Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Cine Guide

ફકીરામાં શશી કપૂર સાથે ક્યા-ક્યા હીરો-હીરોઇનો હતા?
રોજલ અને પારૃલ (સૂરત)

* ફકીરામાં શશી કપૂર ઉપરાંત શબાના આઝમી, અસરાની, અરૃણા ઇરાની, ડેની, મદનપૂરી, ઇફ્તિ ખાર, અચલા સચદેવ, મુકરી, જગદીશ રાજ, રાજન હસ્કર, સત્યેન કપૂર, અસિત સેન હતા.

સંજયદત્ત અને સુનિલ શેટ્ટીનું સરનામું આપશો?  તેમજ સુનિલ શેટ્ટીની પહેલી ફિલ્મ કઇ?
અખિલેશ અને ફોરમ દેસાઇ (નવસારી)

* સંજય દત્ત: ૫૮, પાલી હિલ વાંદ્રા (પ) મુંબઇ ૪૦૦૦૫૦. સુનિલ શેટ્ટીનું સરનામું ૧૮-બી પૃથ્વી અપાર્ટમેન્ટસ, અલ્ટમાઉન્ટ રોડ, મુંબઇ ૪૦૦૦૨૬. સુનિલ શેટ્ટીની પ્રથમ ફિલ્મ હતી 'બલવાન'

'તેરે દર પર સનમ હમ ચલે આયે' ગીત કઇ ફિલ્મનું છે. આ ફિલ્મના દિગ્દર્શક કોણ છે?
શાંતિ એસ.પટેલ.(કરમસદ)

* આ ગીત ટેલીફિલ્મ 'ફિર તેરી કહાની યાદ આયી' નું છે. આ ફિલ્મના દિગ્દર્શક મહેશ ભટ્ટ હતા.

'યહુદી' ફિલ્મના નિર્માતા-દિગદર્શકનું નામ આપવા વિનંતી. આ ફિલ્મ કઇ સાલમાં બની હતી.
જગદીશ ભટ્ટ (જૂનાગઢ)

* આ ફિલ્મ બોમ્બે ફિલ્મ્સના બેનર હેઠળ બની હતી. જેના દિગ્દર્શક બિમલ રોય હતા. આ ફિલ્મ ૧૯૫૮માં બની હતી.

ઋષિ કપૂર અને અમિતાભ બચ્ચનની પ્રથમ ફિલ્મ કઇ? બંને અભિનેતાઓની જન્મ તારીખ જણાવવા વિનંતી.
કૈલાસ પ્રધાન (વડોદરા)

* હીરો તરીકે ઋષિ કપૂરની પ્રથમ ફિલ્મ બોબી હતી. આ પૂર્વે તેણે મેરા નામ જોકરમાં રાજ કપૂરના બાળપણની ભૂમિકા ભજવી હતી. તેની જન્મ તારીખ ૪ સપ્ટેમ્બર છે.

અમિતાભ બચ્ચનની પ્રથમ ફિલ્મ સાત હિન્દુસ્તાની હતી. તેની જન્મ તારીખ ૧૧મી ઓક્ટોબર છે.

નવી હિન્દુસ્તાન કી કસમ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનના અસલી વડા પ્રધાન દેખાડવામાં આવ્યા હતા?

નારાયણ વિશ્વકર્મા (અમદાવાદ)

* આ ફિલ્મમાં ભારત અને પાકિસ્તાનના વડાપ્રધાન અસલી હોવાની ઇમેજ ઊભી કરવામાં આવી હતી. પાકિસ્તાનના વડાપ્રધાનના ગેટઅપમાં અભિનેતા પ્રમોદ માઉથો હતા. જ્યારે ભારતના વડાપ્રધાનનો ચહેરો દેખાડવામાં આવ્યો નહોતો.

ઇન્સાફ, છૈલાબાબુ, કોલેજગર્લ, જંગ ઔર અમનકાજોલની પ્રથમ ફિલ્મ કઇ હતી? કાજોલ અને અજય દેવગણની પહેલી ફિલ્મ કઇ?
જે.બી. ભાવસાર (ખેડા)

* કાજોલની પ્રથમ ફિલ્મ બેખુદી હતી. કાજોલ અને અજય દેવગણની પહેલી ફિલ્મ હલચલ હતી.

દુશ્મન નામની ફિલ્મ કેટલીવાર બની હતી? તેના કલાકારોના નામ આપશો?
જ્યોત્સના દેસાઇ (નવસારી)

* દુશ્મન નામની ફિલ્મ ચારવાર બની હતી. ૧૯૩૯માં બનેલી ફિલ્મમાં સાયગલ, લીલા દેસાઇ, નજામ, પૃથ્વીરાજ, નેમો, દેવબાલા, મનોરમા, જગદીશ શેઠી હતા. ૧૯૫૭માં બનેલી દુશ્મન ફિલ્મમાં દેવ આનંદ, ઉષા કિરણ, પ્રભુ દયાલ, રાધાકૃષ્ણ, કુમકુમ, માસ્તર રોમી, મંજુ, મીનુ મુમતાઝ હતા.૧૯૭૧માં બનેલી ફિલ્મમાં મીનાકુમારી, રાજેશ ખન્ના, મુમતાઝ, નાના પલસીકર, રહેમાન, બિંદુ, કનૈયાલાલ, કે.એન. સિંહ, અનવર હુસેન, સજ્જન, અભિ ભટ્ટાચાર્ય અને નાઝ હતા. જ્યારે છેલ્લી બનેલી ફિલ્મમાં કાજોલ, આશુતોષ રાણા અને સંજય દત્ત હતા.

સુરજ બડજાત્યાનું સરનામું આપશો.
રીંકુ જાધવ (દમણ)

* ભાવના, પહેલે માળે, ૪૨૨, વીર સાવરકર રોડ, પ્રભાદેવી, મુંબઇ-૪૦૦૦૨૫.

અક્ષયકુમારનું સરનામું આપશો. તેની પ્રથમ ફિલ્મ કઇ હતી?
ગિરીશ જોબનપુત્રા (રાજકોટ)

* અક્ષયકુમારની પ્રથમ ફિલ્મ સોગંધ હતી. તેનું સરનામું સી-વિંગ, સ્કાયપેન, ૧૧મે માળે, ફ્લેટ નં.૧૧૦૧, ઓબેરોય કોમ્પ્લેક્સ, અંધેરી (પ), મુંબઇ-૪૦૦૦૫૩.

શ્રી કૃષ્ણ સિરિયલમાં શ્રી કૃષ્ણની ભૂમિકા કરનાર સ્વપ્નિલ જોશીનું સરનામું આપશો?
વંદના ઓઝા(ભાવનગર)

સ્વપ્નિલ જોશી: ૨૧-બી લક્ષ્મી બાઇ બિલ્ડિંગ, ઝાઓવાવાડી, ઠાકુરદ્વાર. મુંબઇ: ૪૦૦૦૦૨. સ્વપ્નિલ હાલ  દેસ મે નીકલા હોંગા ચાંદ, ભાભી જેવી ટીવી સિરિયલમાં ઝળકે છે.
 

Post Comments