Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ફિલ્મના શૂટીંગ દરમિયાન જ ગર્ભવતી બનેલી દેશી-વિદેશી અદાકારાઓ

કરીના  કપૂર :
કરીના  કપૂર હાલ  ફિલ્મ 'વીરે દી વેડિંગ' ના શૂટીંગમાં  વ્યસ્ત છે. જો કે આ ફિલ્મના  શૂટીંગના  પહેલા તબક્કામાં જ કરીનાને  એની ગર્ભવતી થઈ  હોવાની જાણ થઈ હતી. જો કે આને કારણે  એણે  ફિલ્મના  કેટલાક દ્રશ્યોનું   શૂટીંગ કરીને  ફિલ્મને  અટકાવી દીધી હતી.  ત્યારબાદ તે ડિલીવરીના  પછી પુત્રના જન્મના થોડા મહિના  બાદ તે ફરી અધૂરી  ફિલ્મનું   શૂટીંગ શરૃક કરી દીધું.

બોલીવૂડમાં  ફક્ત કરીના જ નહીં પણ  બીજી કેટલીક અભિનેત્રીઓ પણ  છે જેને શૂટીંગ કર્યા પછી ગર્ભવતી હોવાની જાણ થઈ હોય અને આ  જ અવસ્થામાં  ફિલ્મનું  શૂટીંગ પણ પૂર્ણ કર્યું હોય.

કાજોલ :  
૨૦૧૦ની  ફિલ્મ 'વી આર ફેમિલી' ના શૂટીંગ દરમિયાન જ કાજોલ ગર્ભવતી બની હતી. આ ફિલ્મમાં  કાજોલે  ત્રણ બાળકોની માતાનું પાત્ર ભજવ્યું હતું.   ગર્ભવતી બન્યા બાદ કાજોલે  ફિલ્મનું  શૂટીંગ પણ  પૂર્ણ કર્યું હતું.  ઉપરાંત  ફિલ્મના   પ્રમોશનમાં પણ ભાગ લીધો હતો. જો કે  અજય દેવગણની ઈચ્છા હતી કે કાજોલ આરામ કરે પણ કાજોલ એના તમામ કામ આટોપ્યા બાદ જ આરામ કર્યા હતા.

શ્રીદેવી  :
શ્રીદેવીને  જ્યારે એની પહેલી  પ્રેગનેન્સીની જાણ  થઈ ત્યારે એ  ફિલ્મ 'જુદાઈ' (૧૯૯૭) નું શૂટીંગ કરી રહી હતી. આ  ફિલ્મનું નિર્માણ એના પતિ બોની કપૂરે જ કર્યું હતું.  ગર્ભાવસ્થામાં જ શ્રીદેવી ફિલ્મના  કેટલાંક  સીનનું  શૂટીંગ પણ પૂર્ણ  કર્યું હતું.

જુહી ચાવલા  :
 જુહી ચાવલા ૨૦૦૧ની  સાલમાં  ફિલ્મ 'આમદની અઠ્ઠની ખર્ચા રૃપૈયા' નું શૂટીંગ કરી રહી હતી ત્યારે જ એને એની પહેલી  પ્રેગનન્સીની જાણ થઈ હતી. જો કે આ અવસ્થામાં  એણે  ફિલ્મનું શૂટીંગ પણ પુરું કર્યું હતું. ત્યારબાદ બીજી પ્રેગનેન્સી વખતે પણ જુહી 'ઝંકાર બિટ્સ'  ફિલ્મનું  શૂટીંગ કરી રહી હતી.

જયા બચ્ચન :
૧૯૭૫માં  આવેલી  ફિલ્મ 'શોલે' ના શૂટીંગ દરમિયાન જયા બચ્ચન ત્રણ મહિનાની ગર્ભવતી હી. એણે  સફેદ સાડીની પાછળ એના બેબી બમ્પને છુપાવ્યો હતો. જો કે  ફિલ્મમાં  એના કેટલાંક સીનને  ધ્યાનથી જોતા એનો બેબી બમ્પ દેખાય આવે છે.

નંદિતા  દાસ :
૨૦૧૧માં  આવેલી  ફિલ્મ  'આઈ એમ' ના શૂટીંગ દરમિયાન નંદિતા  દાસ પાંચ મહિનાની ગર્ભવતી હતી.  ફિલ્મમાં  નંદિતાએ  સિંગલ માતાનું પાત્ર ભજવ્યું હતું.  ત્યારબાદ એણે  મેટરનીટી લીવ લીધી હતી. નંદિતાએ એના પુત્રનું નામ વિહાન રાખ્યું  છે.

ફરાહ ખાન :
કોરિયોગ્રાફર  ફરાહ ખાન ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' (૨૦૦૭)  દરમિયાન ગર્ભવતી બની હતી. જો  કે એણે આ અવસ્થામાં  ફિલ્મનું શૂટીંગ પૂર્ણ કરાવ્યું, ઉપરાંત  ફિલ્મને લગતી મિટિંગ્સ, ઈવેન્ટ્સ તેમ જ એડિટિંગ જેવા વિવિધ કામોમાં કાર્યરત હતી.

સ્કારલેટ જ્હોન્સન :
હોલીવૂડ  અભિનેત્રી સ્કારલેટ જ્હોન્સન ફિલ્મ 'અવેન્જર્સ'  એજ  ઓફ અલ્ટ્રોન (૨૦૧૨) ના શૂટીંગ દરમિયાન  ગર્ભવતી બની હતી. જો કે સ્કારલેટ બેબી બમ્પ  હોવા છતાં  ફિલ્મનું શૂટીંગ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ ફિલ્મમાં  એડિટિંગ કરીને સ્કારલેટના બેબી બમ્પને છુપાવવામાં આવ્યું હતું.

હૈલી  બેરી :
હોલીવૂડ અદાકારા હૈલી બૈરી  ફિલ્મ 'એક્સમેન - ડેઝ ઓફ ફ્યુચર પાસ્ટ'ના શૂટિંગ દરમિયાન ત્રણ મહિનાની ગર્ભવતી હતી. જ્યારે  ફિલ્મ નિર્માતાને  આની  જાણ થઈ  ત્યારે તેઓએ  ફિલ્મના શૂટીંગની ઝડપ વધારી અને પૂરી કરી હતી.

જુલિયા રોબર્ટ્સ :
સુત્રોના  કહેવા પ્રમાણે  જુલિયા રોબર્ટ્સ  ફિલ્મ 'ઓસિયન ટ્વેલ્વ'ના શૂટિંગ દરમિયાન સગર્ભા બની હતી.  જો કે આ ફિલ્મમાં એનું પાત્ર પણ પ્રેગનન્ટ વૂમનનું જ હતું. જેના કારણે એને શૂટીંગમાં કોઈ મુશ્કેલી  નડી ન હતી.

આ ઉપરાંત પણ ઘણી  અભિનેત્રીઓએ  ગર્ભવતી દરમિયાન  ફિલ્મોના શૂટીંગ આટોપ્યા  હોવાના દાખલા છે.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments