Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ત્રણેય ખાન સાથે કામ કરવા મળ્યું એનું ગૌરવ : કેટરીના કૈફ

કેટરીના કહે  છે કે એણે ત્રણેય ખાન સાથે કામ કર્યું છે અને ભવિષ્યમાં  પણ તક મળશે ત્યારે  કરતી  રહેશે. એના માનવા પ્રમાણે વિશ્વમાં બે વ્યક્તિત્વો  કોઈ દિવસ સરખા ન હોઈ શકે

કેટરીના  કૈફની કારકિર્દી  ઉતાર ચઢાવ ભરી રહી છે.  ખાસ કરીને પાછલા બે ત્રણ વર્ષમાં  તો એની તમામ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર પછડાટ ખાધી  છે. જો કે તેની  છેલ્લી રિલીઝ 'ટાઈગર ઝિન્દા હૈ'  ની સફળતાથી  એનામાં નવા ઉત્સાહનો સંચાર થયો  છે. હવે શાહરૃખ સાથેની 'ઝીરો'  અને આમીર  સાથેની 'ઠગ્સ ઓફ હિન્દુસ્તાની'   પાસેથી એને નવી આશાઓ  છે.

કેટરીના  કહે  છે કે 'ઝીરો' નું  ટીઝર લોકોને પસંદ પડયું છે. એનો  એને આનંદ છે. 'ઝીરો' સુવાંગ શાહરૃખ ખાનની  ફિલ્મ  છે.  આમાં  રહેલી તકનીકના પાસા સાથે શાહરૃખ સંપૂર્ણપણે  સંકળાયેલો  છે. એણે આ ફિલ્મ માટે ટેક્નોલોજીસ્ટની એક ખાસ ટુકડી બનાવી છે.  અને વિશ્વના મોટા માથાઓને  નિમંત્રણ અપાયું  છે. શાહરૃખને પણ નવી નવી ટેક્નોલોજીનું સારું એવું  જ્ઞાાન છે એથી એ શાહરૃખ પર  આંધળો વિશ્વાસ મૂકી શકે છે.

કેટરીના  કહે છે કે એણે આનું ટીઝર માત્ર નહીં પરંતુ  એથી વધુ જોયું છે અને એના મત પ્રમાણે આ  ફિલ્મ  જોવા જેવી  બની  છે. અલબત્ત,  એણે આખી  ફિલ્મ  નથી જોઈ. એનુ  દ્રઢપણે  માનવું  છે કે આનંદ  રાય  અને શાહરૃખ ખાને આ ફિલ્મ માટે પોતાનો જીવ રેડીને કામ કર્યું  છે. આમાં ગ્રાફિક, વીએફએક્સ ઈત્દિ  તકનિકોનો  વિશાળ પાયે  ઉપયોગ થયો  છે.

કેટરીના  સ્વીકારે છે કે એને આ ફિલ્મ  ઓફર થઈ  ત્યારે એનો ઢાંચો અત્યારે  છે. એનાથી સાવ જુદો હતો. પહેલાં આ  ફિલ્મનું  શીર્ષક 'કેટરીના મેરી જાન' રાખવામાં આવ્યું હતું. પરંતુ હવે એને એને  ફિલ્મના  ઢાંચામા  સમૂળગો બદલાવ કરવામા ંઆવ્યો  છે. એ આમા જે ભૂમિકા  ભજવે એ  પ્રકારનો  વળાંક એણે અંગ્રેજી  ફિલ્મોમાં  નિહાળ્યો  છે. પરંતુ બોલીવૂડ માટે આ એક સંપૂર્ણપણે નવી ક્રાન્તિ  છે.

કેટરીના  કહે છે કે આનંદ રાવ સાથે એ પહેલી વખત કામ કરી રહી છે અને એમની સાથે કામ કરવાનો અનુભવ અલૌકીક કહી શકાય એ દરજ્જાનો રહ્યો છે. આનંદ રાય શૂટીંગના સેટ પર આવી તુરંત શૂટીંગ કરવાનો આદેશ ન આપતા, એ સીન સમજાવતા અને પાત્રના  ઊંડાણથી  કલાકારોેને વાકેફ કરતા. એમની કામ કરવાની પધ્ધતિ કેટરીનાએ  અગાઉ ક્યારેય નથી અનુભવી. 

એના માનવા પ્રમાણે  આનંદ પાસે વાર્તા કહેવાની  એક  ખાસ શૈલી  છે. જે દર્શકોને  એમની  ખુરશીઓમાં  જકડી રાખે  છે. આનંદ બુદ્ધિજીવી હોવા   છતાં  એણે 'ઝીરો' નું સર્જન એવી રીતે કર્યું  છે કે સમાજના છેવાડાંના નાગરિક સુધી આ ફિલ્મ પહોંચે.

કેટરીના  જાણે  છે કે 'ઠગ ઓફ હિન્દોસ્તાં' અને 'ઝીરો' બે હીરોઈન ધરાવતી  ફિલ્મ  છે પણ પણ એને માત્ર એની ભૂમિકાની પડી છે.  આ બંને  ફિલ્મમાં  એની ભૂમિકા રોમાંચક છે.  અગાઉ એણે 'ધૂમ થ્રી' માં આમીર સાથે કામ કરવાનો અનુભવ  છે  એટલે એને ઝાઝો વાંધો નહોતો આવ્યો. એ એમ પણ નથી માનતી કે  'ઠગ ઓફ હિન્દોસ્તાં' માં એની ભૂમિકા ફાતિમા સાના શેખ કરતા ટૂંકી  છે. આ ફિલ્મો ેહિસ્સો હોવાનું ગૌરવ માત્ર એને નહીં, પરંતુ અમિતાભ આમીર અને ફાતિમતાને પણ  છે. ભૂમિકાની લંબાઈ  લઈને એ કોઈ વિવાદ ઊભો કરવાં નથી માંગતી.

કેટરીના કહે  છે કે એણે ત્રણેય ખાન સાથે કામ કર્યું છે અને ભવિષ્યમાં  પણ તક મળશે ત્યારે  કરતી  રહેશે. એના માનવા પ્રમાણે વિશ્વમાં બે વ્યક્તિત્વો  કોઈ દિવસ સરખા ન હોઈ શકે. આ સંજોગોમાં  ખાન ત્રિપુટીની ં સરખામણી શક્ય નથી. એને ખુશી એ વાતની છે કે એને સલમાન- શાહરૃખ અને આમીર સાથે કામ કરવાની તક વારંવાર મળતી રહે  છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments