Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઓલિવિયા કલ્પો અને ડેન્ની અમેન્ડોલાની ''રીલેશનશીપ ઓવર''

સંબંધ વિચ્છેદનું કારણ ભસ યુનિવર્સની વૈભવશાળી જીવનશૈલી

ઓલિવિયા કલ્પોએ પૃષ્ટિ આપી છે કે એની અને ડેન્ની અમેનડોલા વચ્ચેનો  સંબંધ હવે પૂરો થઈ ગયો છે. ગયા  અઠવાડિયે જ બન્ને  વચ્ચેનો સંબંધ પૂરો થવાની અટકળો તેજ થઈ જ્યારે ડેન્નીએ સોશિયલ સાઈટ પર ઓલિવિયાને અનફોલો કર્યું. ઓલિવિયા મિસ યુનિવર્સ-૨૦૧૨નું ટાઈટલ જીતી ચૂકી છે તો ડેન્ની એનએફએલનો ખેલાડી છે.

બે સપ્તાહ અગાઉ ઓલિવિયાએ એક ઈન્ટરવ્યુમાં અફવાઓને વિરામ આપતા કહ્યું કે એની અને ડેન્ની વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. બન્ને બે વર્ષ રીલેશનશીપમાં રહ્યા હતા. ઓલિવિયાએ કહ્યું કે હવે એ નવેસરથી જીવનનો પ્રારંભ કરશે. ઓલિવિયાએ એક વેબ પોર્ટલને આપેલી મુલાકાતમાં કહ્યું કે જીવનમાં બધા બ્રેકઅપના સમયગાળામાંથી પસાર થતા હોય છે. અંગત રીતે આ એના માટે સંવેદનશીસ બાબત છે એટલે સંબંધ-વિચ્છેદના કારણ અંગે ફોડ નહીં પાડે.

હોલીવુડમાં લોકોનું માનવું છે કે ઓલિવિયાની વૈભવશાળી અને ફાસ્ટ જીવનશૈલી ડેન્નીને પસંદ નહોતી.
 

Post Comments