Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોલીવૂડમાં જારી છે ફ્રેન્ચાઈસીઓની સફળતાનો દૌર

છેલ્લાં  કેટલાંક વર્ષથી  બોલીવૂડમાં  ફ્રેન્ચાઈસીનો   ટ્રેન્ડ પૂરબહારમાં  ખીલ્યો છે, દર્શકોએ  જે રીતે 'ગોલમાલ', ફ્રેન્ચાઈસીની તાજેતરમાં રજૂ થયેલી 'ગોલમાલ અગેન' નો વધાવી  લીધી તે જોતાં આ ચલણ હજી લાંબુ ટકશે એમ સ્પષ્ટ દેખાય  છે.

આ   ફિલ્મે  આ વર્ષની  બોક્સ ઓફિસની રેસમાં  બધી  ફિલ્મોને  પાછળ મૂકી દીધી. મહત્ત્વની વાત એ  છે કે બોલીવૂડની  ત્રણ સૌથી મોટી ફ્રેન્ચાઈસી 'હાઉસફૂલ' (૨૦૧૦), 'સિંઘમ' (૨૦૧૧) અને  'ગોલમાલ' (૨૦૦૬) માંની 'ગોલમાલ  અગેન' ને અપ્રતિમ  સફળતા મળી છે અને 'હાઉસ ફૂલ-૪'  બનાવવાની જાહેરાત કરી  દેવામાં આવી  છે. તાજેતરમાં  સાજિદ ખાને જાહેરાત કરી  હતી કે તે  અક્ષય કુમારન લઈને  'ગોલમાલ-૪' બનાવવાનો  છે.

મઝાની વાત  એ   છે કે  હિન્દી  ફિલ્મોદ્યોગના ટોચના કલાકારો  બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈસીઓમાં  રાજીખુશીથી કામ કરે  છે. આ કલાકારોમાં અજય દેવગણે 'સિંઘમ' અને 'ગોલમાલ' સિરીઝ કરી  છે. જ્યારે અક્ષય કુમારે 'હાઉસફૂલ', 'હેરાફેરી'  અને 'ખિલાડી' ની  શ્રેણીમાં  કામ કર્યું  છે.

અન્ય કલાકારોની  ફ્રેન્ચાઈસીઓ  પર નજર નાખીએ તો હૃતિક રોશને બોલીવૂડને  સુપરહીરો  શ્રેણીની  ફિલ્મો 'ક્રિશ'  આપી  છે. સંજય  દત્તનું નામ રાજકુમાર હિરાણીની  ફ્રેન્ચાઈસી 'મુન્નાભાઈ' સાથે સંકળાયેલું  છે. દેઓલ પરિવારે 'યમલા પગલા દિવાના' ની ફ્રેન્ચાઈસી  રજૂ કરી  છે. આ સિવાય છેલ્લા  કેટલાંક વર્ષમાં  'રેસ', 'વેલકમ', 'ધૂમ', 'સરકાર'  અને 'રાઝ' ની  પણ શ્રેણીઓ બની  છે.

બોલીવૂડની  ફિલ્મોના વિશ્લેષકો કહે છે કે આ ફિલ્મોમાંથી મળતા  ભરપૂર મનોરંજનના  પગલે તેને અપ્રતિમ  સફળતા મળી રહી  છે.  વળી  જ્યારે  કોઈ  ફ્રેન્ચાઈસી  બ્રાન્ડ બની  જાય ત્યારે    દર્શકો આપોઆપ તેના પ્રત્યે ખેંચાઈ આવે છે. તેઓ વધુમાં કહે છે કે સલમાન ખાનને  લઈને બનાવવામાં આવેલી 'જુડવા'  છેક ૧૯૯૭માં  રજૂ થઈ હતી. આમ  છતાં વરૃણ ધવનની 'જુડવા-૨' ને મળેલી  લોકપ્રિયતા જોતાં આ શ્રેણીની  ત્રીજી  ફિલ્મ બને તો નવાઈ નહીં,.

ટોચના   અભિનેતાઓ પણ વિશ્લેષકોની વાત માનતા હોય એ રીતે કહે છે કે એક સમય પછી  ફ્રેન્ચાઈસી  ખરેખર બ્રાન્ડ બની જાય છે. અજય દેવગણ કહે  છે કે   જ્યારે  કોઈ  ફિલ્મનું ચોક્કસ પાત્ર અત્યંત માનીતું  બની  જાય ત્યારે જ તેની ફ્રેન્ચાઈસી બની શકે.  જે તે  ફિલ્મની બીજી,  ત્રીજી કે ચોથી મૂવીની   સમગ્ર કહાણી બદલાઈ જાય, આમ છતાં તેનું  લોકપ્રિય બનેલું પાત્ર દર્શકોને મનોરંજન પૂરું પાડતું રહે. 'ગોલમાલ' શ્રેણી  આ વાત પુરવાર કરે  છેેેે.

