Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

cine guide

- કિશોરકુમારની જન્મ તારીખ અને તેની પહેલી-છેલ્લી ફિલ્મો વિશે જણાવશો?
- સુજાતા પંડયા (ગોધરા)

* કિશોરકુમારની જન્મ તારીખ ૪ ઑગસ્ટ  ૧૯૨૯. મૃત્યુની તારીખ ૧૩ ઓક્ટોબર ૧૯૮૭. પ્રથમ ફિલ્મ ઝિદ્દી, અંતિમ ફિલ્મ મમતા કી છાંવમેં. ચાર લગ્નો કર્યાં. પહેલી પત્ની રૃમા દેવી (મશાલાની હીરોઈન) બીજી મધુબાલા, ત્રીજી યોગિતાબાલી અને  ચોથી લીના ચંદાવરકર.

- સેન્સર સર્ટિફિકેટ જોઈને કેવી રીતે ખબર પડે કે સેન્સરની કાતર ચાલી છે કે નહીં?
- રમેશ શાહ (પોરબંદર)

* જે ફિલ્મ પર સેન્સરની કાતર ચાલે છે એને મળેલા પ્રમાણ પત્ર પર ડાબી તરફના ખૂણે ત્રિકોણ કર્યો હોય છે.

-  ફ્લેશબેક પ્રથા ફિલ્મોમાં ક્યારથી શરૃ થઈ?એવાં દ્રશ્યોનું ફિલ્માંકન કેવી રીતે કરવામાં આવે છે?
- આરતી પટેલ (વડોદરા)

* ૧૯૩૭માં બનેલી 'મુક્તિ'થી ફ્લેશબેકની શરૃઆત થઈ. દ્રશ્યોનું ફિલ્માંકન વાર્તા પ્રમાણે નહીં સેટના હિસાબે થાય છે. એક સેટ પર જેટલા દ્રશ્યો લેવાના હોય એ એકી સાથે ફિલ્માવવામાં આવે છે, પછી વાર્તામાં એ દ્રશ્યો ભલે ગમે તે સિચ્યુએશનમાં હોય. પછી બીજા સેટના દ્રશ્યો લેવાય છે. ફ્લેશબેકના દ્રશ્યો પણ સેટ અનુસાર ફિલ્માવવામાં આવે છે.

-  હેમા માલિનીની પહેલી ફિલ્મ? કઈ ફિલ્મોમાં ડબલ રોલ કર્યો?
- ટીના, મેઘના બૈરાગી (ગોધરા)

* પ્રથમ ફિલ્મ સપનોં કા સૌદાગર, સીતા ઔર ગીતા,  જાને મન અને શરારતમાં ડબલ રોલ કર્યો.

-  અમિતાભની કઈ ફિલ્મો ફાઈટ વિનાની હતી?
- ધવલ પંચાલ (બિલીમોરા)

* ઝંઝીર પૂર્વેની આનંદ, પ્યારકી કહાની અને પછીની સૌદાગર, નમકહરામ, અભિમાન, કભી કભી, સિલસિલા  પા, બ્લેક અને આલાપમાં ફાઈટ નહોતી કારણ એ ફિલ્મોમાં એ એગ્રી યંગ મેન નહોતો.

- ભારતમાં કઈ વિશ્વસુંદરીઓ ફિલ્મોમાં આવી?
ભોગીલાલ પરમાર (નવસારી)

* લીલા નાયડુ પ્રથમ વિશ્વસુંદરી અભિનેત્રી બની. ત્યારબાદ પર્સીસ ખંભાતા, ઐશ્વર્યા રાય, સુસ્મિતા સેન અને નમ્રતા શિરોડકર, યુક્તા મુખી, પ્રિયંકા ચોપરા, લારા દત્તા સાયલી ભગત  ફિલ્મ લાઈનમાં આવી.

- વિભાજન વખતે પાકિસ્તાન જતાં રહેલા કલાકારો શું કરી રહ્યા છે?
- પ્રદીપ  શાહ (કાંદીવલી)

* એ કલાકારોમાંથી ગુલામ હૈદર, ફિરોઝ નિઝામી, ખુરશીદ અન્વર, હફીઝાં ખા, નાશાદ અને નિસ્સાર આઝમી ક્યારના આ દુનિયામાંથી વિદાય લઈ ચૂક્યા છે. ડબલ્યુ.ઝેડ અહમદ, નઝીર, શૌકત હુસેન, વલી સાહેબ, તઝાના નકવી, એમ.સાદીક જેવા નિર્માતા, નિર્દેશક, ચાર્લી, સ્વર્ણલતા, મુમતાઝ શાંતિ, મીના શૌરી, અને ઝહૂર રાજા જેવા કલાકારો પણ આજે હયાત નથી. હીરોઈનો રેહાના ખુરશીદ શમીમ ત્યાં ગયા પછી અજ્ઞાાતવાસમાં જતી રહી. એક માત્ર નૂરજહાંએ પુષ્કળ પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા મેળવી હતી. આજે તેઓ પણ હયાતન થી.

