિસ ગયા તેનાથી પહેલા મેં મારા પાત્ર માટે આદિત્ય ચોપરા સાથે વર્કશોપ કરી હતી. તે વખતે રણવીર સિંહ પોતાની ફિલ્મ 'બાજીરાવ મસ્તાની'ના પ્રમોશનમાં વ્યસ્ત હતો. વર્કશોપ દરમિયાન આદિત્ય ચોપરાએ મને મારા પાત્ર વિશે રજેરજની માહિતી આપી હતી. તેણે શાયરાની ભૂમિકામાં મારે શું અને કેવી રીતે કરવાનું છે તે એવી રીતે સમજાવ્યું હતુ જાણે શાયરા મારી સામે જીવતીજાગતી ઊભી હોય.

આદિત્યએ મને અને રણવીરને છથી સાત દિવસ સુધી આ ફિલ્મની સ્ક્રીપ્ટ એકસાથે વાંચી  અને રીહર્સલ કરવા કહ્યું હતું. તેણે અમને કહ્યુંહતું કે ત્યાર પછી અમારે આ પાત્રો જીવંત કરવાના છે. અને અમે ખરેખર એટલી બધી તૈયારી કરી કે શૂટિંગ વખતે અમને સ્ક્રીપ્ટને અડવાની પણ જરુર નહોતી પડી.

તાજેતરમાં એમ સાંભળવા મળી રહ્યું હતું કે વાણીએ તેના હોઠની કોસ્મેટિક સર્જરી કરાવી છે અથવા બીજી કોઇ ટ્રીટમેન્ટ દ્વારા તેને વધુ આકર્ષક બનાવ્યા છે. જોકે અભિનેત્રી આ વાતનો ઇનકાર કરતાં કહે છે કે ના, મેં એવું કાંઇ નથી કર્યું. અને તેના એક કરતાં વધારે કારણો છે.

સૌથીપહેલા તો આ ટ્રીટમેન્ટ બહુ મોંઘી છે. બીજું તેને કારણે જે પીડા થાય તે સહેવાની મારી કોઇ તૈયારી નથી. હું હાથે કરીને પીડા વહોરી લેવામાં નથી માનતી. વળી આવી કોઇપણ ટ્રીટમેન્ટ કાયમી નથી હોતી. અને સૌથી મહત્વની વાત તો એ છે કે હું મારા કુદરતી દેખાવથી ખુશ છું. અને મને તેમાં કોઇપણ જાતનો ફેરફાર કરવાની જરુર નથી વરતાતી.

Post Comments