Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફરહાન અખ્તર - પંદર વર્ષમાં પાપારાઝીના કલ્ચરથી ટેવાઈ ગયો છે

આ વર્ષના ઑગસ્ટ  મહિનામાં ફરહાન અખ્તરે બોલીવુડમાં પંદર વર્ષ પૂરાં કર્યાં છે.  એથી ૧૫ વર્ષની  કારકિર્દી દરમિયાન ફરહાન અખ્તરે માત્ર એક સર્જક જ નહીં પરંતુ અભિનેતા તરીકે પણ પોતાની ઓળખ પ્રસ્થાપિત કરી છે. એ હવે ફિલ્મો અને  દર્શકોના પ્રત્યે વધુ માત્ર જાવેદ અખ્તર અને હની ઈરાનીનો પુત્ર  માત્ર નથી પરંતુ ઝોયા અખ્તરનો ભાઈ પણ છે. જો કે  આ બાબતનું એના પર કોઈ વધારાનું દબાણ ઉભું નથી કરતી.

ફરહાન કહે છે કે એના પર  કોઈના પુત્ર અથવા ભાઈ હોવાનું દબાણ નથી.  જો કે એની દરેક ફિલ્મની રિલિઝ  અગાઉ એ તીવ્ર તાણ અને ભયંકર  દબાણનો અનુભવ કરે છે. ફિલ્મના પ્રત્યેક પાસા,  ફિલ્મ સાથે સંકળાયેલી વ્યક્તિઓ અને દર્શકો માટે એની અમુક જવાબદારીઓ છે એવું  ફરહાન માને છે. 

એ કહે છે કે માત્ર એ સ્વંય નહીં પરંતુ દરેક સર્જક એમ ઈચ્છે છે કે દર્શકો એમના કામની પ્રશંસા કરે. એ હંમેશા એવી આશા રાખે છે કે દર્શકો એની ફિલ્મ પસંદ કરે અને સમગ્ર યુનીટના સભ્યોએ કરેલી મહેનતને અનુમોદન આપે. આમ પ્રેક્ષકોની અપેક્ષાને અનુરૃપ ફિલ્મો બનાવવાનું એના પર ભારે દબાણ  હંમેશા હોય છે એવું એનું કહેવું છે.

ફરહાન અખ્તર એવો દાવો  બિલકુલ નથી કરતો કે એક નિર્દેશક તરીકે એનો ટ્રેક રેકોર્ડ બીજાઓ માટે ઈર્ષાજનક છે. પરંતુ એ એવું ચોક્કસ માને છે કે ફિલ્મ જેવા સર્જનાત્મક ક્ષેત્રમાં તમે કથા, વિષય-વસ્તુની પસંદગી મહત્ત્વની પૂરવાર થાય છે. ફિલ્મના ક્ષેત્ર સાથે સંકળાયેલી પ્રત્યેક વ્યક્તિને  'હા' અથવા 'ના' કહેવાનો  અધિકાર છે. આ હા અને ના શબ્દની પસંદગીમાં સર્જકનું ભવિષ્ય છૂપાયેલું હોય છે.

ફરહાનનું કહેવું છે કે કોઈ ફિલ્મના દિગ્દર્શનનું  પાંસુ સંભાળતા હોય ત્યારે પસંદગીની બાબત મહત્ત્વની છે  કારણ કે આ યોજના પાછળ સર્જક એના જીવનના વર્ષ-દોઢ વર્ષ  ફાળવી દે છે. ફરહાન કહે છે કે કોન સિરિઝ હોય, દિલ ચાહતા હૈ હોય કે પછી લક્ષ્ય જેવી ફિલ્મ હોય, જો કોઈ વ્યક્તિ એના  કામ પરથી પ્રેરણા લેતી હોય તો એ ખરેખર આનંદદાયક અને ગૌરવપૂર્ણ બાબત છે. કારણ કે આ બાબત એના માટે પણ એટલી જ લાગુ પડે છે. એ પોતે પણ બીજા સર્જકોના કામ પરથી પ્રેરણા લે છે.

ફરહાન માને છે કે એ ઉદ્યોગ સાથે દિગ્દર્શક અને  અભિનેતા તરીકે સંકળાયેલો છે અને ફિલ્મના આ બન્ને પાસા એકબીજાથી જુદા છે. એક અભિનેતા તરીકે એ દિગ્દર્શનના સૂચનનો અમલ કરે છે અને સ્ક્રીપ્ટમાં લખાયેલા શબ્દોને ફિલ્મના પરદે જીવંત કરે છે. જ્યારે દિગ્દર્શક તરીકે એના ખભા પર આખી ફિલ્મની જવાબદારી હોય છે.

ફરહાન કહે છે કે એ દિગ્દર્શકની ભૂમિકામાં ફિલ્મનું સુકાન સંભાળતો હોય ત્યારે  એક પણ  બાબતને હળવાશથી નથી લેતો. આ સમયે એણે નિશ્ચિત બજેટમાં ચોક્કસ  પ્રતિભાઓ સાથે પનારો પાડવાનો હોય છે. આને કારણે એણે તમામ બાબતો પ્રત્યે  બેહદ સંવેદનશીલ અને ગંભીર હોવું અત્યંત  જરૃરી છે. જે સમયે સર્જક માત્ર પોતાને કેન્દ્રમાં રાખીને  વિચારવાનું ચાલું કરે તે સમયે જ ફિલ્મનો ઢાંચો કડડભૂસ થઈ જાય છે. વાર્તા કોઈ પણ ફિલ્મનો પ્રાણ હોય છે અને ફિલ્મની રચના કરતી વખતે સ્વંયને ઓગાળી વાર્તાનું ધ્યાન રાખવું જરૃરી છે એવું એ માને છે.

ફરહાન માને છે કે એના પિતા જાવેદ અખ્તર પાસે અનેક વિષયો અને વણકહી વાર્તાનો ભંડાર છે જે વિશ્વ સમક્ષ ઉજાગર થવો જરૃરી છે.

ફરહાન કહે છે કે એની ભૂમિકા માત્ર દિગ્દર્શક સુધી મર્યાદિત હતી ત્યાં સુધી એનો ચહેરો એટલો  લોકપ્રિય ન હતો પરંતુ અભિનય કર્યા બાદ એનું જાહેરમાં નીકળવું મુશ્કેલ બની ગયું છે. જોકે પાપારાઝીના આ કલ્ચરથી હવે એ ટેવાઈ ગયો છે. એ કહે છે કે એના અંગત જીવનની વાતો  સાર્વજનિક જીવનમાં અને સોશિયલ મિડિયાના પ્લેટફોર્મ પર ચર્ચાય ત્યારે એને દુઃખ થાય છે.

એ કહે છે કે કોઈ પણ વ્યક્તિ જો એવો દાવો કરે કે આની અસરથી એ મુક્ત છે તો એ ખોટું બોલે છે. જો દર પખવાડિયે કે મહિને કોઈના વિશે મારી મચડીને કંઈ પણ  લખવા બોલવામાં આવે તો એની એના પર વિચરીત અસર થાય છે.
 

Post Comments