- ઉર્મિલા માતોંડકરની પ્રથમ ફિલ્મ કઈ હતી?
- દિલીપ પટેલ (વાપી)

* મરાઠી ફિલ્મ નિર્માતા-નિર્દેશક સ્વ.માધવ શિંદેએ ઉર્મિલાની શોધ કરીને બાળ અદાકાર તરીકે 'સંસાર'માં સૌપ્રથમ ચમકાવી પછી શેખર કપૂરની માસૂમમાં લકડી કી કાઠી, કાઠી કા ઘોડા ગીતથી બાળ કલાકાર તરીકે મશહૂર બની ગઈ. એન.ચંદ્રાની 'નરસિંહા' ઉર્મિલાની હીરોઈન તરીકેની પહેલી ફિલ્મ ગણાય.

- સ્ટોરી અને ફોટો સેશનમાં શો ફરક છે?
- શરદ પડીયા (જામનગર)

* ઈનડોર અને આઉટડોરની સ્ટોરી સેશન એટલે વાર્તાની ચર્ચા જે બંધ બારણે થાય છે. એ સેશનમાં લેખકની સાથે નિર્માતા-નિર્દેશક ભાગ લે છે અને ચર્ચા ચાલતી હોય ત્યારે લેખકને સૂચનાઓ આપતા રહે છે. ફોટોસેશનમાં ફિલ્મના અને હીરો હીરોઈનના અલગ અલગ એંગલ્સવાળા ફોટો લેવામાં આવે છે. રમણીય પ્રાકૃતિક પાર્શ્વભૂમિમાં આવા ફોટા ભારે રંગ જમાવે છે.

-  અભિનેત્રી કુમ કુમ અત્યારે શું કરે છે?
- દિનેશ ભટ્ટ (ખેડા)

* કુમકુમ દુબઈમાં પ્રસન્ન દામ્પત્ય માણે છે.

-  શરાબના અતિશય સેવનથી કયા કલાકારો મૃત્યુ પામ્યા?
- ચંદ્રકાંત ચોક્સી (મલાડ)

* સાયગલ, પી.સી.બરુઆ, સંગીતકાર શ્યામ સુંદર, ચંદ્રમોહન, સંજીવકુમાર, કેસ્ટો મુખરજી, સિધ્ધુ, સાધના બોઝ, મીનાકુમારી, સંગીતકાર જયકિશન, અને મદનમોહન જેવા કેટલાયનો ભોગ દારૃના દૈત્યે લીધોે છે.

- લતા મંગેશકરે ઓ.પી.નય્યરના સંગીત નિર્દેશનમાં ક્યારેય ગાયું છે?
- શ્વેતા ઘીવાલા (વેરાવળ)

* નહીં ૧૯૫૪ની 'મહેબૂબા'માં ઓ.પી.નય્યરનું સંગીત હતું પરંતુ લતા મંગેશકરે ગાયેલા ગીતોની ધૂનો રોશને સંગીતબધ્ધ કરી હતી.

-  ફિલ્મ 'શાલીમાર'ના કલાકાર, ગીતકાર,સંગીતકાર અને નિર્દેશક કોણ?
- જય ઓઝા (બોટાદ)

* 'શાલીમાર' બે વાર બની છે. પહેલી શાલીમારમાં ચંદ્રમોહન, બેગમપારા (અયૂબખાનની મા), મનોરમા, મજનુ, હરિ શિવદાસાની, (બબીતાના પિતા અને કરિશ્મા કપૂરના નાનાજી), અલ નસીર, પ્રમિલા, ઝહૂર રાજા, અમરનાથ કામ કરતા હતા. ગીતકાર અઝીઝ કશ્મિરી, સંગીતકાર અમરનાથ, લક્ષ્મીરામ, અને અનુપમ ઘટક. નિર્દેશક હતા રૃપ કે શોરી.

બીજી શાલીમાર ૧૯૭૮માં બની. એમાં આંતરરાષ્ટ્રીય  કલાકારો રેક્સ હેરિસન, સિલ્વીયા માઈલ્સ, જોન સેક્શન ઉપરાંત ધર્મેન્દ્ર, ઝીનત અમાન, ઓ.પી.રાલ્હન, શમ્મી કપૂર કામ કરતા હતા. હિંદી અંગ્રેજી દ્વિભાષી ફિલ્મના ગીતકાર આનંદ બક્ષી અને સંગીતકાર આર.ડી.બર્મન હતા. નિર્દેશક હતા હોલિવૂડમાં વસેલા મુંબઈના ગુજરાતી રંગભૂમિના મશહૂર કલાકાર કૃષ્ણા શાહ હતા.

