Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

Cine guide

કઇ ફિલ્મના પોસ્ટરો સર્વપ્રથમ તૈયાર કરવામાં આવેલા?

* ૧૯૨૦માં બાબુરાવ પેંટરે 'વત્સલા હરણ' માટે પહેલું પોસ્ટર તૈયાર કરેલું.

'યહાંબદલા વફા કા બેવફાઇ કે સિવા ક્યા હૈ....' ગીત કોણે કોણે ગાયું છે? ફિલ્મનું નામ શું છે?

* આ મશહૂર ગીત 'જુગ્નુ' નું છે. જેમાં મહમદ રફી અને નૂરજંહાનો સ્વર છે.

શમ્મી કપુર અભિનિત 'તિસરી મંઝીલ' કોણે બનાવી હતી?

* નિર્માતા-નિર્દેશન નાસિર હુસેને.

સોહરાબ મોદીએ કોની સાથે લગ્ન કર્યા હતા?

* જાણીતી અભિનેત્રી મહેતાબ બાનુ સાથે.

ગુજરાતી ફિલ્મ 'જીગર અને અમી'માં હિરોઇનનો રોલ કોણે કર્યો હતો?

* જાણીતી અભિનેત્રી કાનન કૌશલે.

તલત મહેમૂદ અને શમશાદ બેગમે ગાયેલું દુનિયા બદલ ગઇ મેરી દુનિયા બદલ ગઇ...... ' ગીત કઇ ફિલ્મનું છે.?

* આ મધુર ગીત ફિલ્મ 'બાબુલ'નું છે.

'હમ  આપકી દિવાલ કે સાયે મેં બેઠે હૈ.... સુનિયે.......' આવા શબ્દોવાળુ એક ગીત છે તે કઇ ફિલ્મનું છે?

* 'ગીતા મેરા નામ'નું છે.

રફીનું ગાયેલું 'મોહબ્બત કી રાહો મેં ચલના સંભલ કે......' ગીત કઇ ફિલ્મનું છે?

* આ ગીત ફિલ્મ 'ઊડન ખટોલા'નું છે.

ફિલ્મ 'શબાબ'ની હિરોઇન કોણ હતી?

* આ ફિલ્મની હિરોઇન નૂતન હતી.

અભિનેતા અનુપમ ખેરનું સરનામું આપો.
મેહુલ (અમદાવાદ)

અનુપમ ખેર- ૧૪, સિલ્વર બીચ, ગીગી બિલ્ડીંગ, જૂહુ, મુંબઈ-૪૯.

એવરગ્રીન અભિનેતા દેવ આનંદની સુપરહિટ ફિલ્મોના નામ અને તેમનું સરનામું જણાવવા વિનંતી.
અલ્કા એમ. ચંદારાણા (મીઠાપુર)

દેવ આનંદનું સરનામું-૨, આયરિસ પાર્ક, જૂહુ મુંબઈ-૪૯, તેમની હિટ ફિલ્મો કાલા પાની, ગાઈડ, કાલા બાઝાર, અસલી નકલી, તેરે ઘર કે સામને, સીઆઈડી, દેસ પરદેસ, જ્વેલથીફ, હરે રામ હરે કૃષ્ણ, પ્રેમપૂજારી, તેરે મેરે સપને, હમ દોનો, જબ પ્યાર કિસીસે હોતા હૈ, જ્હોની મેરા નામ, ગૈમ્બલર, પેઈંગ ગેસ્ટ, નૌ દો ગ્યારહ, પ્યાર મહોબ્બત, દુનિયા વગેરે છે. આ સિવાય પણ તેમણે ઘણી ફિલ્મો કરી છે, પરંતુ બધાનાં નામ અહીં સમાવવા શક્ય નથી.

અભિનેત્રી જૂહી ચાવલાનું સરનામું પ્રગટ કરશો.
માધવભાઈ કલાલ (અમરેલી)

જૂહી ચાવલા- વીર ભવન, મલબાર હિલ, મંુબઈ-૪.

'દિલ તેરે આને સે પહેલે યૂં હી બરબાદ થા, ઔર યૂં હી બરબાદ હૈ તેરે ચલે જાને કે બાદ...' આ ગીત કઈ ફિલ્મનું છે? કોણે ગાયું હતું?
મુઝફ્ફર અલવર શેખ (જાફરાબાદ)

ઉપરોક્ત ગીત ફિલ્મ 'બડી બહન' (૧૯૪૯)નું છે. આ ગીત સુરૈયાએ ગાયું હતું. તેના સંગીતકાર હુસ્નલાલ ભગતરામ હતા.

ફિલ્મ 'સમાધિ', દો ચોર, સત્યકામ, વક્ત કે શહજાદે, એજન્ટ વિનોદ, કોલ ગર્લ, જુલી, તુફાન ઔર દિયા, ગાંવ હમારા શહર તુમ્હારા, નાટકના નિર્માતા- દિગ્દર્શકના નામ જણાવશો.
માયા સી. વાળા (ભાવનગર)

ફિલ્મ સમાધિ (૧૯૫૦)ના નિર્માતા ફિલ્મીસ્તાન સ્ટુડિયો દિગ્દર્શક- રમેશ સાયગલ હતા. બીજી સમાધિ (૧૯૭૨)ના નિર્માતા ભગવંત સિંહ અને જી. એલ. ખન્ના તેમજ દિગ્દર્શક પ્રકાશ મહરા હતા. 'દો ચોર' (૧૯૭૨)ના નિર્માતા રાજ ખોસલા અને દિગ્દર્શક પદ્મનાભ હતા. ફિલ્મ સત્યકામ (૧૯૬૯)ના નિર્માતા પંછી આર્ટ્સ અને દિગ્દર્શક ઋષિકેશ મુખર્જી હતા. ફિલ્મ 'વક્ત કે શહજાદે (૧૯૮૨)ના નિર્માતા ઇન્દર ચોપરા અને ધીરજ કુમાર તેમજ દિગ્દર્શક કુકુ કપૂર હતા.

ફિલ્મ 'એજન્ટ વિનોદ' (૧૯૭૭)ના નિર્માતા સરગમ પિકચર્સ અને દિગ્દર્શક દીપક બેહરી હતા. 'કોલગર્લ' (૧૯૭૪)ના નિર્માતા મુકેશ શર્મા અને દિગ્દર્શક વિજય કપૂર હતા. 'જુલી) (૧૯૭૫)ના નિર્માતા બી. નેગી રેડ્ડી અને દિગ્દર્શક કે. એસ. સેતુ માધવન હતા. 'તૂફાન ઔર દિયા' (૧૯૫૬)ના નિર્માતા રાજકમલ અને દિગ્દર્શક પ્રભાત કુમાર હતા. 'ગાંવ હમારા શહર તુમ્હારા' (૧૯૭૨)ના નિર્માતા- દિગ્દર્શક નરેશ કુમાર હતા. ફિલ્મ 'નાટક' (૧૯૪૭)ના નિર્માતા કરદર પ્રોડકશન અને દિગ્દર્શક એસ. યુ. સન્ની હતા.

'પંખ હોતે તો ઉડ આતી રે, રસિયાઓ જાલિમા, તુજે દિલ કા દાગ દિખલાતી રે...' ગીત કઈ ફિલ્મનું છે? કોણે ગાયું હતું?

વિનોદ પટેલ (વાપી)

ઉપરોક્ત ગીત ફિલ્મ 'સહેરા'નું છે. આ ગીત લતા મંગેશકરે ગાયું હતું અને સંગીત રામલાલનું હતું. ગીત હસરત જયપુરીએ લખ્યું હતું.
 

Post Comments