Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અભિનયની જેમ રાજકીય ક્ષેત્રે છાપ છોડવાની નેમ : કિરણ ખેર

હિન્દી  ફિલ્મોદ્યોગના કેટલાંક કલાકારોને  આપણે  બે વખત વિચાર કર્યા વિના  પણ  બહુમુખી  પ્રતિભાથી સંપન્ન ગણી શકીએ.  આવા  કલાકારોમાં  અભિનેત્રી કિરણ  ખેરનું  નામ પણ સામેલ છે. તેઓ જેટલા  સારા અદાકારા છે એટલા જ સારા રાજકીય  નેતા, ગૃહિણી, માતા અને રીયાલિટી શોના નિર્ણાયક પણ છે.

મહત્ત્વની વાત એ છે કે ૬૨ વર્ષની  ઉંમરમાં  પણ તેઓ આ બધા મોરચા સારી રીતે સંભાળી શકે છે. આનું કારણ છે તેમનું કામ પ્રત્યેનું સમર્પણ.  આ સિવાય તેઓ પોતાને જે સાચું લાગે તે બેધડક બનીને બોલે છે. પોતાનો  અભિપ્રાય વ્યક્ત કરતી વખતે  તેમને એવો વિચાર નથી  આવતો કે  લોકો શું કહેશે.

અભિનેત્રી  કહે છે કે હું અને મારો પતિ અનુપમ  પોતાના અભિપ્રાયમાં  એકદમ દ્રઢ  હોઈએ છીએ.  અમે અમારા  વિચારો વ્યક્ત કરતી વખતે એ વાતે નથી  ગભરાતા કે અન્ય કોઈ અમારા મત સાથે સંમત થશે કે કેમ.

સામાન્ય રીતે ફિલ્મી  કલાકારો પોતાની રાજ્યસભા કે લોકસભાના સભ્ય તરીકેની  કામગીરી બજાવતાં ભાગ્યે જ નજરે પડે. પરંતુ કિરણ ખેર રાજકીય નેતા તરીકે પણ પોતાની ફરજ સુપેરે  નિભાવે છે.

તેઓ ચંદીગઢ ખાતે પાર્લામેન્ટના નીચલા ગૃહમાં લોકસભાના સભ્ય તરીકેની જવાબદારી સંભાળે છે. તેઓ કહે છે કે સામાન્ય રીતે એમ માની લેવામાં આવે  છે કે  ફિલ્મી  કલાકારો ચૂંટણી જીત્યા પછી પોતાના મતવિસ્તાર પ્રત્યે બેદરકારી બની જાય છે. પરંતુ હું આમ કરવા નથી માગતી.

હું મારી દરેક ફરજને  પૂરતો ન્યાય આપું છું. આ કારણે જ હું મારું મુંબઈનું  ઘર   છોડીને  અહીં એકલી રહું  છું. અહીં હું પાર્લામેન્ટની બેઠકો માટે દિલ્હી જાઉં છું. હું  છેલ્લા  થોડા  મહિનાથી મુંબઈ નથી ગઈ. અહીં મને એકલવાયું લાગે છે,  મારા મુંબઈના ઘરમાં મૂંઝવણ ઊભી થાય છે. તેઓ નાની નાની વાતો  પૂછવાં  મને ફોન  કર્યા  કરે છે.

આમ છતાં હું મારા કામમાં અડચણ પેદા કરવા નથી માગતી. હું અહીં જાહેર સભાઓમાં  હાજરી  આપું  છું, લોકો સાથે  વાતચીત કરું છું, વારંવાર દિલ્હી જાઉં છું. ઘણીવાર મને એમ લાગે છે કે દિલ્હી,  મુંબઈ, ચંદીગઢ એમ ત્રણ ઘર સંભાળતા સંભાળતા હું ગાંડી થઈ જઈશ. આમ છતાં હું મારા કામ પ્રત્યે  પ્રતિબધ્ધ છું. મારા માટે પાછુ વાળીને જોવાનો પ્રશ્ન જ નથી ઉદ્ભવતો.

આવી  સ્થિતિમાં  આપણને  સહેજે  થાય કે ૬૨ વર્ષની  ઉંમરે  કિરણ ખેરમાં આટલું બધું કામ કરવાની શક્તિ ક્યાંથી આવે છે. આના જવાબમાં  અભિનેત્રી કહે છે કે હું હમેશાં સકારાત્મક વિચારો રાખું છું. 'ઈન્ડિયા ગોટ ટેલેન્ટ'  માં હું દરેકના વયના લોકો જે રીતે પોતાની પ્રતિભા રજૂ કરે  છે તે જોઈને  એક નિર્ણાયક તરીકે આભી બની જાઉં છું. તમે જ્યાંથી ચાહો ત્યાંથી પ્રેરણા લઈ શકો. હું આ રીતે પ્રેરણા  મેળવું  છું.

કિરણ ખેરને આપણા  દેશમાં પથરાયેલા કુદરતી  સૌંદર્ય પ્રત્યે  ખૂબ લગાવ છે. તે કહે છે કે એક ફૌજીની  પુત્રી  હોવાના  નાતે મેં દેશભરમાં  ટ્રેનમાં  પ્રવાસ  કર્યો છે. હું જ્યારે  ટ્રેનમાંથી  આપણા દેશના વિવિધ સ્થળોનું સૌંદર્ય જોતી  ત્યારે મને થતું  કે આપણે  કુદરતી સૌંદર્ય બાબતે કેટલા સમૃધ્ધ છીએ.

મહત્ત્નવી  વાત એ છે કે કિરણ જાટ શીખ કોમમાંથી આવે છે. આ કોમમાં  સામાન્ય રીતે છોકરીઓને આઈએફએસ કરાવવાની પ્રથા ચાલી આવે છે.

પરંતુ કિરણના માતાપિતાએ તેમને પંજાબ યુનિવર્સિટીમાંથી થિએટરમાં સ્નાતક થવા પ્રેરી. અદાકારા કહે છે કે અમારા કોન્ટોમેન્ટમાં એક ડિફેન્સ થિએટર હતું. હું ત્યાં  સરસ મઝાના વર્લ્ડ સિનેમા જોતી.  મારો ઉછેર શાસ્ત્રીય સંગીત સાંભળીને થયો છે.  અમને નાનપણથી જ બધી સંસ્કૃતિઓને માન આપવાનું શીખવવામાં આવ્યું  છે.

હાલના  તબક્કે તો કિરણ ખેર અભિનેત્રીમાંથી સંપૂર્ણપણે  રાજકીય નેતામાં  તબદીલ થઈ ગઈ હોય એમ  લાગે છે. તેણે છેલ્લા થોડા સમયમાં  એકે  ફિલ્મ સાઈન નથી કરી. અદાકારા કહે છે કે હું લાંબા સમય  સુધી મારા મતદાર  ક્ષેત્રથી દૂર રહેવા નથી માગતી. 

જો હું કોઈ  ફિલ્મ સાઈન કરું તો મને લાંબા સમય સુધી ચંદીગઢથી દૂર રહેવું પડે. તેથી હું મને  મળતી  ફિલ્મોની ઓફરો પાછી વાળી રહી  છું. અહીં જ અભિનેત્રીની પોતાના કામ પ્રત્યેની  પ્રતિબધ્ધતા છતી થાય છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments