Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એન્જેલિના જોલીના જીવનમાં કોઈ પુરુષ નથી : ડેટ પર જાય છે પરંતુ એ સંબંધ ગંભીર નથી

એન્જેલિના જોલી અને બ્રાડ પીટ્ટના સંબંધ વિચ્છેદ પછી એન્જેલિના જીવનમાં આગળ વધી ગઈ છે અને રીયલ એસ્ટેટ એજન્ટ સાથે ડેટ કરી રહી છે એવી અફવાઓથી હોલીવુડ ગાજી ઉઠયું હતું. પરંતુ એન્જેલિનાના નિકટવર્તી વર્તુળોએ આ સમાચારને પાયાવિહોણા લેખાવતા કહ્યું કે એન્જેલિના કોઈ પણ વ્યક્તિ સાથે ડેટીંગ નથી કરી રહી.  એણે સંપૂર્ણ ધ્યાન બાળકોના ઉછેર પર કેન્દ્રિત કર્યું છે. હાલમાં એનો વ્યવસાયિક બેઠકો બાદ કરતા બહારના કોઈ પણ પુરુષ સાથે વાતચીતનો સંબંધ નથી.

એન્જેલિના અમુક પુરુષોને મળી જરૃર છે પરંતુ એ તમામ બિઝનેસ  મિટિંગ હતી. જોલી અને બ્રાડના સંતાનોએ પાછલા કેટલાક મહિનાઓમાં ઘણીવાર રેડ કાર્પેટ વોક કર્યું છે. માનવ અધિકાર ચળવળકતો અને હોલીવુડની કદાવર અભિનેત્રીએ વર્ષ ૨૦૧૬માં બાળકોની હંગામી કસ્ટડી લીધી છે. જ્યારે બ્રાડને આગોતરી જાણ કરીને બાળકોને મળવાની મંજૂરી મળી છે.

જોકે અમુક વિશ્વસનીય સૂત્રોએ કહ્યું છે કે એન્જેલિના કોઈ કોઈ વાર ડેટ પર જાય છે પરંતુ એ સંબંધ ગંભીર નથી.
 

Post Comments