Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટીમ વર્ક વિના ફિલ્મ સર્જન શક્ય નથી: યામી ગૌતમ

યામી ફિલ્મોદ્યોગમાં કોઈના પણ ટેકા વિના આવી હતી. પરંતુ તે કોઈપણ પડકાર ઝીલવા તૈયાર હતી. તે કહે છે કે હું હંમેશા કોઈપણ પડકાર ઝીલવા તૈયાર જ હોઉં છું. મને તેમાં એક પ્રકારનો આનંદ આવે છે.

'વિકી ડોનર'માં 'અશિમા'ની ભૂમિકા ભજવ્યા પછી અભિનેત્રી યામી ગૌતમે પાછું વળીને નથી જોયું. તેની છેલ્લે આવેલી મૂવી 'કાબિલ'માં પણ તેણે હૃત્વિક રોશન સાથે સરસ રીતે કામ કર્યું હતું. જોકે યામીને હૃત્વિક રોશન સાથે કામ કરવાનો ગર્વ છે.

તે કહે છે કે આ અભિનેતાનો ચાહક વર્ગ બહુ મોટો છે. તેથી જ્યારે તમે તેની સાથે કામ કરે ત્યારે તમે આપોઆપ એટલા મોટા વર્ગની નજરમાં આવી જાઓ. તે કહે છે કે આ ફિલ્મમાં અમને માત્ર નાણાં જ નથી મળ્યા. પરંતુ પુષ્કળ નામના પણ મળી છે. હું માનું છું કે આ ફિલ્મ કરવાને કારણે મારી અભિનય ક્ષમતા ખીલી છે. હું વધુ સારી પ્રોફેશનલ પણ બની છું.

'કાબિલ' પછી આવેલી અભિનેત્રીની ફિલ્મ 'સરકાર-૩'ને ધારી સફળતા નહોતી મળી. તે કહે છે કે મારી ભૂમિકા તદ્દન નોખા પ્રકારની હતી. અગાઉ ક્યારેય મેં આવો રોલ નહોતો ભજવ્યો. જોકે હું હંમેશાં જુદાં જુદાં પ્રકારના પાત્રો જ ભજવવા માગું છું. હું નથી ઈચ્છતી કે દર્શકો મને એક જ પ્રકારના રોલમાં જોઈને કંટાળી જાય. તે વધુમાં કહે છે કે હું મારી આગામી ફિલ્મ 'બત્તી ગુલ મીટર ચાલુ'માં ધારાશાસ્ત્રીનો રોલ કરી રહી છું. ખરૃં કહું તો હું માત્ર પડકારજનક ભૂમિકાઓ જ ભજવવા માગું છું. ચાહે તે એક્શન હોય, કોમેડી હોય કે અન્ય પ્રકારની. હું મારા  કમ્ફર્ટ ઝોનથી બહાર આવીને કામ કરવા માગુ છું.

તેની આગામી ફિલ્મ 'બત્તી ગુલ મીટર  ચાલુ' વિશે તે કહે છે કે આ સિનેમામાં નાના નાના ગામડાંમાં વારંવાર બંધ થઈ જતા વીજળીના પ્રવાહની વાત વણી લેવામાં આવી છે. અક્ષયકુમારની ફિલ્મોની જેમ તેમાં પણ સામજિક સંદેશો આપવામાં આવ્યો છે. તે વધુમાં કહે છે કે આ સિનેમામાં હું અને અક્ષયકુમાર, બંને ધારાશાસ્ત્રીઓની ભૂમિકા ભજવી રહ્યાં છીએ. મહત્ત્વની વાત એ છે કે 'કાબિલ' માટે મેં જે રીતે બધા દ્રશ્યો માટે રીહર્સલ કર્યું હતું કે રીતે આ ફિલ્મ માટે નથી કરતી. વાસ્તવમાં ફિલ્મ સર્જકે તેમાં સ્વયંસ્ફૂરિત અભિનયનો આગ્રહ રાખ્યો છે. તેથી તે વખતે જેવા સૂઝે એવો અભિનય કરવાનો છે.

