Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિવેક ઓબેરોય : ડિજીટલ માધ્યમમાં કામ કરવું પડકારજનક

વિવેક ઓબેરોય હવે મનોરંજનના  આધુનિક માધ્યમમાં  ઝંપલાવ્યું છે. મોટે પડદે પોેતાની અભિનયક્ષમતા  સાબિત કર્યા પછી હવે એણે  ડીજીટલ પ્લેટફોર્મમાં  પોતાની જાતને પૂરવાર કરી છે.  એની  વેબ સિરીઝ 'ઈન સાઈડ એજ' હવે સફળ નીવડી છે.

આ સિરિઝના નિર્માતા રિતેશ સિધવાની અને ફરહાન અખ્તર છે. આ બંનેએ આ સિરિઝ માટે વિવેકનો  સંપર્ક કર્યો ત્યારે વિવેક ખાસ ઉત્સુક નહોતો. પરંતુ આ વાટાઘાટો  દરમિયાન  એને આ સીરિઝનાં  બજેટ વિશે માહિતી આપવામાં આવી ત્યારે એ ચકિત થઈ ગયો.  કોઈ સામાન્ય ફિલ્મ  કરતા ત્રણ ગણું બજેટ આ વેબ સીરીઝ માટે  હતું. આ  સીરિઝની  રચના કરણ અંશુમાને કરી છે. 

આમાં  રાજકારણમાં  ખેલાતા  આટાપાટાઓને  આવરી લેવામાં આવ્યા છે. સેક્સ, પૈસા અને પાવરથી રાજકારણ છલોછલ છે. અને આ સીરિયલમાં આ બધુ દર્શાવવામાં આવ્યું છે. વિવેક આમાં બિઝનેસ મેન છે. આ સિરિઝનું  પ્રસારણ ઈન્ટરનેટના માધ્યમથી ૧૯૬ દેશોમાં થયું છે. આ સીરીઝની વિવેક આંતરરાષ્ટ્રીય ચહિતો ચહેરો બન્યો  છે.

વિવેક કહે છે કે મનોરંજનનું  નાનું માધ્યમ મોટા પડકાર ખડા  કરે છે. કોઈ કલાકાર જ્યારે ફિલ્મોનો હિસ્સો બને ત્યારે   એણે પોતાના પાત્ર અંગે મહત્તમ ૧૨૦-૧૪૦ મિનિટ સભાન અને સચેત રહેવું પડે છે. જ્યારે અહીં લગભગ ૪૦૦ મિનિટ સુધી પાત્રને આત્મસાત કરવું પડે છે. એ કહે છે કે પહેલી સીઝનને  મળેલી સફળતાને  જોઈ હવે આના બીજો મણકાની તૈયારી પૂરજોશમાં  એનું માનવું છે કે ઈન્ટરનેટના પગપેસારા પછી મનોરંજનના  વિશ્વને એક નવો અને અનોખો આયામ મળ્યો છે. નવા  માધ્યમે  આ ઉદ્યોગનું  માળખું બદલી નાખ્યું છે.

એના માનવા પ્રમાણે આજે બે કરોડ ભારતીયો  થિએટરોમાં જઈ  ફિલ્મ જુએ છે. આની સામે જંગી ૪૦ કરોડ ભારતીયો  ફિલ્મો અને શો પોતાના સ્માર્ટફોન પર ડાઉનલોડ કરે છે. નવા માધ્યમને કારણે દર્શકોનો એક નવો વર્ગ અસ્તિત્ત્વમાં  આવ્યો છે. એના માનવા પ્રમાણે  નવા માધ્યમનું  શ્રેષ્ઠ પાસુ એ  છે કે આમાં સેન્સર બોર્ડર અને વિતરકો આડા નથી આવતા .

વિવેક માને  છે કે હવે વિવિધ પ્રાંતીય ફિલ્મો વચ્ચેનો તફાવત અને ચડસાચડસી ભૂતકાળથી બાબત બની ગઈ છે.  વિવેકે હાલમાં દક્ષિણની  એક  ફિલ્મમાં  વિલનની ભૂમિકા સ્વીકારી છે.  એ  કહે  છે હવે હિન્દીની  સહુથી મોટી બ્લોકબસ્ટર 'બાહુબલી-ટુ' છે. એનું માનવું  છે કે દેશના સિનેમા ઉદ્યોગમાં  હવે પરિવર્તનનો  પવન ફૂંકાયો છે.

દર્શકો ભાષાના ભેદભાવ વગર સારી  ફિલ્મો જુઆ માંગે  છે. ભાષા  હવે વિઘ્ન નથી રહ્યું. વિવેકનો મત  છે કે હોલીવૂડની  જેમ  બોલીવૂડમાં  સ્ક્રીન રાઈટીંગને મહત્ત્વ આપવું જોઈએં.   આપણા સામાન્ય શૈક્ષણિક અભ્યાસક્રમોમાં હવે  'ફિલ્મ મેકીંગ' નો સમાવેશ કરવાની હિમાયત વિવેક કરે છે. દેશમાં    ફિલ્મનું  શિક્ષણ આપતી બે ચાર સંસ્થાઓ  છે જે સંખ્યા વિવેકના મત પ્રમાણે  અપૂરતી છે.  ફિલ્મના વિવિધ પાસાઓ અંગે શિક્ષણ આપતી ઓછામાં ઓછી  ૧૦૦  સંસ્થાઓ હોવી જોૈઈએ એવું એ દ્રઢપૂર્વક માને છે.

વિવેક માને  છે કે આ ઉદ્યોગમાં  સારું કામ મળે એ માટે નસીબનું પરિબળ મહત્ત્વનું  છે.  અહીં  સફળ થવા માટે આકરી મહેનત ઉપરાંત  સ્માર્ટ હોવું પણ અત્યંત જરૃરી છે.  એણે જ્યારે  વેબ સિરિઝમાં કામ કરવાની  ઓફર સ્વીકારી ત્યારે એણે જોખમ લીધું હતું. એ માને  છે કે 'સ્ટારડમ'  કાયમી નથી. આ ઉદ્યોગમાં  ઉતાર-ચઢાવ અત્યંત સામાન્ય  છે.

અભિનય ઉપરાંત હવે વિવેકે  નિર્માણક્ષેત્રે  ઝંપલાવ્યું  છે. આની સાથોસાથ  એણે  સાહસોમાં  પણ રોકાણ કર્યું છે. એણે એના જીવનને ચાર ભાગોમાં વહેંચી લીધું  છે. કુટુંબ, સમાજ સેવા , બિઝનેસ અને  ફિલ્મો પાછળ એ પોતાનો સમય ફાળવે છે. એણે  સામાજીક ક્ષેત્રે  ઝંપલાવ્યું એનો સઘળો યશ એ એની માતાને આપે છે. એણે એક શાળા ખોલી છે જેમાં  એ સમાજના નબળા વર્ગોમાંથી આવતી છોકરીઓને  મફત શિક્ષણ પૂરું પાડે  છે. 

હાલમાં આ આવી  ચાર સંસ્થાઓનું સંચાલન  વિવેક એની માતા સાથે મળીને કરી રહ્યો છે. ભૂતકાળમાં  એનો સલમાન સાથે યંત્રો  થયો ત્યારે વિવેકને  બોલીવૂડમાં  ટકી રહેવામાં ઘણી મુશ્કેલીઓનો સામો કરવો પડયો  હતો.  ત્યારે એને લાગતું હતું કે એના પર મુશ્કેલીઓનો  પહાડ તૂટી પડયો  છે. આ સમયે  એની માતા એને તાતા મેમોરિયલ હોસ્પિટલ લઈ ગઈ. ત્યાં એણે કેન્સરના  દર્દીઓને જોયા અને  એનો જીવન પ્રત્યેનો  દ્રષ્ટિકોણ બદલાઈ ગયો.

વિવેક કહે  છે કે આ એક મુલાકાતે એનો જીવન પ્રત્યેનો  અભિગમ બદલી નાખ્યો. એણે   ફિલ્મોમાં કામ કરવાની ગતિ ઓછી કરી નાખી. વર્ષ ૨૦૦૮થી ૨૦૧૩  દરમિયાન વિવેક વર્ષે સરેરાશ ચાર  ફિલ્મોનો હિસ્સો બનતો  હતો. જેના શૂટીંગ માટે એ મહત્તમ સમય ઘરની બહાર વિતાવતો હતો. એનો પુત્ર વિવાન મોટો થતો હતો ત્યારે એ ભાગ્યે જ એની સાથે સમય પસાર કરી શક્યો હતો. હવે એ માને  છે કે એના બાળકો એના જીવનનું  સહુથી  મજબૂત પાસું છે. એ પોતાના પુત્રને હવે મિત્ર માને છે જ્યારે એની દીકરી અમેયા એની 'પ્રિન્સેસ'  છે.

વિવેક કહે છે કે એના માતા-પિતા સુરેશ અને  યશોધરા ઓબેરોય એના સંતાનોમાં  મૂલ્યોનું સિંચન કરી રહ્યાં  છે.   એના  બાળકો સપના જોઈ શકે અને એને સાકાર કરી  શકે એ માટે બંને સતત પ્રયત્નશીલ છે.  હવે એ જ્યારે ઘરે પહોંચે છે  ત્યારે   ફિલ્મો અને અન્ય વ્યવસાયોને  પાછળ  મૂકી દે છે. પોતે એક અચ્છો અને મજબૂત વ્યક્તિ બની  શક્યો એનું સઘળું શ્રેય એ પત્ની પ્રિયંકાને આપે છે.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments