Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રિયંકા ચોપરા : વિદેશી વ્યક્તિત્વ સાથે 'દેશી ગર્લ' હોવાનો ગર્વ

પ્રિયંકા આજે જે મુકામ પર છે ત્યાં ટકી રહેવું સહેલું નથી. વળી એક સમય પછી કીર્તિ-કલદારનું મૂલ્ય ઘટી જાય છે. પરંતુ પ્રિયંકા કહે છે કે આવો સમય આવશે એવો વિચાર કરીને વર્તમાન સમય શા માટે  ડહોળવો? હું રોજ સવારના ઈશ્વરનો આભાર માનું છું કે તેણે મને ગમતું કામ કરવાની તક આપી.

એ વાત સર્વવિદિત છે કે અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ હોલીવૂડમાં જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તે આજદિન સુધી કોઈ બોલીવૂડ કલાકારો નથી કરી શક્યા. તેણે હોલીવૂડના માંધાતાઓની પ્રશંસા પ્રાપ્ત કરીને ભારતને વિશ્વભરમાં કીર્તિ અપાવી છે.

પ્રિયંકા હવે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. પ્રિયંકા હવે ગ્લોબલ સ્ટાર બની ગઈ છે. અને હાલના તબક્કે તે 'બેવોચ' માં 'વિક્ટોરિયા લીડ્સ'નું નેગેટિવ પાત્ર ભજવી રહી છે. મહત્ત્વની વાત એ છે કે તેને આ નકારાત્મક પાત્ર ભજવવા સામે જરાય વાંધો નથી.

તે કહે છે કે મારા આ પાત્રની ખૂબી એ છે કે 'વિક્ટોરિયા' બીચ પર પણ ઊંચી એડીના પગરખાં અને ડાયમંડ્સ ધારણ કરે છે. તે વધુમાં કહે છે કે હું નેગેટિવ પાત્રો પણ પોઝિટિવ રોલ જેટલાં જ માણું છું. મેં હિન્દી ફિલ્મોમાં પણ નકારાત્મક ભૂમિકાઓ ભજવી છે. વળી હું માનું છું કે પ્રત્યેક માનવીમાં વત્તાઓછા અંશે નકારાત્મક્તા હોય જ છે. કાળા માથાનો કોઈ માનવી તેનાથી પર નથી.

પ્રિયંકાને 'ક્વોન્ટિકો' એ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. આ ધારાવાહિકની બે સીઝનમાં 'અલેક્સ પેરિશ'નો રોલ કર્યાં પછી તે તેની ત્રીજી સીઝન શરૃ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. તે કહે છે કે 'ક્વોન્ટિકો'ની ત્રીજી સીઝન શરૃ થવાની છે. અને હું તેનું કામ શરૃ કરતા અત્યં ઉત્સાહી છું.

એવું નથી કે હોલીવૂડમાં કીર્તિ-કલદાર કમાવ્યા પછી પ્રિયંકા બોલીવૂડને ભૂલી ગઈ છે. તે કહે છે કે વિલિયમ શેક્સપિયરે કહ્યું હતું કે આખું વિશ્વ એક રંગમંચ છે. અને પ્રત્યેક પૃથ્વીવાસી એક પાત્ર છે. હું તેમની આ વાતને અનુસરું છું. મારા માટે  બોલીવૂડ આજે પણ પ્રથમ સ્થાને છે. વાસ્તવમાં હું કોઈ એક જ દેશ પૂરતી સીમિત રહેવા નથી માગતી.

મને જ્યાં સારું કામ મળશે ત્યાં જવા હું તૈયાર છું. અત્રે ઉલ્લેખનીય છે કે અભિનેત્રી બોલીવૂડમાં નિર્માણ ક્ષેત્રે પણ ઝંપલાવવાની તૈયારી કરી રહી છે. તેમાંથી કેટલીક બાબતો સુનિશ્ચિત થઈ ગઈ છે અને કેટલીક થવાની બાકી છે. તેથી પ્રિયંકા કહે છે કે બધું નક્કી થઈ જશે પછી હું પોતે જ તેની જાહેરાત કરશે. જોકે તેણે મરાઠી ફિલ્મ 'વેન્ટિલેટર'નું નિર્માણ કર્યું જ છે. અને આ ફિલ્મને ત્રણ-ત્રણ રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયાં છે.

ઘણાં લોકો આજે પણ એમ માને છે કે પ્રિયંકા માટે ન્યુયોર્કમાં સ્થાન  જમાવવાનું સહેલું નહીં રહ્યું હોય. જોકે અદાકારા કહે છે કે આ શહેર મારા માટે નવું નથી. મેં મારો  શાળાનો કેટલોક સમય અહીં ગાળ્યો છે. મેં અહીં ઘણી ફિલ્મોનું શૂટિંગ પણ કર્યું છે. અને અમેરિકામાં મારા ઘણાં મિત્રો અને કુટુંબીજનો પણ છે. વળી આ શહેર ઘણાં અંશે મુંબઈને મળતું આવતું હોવાથી મને તે  પોતીકું લાગે છે.

પ્રિયંકા આજે જે મુકામ પર છે ત્યાં ટકી રહેવું સહેલું નથી. વળી એક સમય પછી કીર્તિ-કલદારનું મૂલ્ય ઘટી જાય છે. પરંતુ પ્રિયંકા કહે છે કે આવો સમય આવશે એવો વિચાર કરીને વર્તમાન સમય શા માટે  ડહોળવો? હું રોજ સવારના ઈશ્વરનો આભાર માનું છું કે તેણે મને ગમતું કામ કરવાની તક આપી. મને મારી સર્જનાત્મક્તા પ્રસ્તૂત કરવાનો મોકો આપ્યો. વળી મારા વિવિધ પાત્રોએ વિશ્વભરમાં ક્યાંકને ક્યાંક લોકોના હૃદયને સ્પર્શ કર્યો છે. મને આનાથી વધુ શું જોઈએ?

પ્રિયંકાનું નામ એકથી વધુ લોકો સાથે જોડાયું. આમ છતાં તે હજી સુધી અપરિણીત છે. વળી હવે તેનું કદ એટલું મોટું થઈ ગયું છે કે તેને પોતાની બરાબરીનો પતિ ક્યાં,  ક્યારે અને કેવી રીતે મળશે તે યક્ષ પ્રશ્ન છે. આના જવાબમાં પ્રિયંકા કહે છે કે હું એવા પુરૃષ સાથે ઘર વસાવીશ જે મારી દરેક પરિસ્થિતિને સ્વીકારે અને તેની સાથે અનુકૂલન પણ સાધે.

પ્રત્યેક માનવીના જીવનમાં ચડાવઉતાર આવવાના જ. પ્રિયંકા પણ તેમાંથી બાકાત નથી. જોકે પ્રિયંકાને  તેનો કોઈ વસવસો નથી. તે કહે છે કે સારો-ખરાબ સમય બધાના જીવનમાં આવે. પરંતુ મુશ્કેલ સમયમાં કડીને બેસી રહેવા કરતાં તેમાંથી માર્ગ કાઢીને આગળ વધવામાં જ ડહાપણ છે. તે વધુમાં કહે છે કે હું પોતે મારા મુશ્કેલ સમયને માત આપી શકું છું. પરંતુ મારા સ્વજનોને કાંઈ થાય તો હું તે સહન નથી કરી શકતી.

ગ્લોબલ સ્ટાર બન્યા પછી પણ પ્રિયંકા પોતાને ગર્વભેર દેશી ગર્લ ગણાવવામાં ગર્વ અનુભવે છે. તે કહે છે કે મારી હોલીવૂડ ધારાવાહિક-ફિલ્મોના ઉચ્ચારો ભલે વિદેશી હોય. પણ દિલથી હું આજે પણ દેશી છું. અલબત્ત, મેં મારા વ્યક્તિત્વને વિદેશી સ્પર્શ આપ્યો છે. તે વધુમાં કહે છે કે આ મુકામે પહોંચ્યા પછી પણ મારા માટે મારી કારકિર્દી, મારો પરિવાર અને મારા મિત્રો પ્રાથમિક સ્થાને છે.
 

Post Comments