જોકે યામી એ વાત પણ માને છે કે બધી ફિલ્મોમાં જે તે વખતે સૂઝે એવો અભિનય નથી કરવાનો હતો. કેટલીક ફિલ્મોમાં પુષ્કળ હોમવર્ક કરવું પડે છે. હા, કોઈપણ ફિલ્મમાં તમે તમારા સંવાદો ભૂલી જાઓ તે ન ચાલે. બાકી કોઈપણ ફિલ્મની સફળતા/નિષ્ફતાનો યશ/અપયશ કોઈ એક કલાકારના  શિરે ન હોય. ફિલ્મ બનાવવી એ ટીમ વર્ક છે. તેથી તેને સહિયારી રીતે જ લેવું જોઈએ.

ફિલ્મોમાં આવવાથી પહેલા યામીએ  ટચૂકડા પડદે પણ કામ કર્યું હતું. પરંતુ તે કહે છે કે બંનેના કામમાં આભ-જમીનનું છેટું છે. તે કહે છે કે મેં જ્યારે 'વિકી ડોનર'નું શૂટિંગ શરૃ કર્યું ત્યારે તેના સર્જક શૂજીત સિરકારે મને કહ્યું હતું કે આ ફિલ્મ માટે તારે કોરી પાટી જેવા થઈ જવાનું છે.

તું અત્યાર સુધી જે શીખી છે એ બધું તારા  મગજમાંથી કાઢી નાખ. અને તું નવી શરૃઆત કરતી હોય એ રીતે કામ કર. હું તેમની વાતને અનુસરી હતી. રૃપેરી પડદાના ઘણાં કલાકારો દિગ્દર્શકની વાત નિર્વિવાદપણે માને છે. હું પણ તેમાંની એક છું. બાકી ટી.વી. પર કામ કરતી વખતે તમને ચોક્કસ બાબતો ફરજિયાત કરવાની હોય છે. તેમાં તમને સર્જનાત્મકતાનો પૂરતો અવકાશ નથી મળતો.

યામીને બોલીવૂડમાં આવ્યે છ વર્ષ થઈ ગયા. અને તે જે પ્રમાણે આગળ વધી રહી છે તેનાથી તે સંતુષ્ટ છે. તે કહે છે કે હું મારા કામથી નહીં, બલ્કે જે રીતે આગળ વધી રહી છું તેનાથી સંતુષ્ટ છું. હું બોલીવૂડમાં આવી ત્યારે મને કાંઈ નહોતું આવડતું. પણ ધીમે ધીમે હું ઘણું શીખી ગઈ. હજી પણ શીખી રહી છું. અલબત્ત, ફિલ્મોની પસંદગી કરતી વખતે હું વધારે સમય લઉં છું.

હું ન તો કોઈ ફિલ્મી પરિવારમાંથી આવું છું કે ન બોલીવૂડમાં મારો કોઈ ગોડફાધર છે. તેથી હું બહુ સાવધાન રહીને આગળ વધુ છું. નસીબજોગે મારી ટીમ બહુ સારી છે. અને મારા પરિવારજનો પણ મને ડગલેને પગલે મદદ કરે છે. હું માનું છું કે મને હજી ઘણું શીખવાનું છે. મારે હજી લાંબો પથ કાપવાનો છે. પરંતુ મારો વર્તમાન સમય મારી કારકિર્દીનો શ્રેષ્ઠ તબક્કો છે. વળી હાલના તબક્કે મારી ફિટનેસ પણ શ્રેષ્ઠ છે.

મૂળ ચંદીગઢની હોવાથી યામીને હજી પણ એ શહેર બહુ વહાલું છે. તે કહે છે કે આજે પણ હું ચંદીગઢ જવાની તક શોધતી હોઉં છું. પરંતુ હવે હું અગાઉની જેમ ત્યાંની સડકો પર નથી ચાલતી કે મોલ્સમાં ખરીદી કરવા નથી જતી. જોકે ખરીદી કરવા ન જવાનું કારણ જણાવતાં તે કહે છે કે હું આ બાબતે બહુ આળસુ છું.

તેથી મારું શોપિંગનું કામ હું મારી બહેનને સોંપી દઉં છું. હા, હું બહાર જાઉં અને મારા પ્રશંસકો મારો ફોટો પાડવા માગે કે મારી સાથે સેલ્ફી લેવાની ઈચ્છા જાહેર કરે તો હું ના નથી પાડતી. મારા માતાપિતાને પણ મારી આ આદત ગમે છે. તેઓ મને કહે છે કે આજે તું જે છે તે તારા પ્રશંસકોને કારણે છે. તેથી તું તેમને હમેશાં માન આપજે.

યામી ફિલ્મોદ્યોગમાં કોઈના પણ ટેકા વિના આવી હતી. પરંતુ તે કોઈપણ પડકાર ઝીલવા તૈયાર હતી. તે કહે છે કે હું હંમેશા કોઈપણ પડકાર ઝીલવા તૈયાર જ હોઉં છું. મને તેમાં એક પ્રકારનો આનંદ આવે છે. વળી હું માનું છું કે મૂળભૂત રીતે તમે ફિલ્મોદ્યોગના હો કે ન હો,  પરંતુ તમારે તમારા ભાગનો સંઘર્ષ કરવો જ પડે છે, આ દુનિયામાં કોઈને કાંઈ મફતમાં નથી મળતું. દરેક વ્યક્તિએ પોતાના ભાગનું કામ કરવું જ રહ્યું. તમે જે ક્ષેત્રમાં કામ કરતા હો ત્યાં તમારે તમારી ક્ષમતા પુરવાર કરવી જ પડે છે. આમ છતાં એક વાત ચોક્કસ, જો મારી કોઈ ફિલ્મ નિષ્ફળ જાય તો મને અન્ય ફિલ્મની ઓફરો ઝટ ન મળે.

અભિનેત્રી એક ફેરનેસ ક્રીમની જાહેરખબરમાં જોવા મળે છે. આ બાબતે તેના ઉપર અવારનવાર માછલાં ધોવાય છે. પરંતુ યામી કહે છે કે અન્ય  એવી ઘણી પ્રોડકટ્સ છે જે તમારી ત્વચાને ઉજળી બનાવવાના દાવા સાથે એડવર્ટાઈઝમેન્ટ આપે છે. વળી એક વખત જાહેરાત રજૂ થઈ ગયા પછી તેમાંથી પાછળ હટવાનું મારા માટે શક્ય નથી.

તે વધુમાં કહે છે કે આજની તારીખમાં જુદી જુદી બ્રાન્ડ્સ નવા નવા નામ સાથે ફેરનેસ પ્રોડકટ્સની જાહેરાતો કરે છે. પરંતુ મારું નામ જાણીતું હોવાથી મારા માથે  માછલા ધોવાય છે. સૌથી મહત્ત્વની વાત તો એ છે કે હું ફિલ્મોમાં આવી તેનાથી પહેલાથી ફેરનેસ ક્રીમની એડવર્ટાઈઝમાં દેખાઉં છું.

તેથી મારા આજના સ્ટેટસને મારી ગઈકાલની ભૂમિકા સાથે શી રીતે જોડી શકાય? હું માનું છું કે ફેરનેસ ક્રીમની અગાઉની જાહેરાતો કરતાં હમણાંની જાહેરખબરો વધુ સારી છે. પહેલાની એડવર્ટાઈઝમાં એવું બતાવવામાં આવતું હતું કે જો તમે ગોરા નહીં હો તો તમારા લગ્ન નહીં થાય કે તમને નોકરી નહીં મળે. આ બાબત વાસ્તવિક નહોતી. જ્યારે હમણાંની વિજ્ઞાપ્તીઓમાં આવું કાંઈ બતાવવામાં નથી આવતું. તેમાં જે તે યુવતી ત્વચા ગોરી થવાથી આનંદમાં આવી ગઈ હોવાનું બતાવવામાં આવે છે.

 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments