Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઐશ્વર્યા સખુજા - શોમાં ખાનગી ડિટેકટિવની ભૂમિકાથી રોમાંચિત

ઐશ્વર્યા સખુજાનું કહેવું છે કે એણે તમામ પ્રકારના વિષયો પર બનેલી  ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ કોમેડી પર પ્રથમ વાર હાથ અજમાવ્યો છે.

ઐશ્વર્યા સખુજા હવે અંડર કવર એજન્ટની ભૂમિકા ભજવે  છે. ટીવીના સ્ક્રીન પર નાની મોટી પંદર ભૂમિકા ભજવીને  એણે  દર્શકોને પ્રભાવિત કરવામાં સફળતા મેળવી છે. હોલીવુડની  'ચાર્લી'સ એન્જલ' પરથી સહેજ પ્રેરિત ટેલિવિઝન શો 'ત્રિદેવીયા'માં ઐશ્વર્યા ખાનગી ડિટેક્ટિવની ભૂમિકામાં દેખા દે  છે. આની સાથોસાથ એ પોતાના કુટુંબનું ભરણપોષણ પણ કરે છે.

 ઐશ્વર્યા પોતાની ભૂમિકા અંગે વધુ સ્પષ્ટતા કરતા કહે છે કે આ ધારાવાહિકમાં એના કૌટુંબીજનોને એ વાતની માહિતી નથી કે એ એક જાસૂસ છે. આ ઘરના એના સસરા દિનાનાથ ચૌહાણની માલિકીનું છે. એના સસરા પણ અંડર કવર એજન્ટ  હતા અને એને અંડર કવર આર્મીમાંથી એના માટે કાઢી મૂકવામાં આવ્યા હતા કારણ કે ડ્રોન ગમાશા સાથે એને ફાવતું નથી. આનું વેર લેવા માટે એના સસરા પોતાની એક નાનકડી પરંતુ સજ્જ ટુકડી બનાવે છે. એના સસરાને ઐશ્વર્યામાં એક તેજ અને આશા દેખાય છે જેથી એની ક્ષમતાની વધુ ધાર કાઢવા એને  તાલીમ આપે છે.  ત્યારબાદ  એ એની પુત્રવધુ બને છે.

ઐશ્વર્યા કહે છે કે આ આમા લાલ કિલ્લાનું પાત્ર ભજવે છે જે એક સિનિયર મોસ્ટ  એજન્ટ છે. આ એક ઐતિહાસિક સ્મારક પરથી લેવામાં આવેલું નામ છે કારણ કે એ મજબૂતાઈનું પ્રતિક છે. ભારત પર મોગલ  શાસકોએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે પણ લાલ કિલ્લો એવો અણ કિલ્લો રહ્યો હતો જે કોઈ પણ હુમલાનો પ્રતિકાર કરવા સક્ષમ હતો.

એનું કહેવું છે કે એ એક કલાકાર માત્ર છે અને આ વાર્તાનો વિચાર લેખકને કેવી રીતે આપ્યો એની એને બિલકુલ જાણ નથી. એણે તમામ પ્રકારના વિષયો પર બનેલી  ફિલ્મોમાં કામ કર્યું છે. પરંતુ કોમેડી પર પ્રથમ વાર હાથ અજમાવ્યો છે.

ઐશ્વર્યા સખુજાનું માનવું છે કે આ શોમાં કોમેડી, રોમાંચ, રોમાંસ અને એક્શન દ્રષ્યોની ભરમાર છે. આ ઉપરાંત આમાં રહસ્યના તત્ત્વને પણ આવરી લેવામાં આવ્યું છે. ગંભીરતા અને રમૂજનું શ્રેષ્ઠ  સંતુલન આ શોમાં સાધવામાં આવ્યું હોવાનો એનો દાવો છે.

Post Comments