- કહીં દૂર જબ દિન ઢલ જાયે... ગીત કોણે લખ્યું છે?
- અનુપમા શર્મા (પૂના)

* આ ગીત ગીતકાર યોગેશે લખ્યું છે. ૧૯૭૦માં રિલીઝ થયેલી આનંદ ફિલ્મમાં આ ગીત રાજેશ ખન્ના પર ફિલ્માવવામાં આવ્યું હતું. ગીત ગાયું હતું મુકેશે અને સંગીત સલિલ ચૌધરીનું હતું.

- 'એક બાર મુસ્કુરા દો'માં મુખર્જી પરિવારના કેટલા કલાકાર હતા?
- ઉમરાવ અલી (અમદાવાદ)

* નિર્માતા ઓમ મુખર્જી, નિર્દેશક રામ મુખર્જી, જોય અને દેવ મુખર્જી હીરો હતા. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તનુજાએ સોમુ મુખર્જી સાથે લગ્ન કર્યા એટલે હીરોઈન પણ મુખર્જી પરિવારની જ ગણાય ને?

- એક જ શિર્ષકવાળી ફિલ્મ બીજીવાર બનાવી શકાય?
- દિનેશ ગાંધી (દ્વારકા)

* કોઈપણ નિર્માતા જે શિર્ષકવાળી ફિલ્મ બનાવે એના પર દસ વર્ષ માટે અધિકાર  રહે છે. ત્યાર પછી બીજો નિર્માતા એ નામની ફિલ્મ બનાવી શકે. પરંતુ જેની પાસે નામના અધિકાર હોય છે એ નિર્માતાની સમ્મતિથી બીજા નિર્માતા એ નામની ફિલ્મ બનાવી શકે છે. બી.આર.ચોપરાએ ૧૯૮૭માં 'કર્મા' ફિલ્મ બનાવી હતી. સુભાષ ઘાઈએ ૧૯૮૬માં એ જ નામની ફિલ્મની ઘોષણા કરી ત્યારે એ નામ તો બી.આર.ચોપરાની અનુમતિ લઈને દસ સાલની અવધિ પૂરી થાય તે પહેલાં જ પોતાની કર્મા બનાવી.

-  ફિલ્મમાં નિર્માતા -નિર્દેશકનું નામ કેમ છેલ્લે આવે છે?
- મનોજ ભગત (ભાવનગર)
 

* કલાકારોની લોકપ્રિયતાનો યુગ શરૃ થાય તે પહેલાં નિર્માતા-નિર્દેશકનું નામ પડદા પર ફિલ્મની શરૃઆતમાં આવતું. પરંતુ કલાકારોની લોકપ્રિયતાનો દોર શરૃ થયા પછી એમના નામ પહેલા આવવા લાગ્યા અને નિર્માતા-નિર્દેશકનું સૌૈથી છેલ્લે અને હવે આજ પરંપરા ચાલી રહી છે.

- દાદાસાહેબ  ફાળકે એવોર્ડ શું છે? શા માટે અપાય છે? એનું વર્ચસ્વ શા માટે? સ્પેશિયલ એવોર્ડ અને જ્યુરી એવોર્ડ શું છે?
- સંજના અને પિયુષ દેઢિયા (કલ્યાણ)

* દાદાસાહેબ ફાળકે ભારતીય  ફિલ્મોના જનક છે. ૧૯૧૨માં રાજા હરિશચંદ્ર પ્રથમ ભારતીય ફિલ્મ બનાવીને એમણે ભારતીય ફિલ્મ ઉદ્યોગનો પાયો નાખ્યો. તેથી એમના સ્મરણાર્થે એમના નામે આ એવોર્ડ કેન્દ્ર સરકાર આપે છે. ભારતીય ફિલ્મોમાં લાંબી સેવા બજાવનાર કલાકારનું સન્માન એ જ આ એવોર્ડનો ઉદ્દેશ્ય છે. ભારતીય ફિલ્મોનો આ એવોર્ડ સર્વોચ્ચ અને પ્રતિષ્ઠિત મનાય છે. કોઈ ફિલ્મ કે કલાકારને કોઈની ભલામણથી જે એવોર્ડ આપવામાં આવે છે અને સ્પેશિયલ એવોર્ડ કહેવાય છે. અને જ્યુરીની ભલામણથી આપવામાં આવતા એવોર્ડને જ્યુરી એવોર્ડ કહેવાય છે.

- પહેલી ફિલ્મની રજૂઆતની જાહેરખબર કેવી રીતે આપવામાં આવેલી? ભારતના કયા શહેરમાં પહેલીવાર ફિલ્મની રજૂઆત થયેલી?
- નરસિંહ પટેલ (બોરસદ)

* ફ્રાન્સના લુમિયેર બંધુની ધ અરાઈવલ ઓફ અ ટ્રેન ભારતમાં પ્રદર્શિત પહેલી ફિલ્મ હતી. ૭ જુલાઈ ૧૮૯૬ના દિવસે આ ફિલ્મની જાહેરખબર ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં છપાઈ હતી. તે દિવસે મુંબઈની વોટ્સન હોટેલમાં આ ફિલ્મની રજૂઆત થયેલી.
 

Post Comments