આવો જ આ અભિપ્રાય હૃતિક રોશનનો પણ  છે. તે કહે છે કે અમે 'ક્રિશ-૪'  બનાવવાની તૈયારી કરી રહ્યાં છીએ. હું આ  ફિલ્મ કરવાથી જરાય ગભરાતો નથી. અને મારા  પિતા રાકેશ રોશન આ  સિનેમા બનાવવા અત્યંત ઉત્સુક છે. હું પણ માનું છું કે આ  સિરિઝમાં વધુ એક મણકો જોડવો જરૃરી  છે.

છેલ્લાં  થોડાં વર્ષમાં  બોલીવૂડમાં 'ધમાલ', 'વેલકમ', 'રાગિણી એમએમએસ', 'મસ્તી', 'સાહબ બીવી ઔર  ગેંગસ્ટર', 'ફકરી', 'આશિકી' અને 'હેટ  સ્ટોરી' ની   ફ્રેન્ચાઈસીઓ આવી. અને દર્શકોએ તેને પસંદ પણ કરી. આમ છતાં રાકેશ રોશન માને છે કે બોલીવૂડમાં  કોઈપણ  ફિલ્મની  શ્રેણી એવી રીતે બનાવવામાં  નથી આવતી જેવી રીતે તે ખરા અર્થમાં  બનાવવી જોઈએ.

તેઓ  પોતાની વાત સમજાવતાં કહે છે કે બોલીવૂડની  ફ્રેન્ચાઈસી  ફિલ્મોની  કહાણી  અગાઉની  ફિલ્મો સાથે સંકળાયેલી  નથી હોતી. જે રીતે અમારી 'ક્રિશ' સિરિઝની  કહાણીના મણકા સળંગ જોડાયેલા છે એ રીતે અન્ય  ફિલ્મોના નથી. તેના કલાકારો એ જ રહે  છે. પરંતુ કહાણી  અને સેટ અપ સમગ્રપણે બદલાઈ જાય છે.

જો કે  રાકેશ રોશન એ વાતથી ઈનકાર નથી કરતાં કે કથાનક જુદું  હોવા છતાં  દર્શકો   ફ્રેન્ચાઈસીની ફિલ્મો જોવાનું પસંદ કરે છે. આનું  કારણ સમજાવતાં  તેઓ કહે છે કે પ્રેક્ષકો તેના પાત્રો અને તેમના વિશ્વને સારી રીતે પિછાણતા  હોય છે.

તેથી તેમને એમ લાગે છે કે ચાલો,  ફિલ્મો  જોઈ જ લઈએ, મઝા આવશે. દર્શકોની આ   નાડ  ફિલ્મ સર્જકોએ  બરાબર પારખી લીધી છે.  તેથી જ સાજિદ  નડિયાદવાલા તેમની ફ્રેન્ચાઈસી  ફિલ્મમાં  ભરપૂર મનોરંજન મળી રહે એ વાતનું ખાસ ધ્યાન રાખે છે. નડિયાદવાલા કહે છે કે  'હાઉસફૂલ' ફ્રેન્ચાઈસીમાં આવતા મોજીલા વળાંકો  જ તેની ખૂબી  છે. તેના આગામી  ભાગમાં  પણ આવા જ વળાંકો જોવા મળશે.

જો કે  ફિલ્મની શ્રેણીઓના વધતા જતા  ચલણ સામે લાલબત્તી  ધરતાં નિષ્ણાતો  કહે  છે કે પ્રત્યેક શ્રેણીના નવા  મણકા સાથે  દર્શકોની અપેક્ષાઓ વધતી જાય છે. તેથી કોઈપણ  ફ્રેન્ચાઈસીની પહેલી  ફિલ્મ કરતાં બીજી અને બીજી કરતાં ત્રીજી  ફિલ્મ ચડિયાતી હોવી જ જોઈએ. જો તેમાં જરાસરખી પણ કચાશ  રહી જાય તો તે શ્રેણી ફેંકાઈ જાય. એટલું જ નહીં, દર્શકોનો ભરોસો ફ્રેન્ચાઈસીઓ પરથી  ઉઠી જાય.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments