Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કંગના રનૌત : બોલીવૂડમાં 'તારે એ જ મારે'

સગીરાવસ્થામાં જ હિમાચલ પ્રદેશના એક નાનકડા ગામમાંથી માયાનગરી મુંબઈમાં આવી પહોંચેલી એક જિદ્દી છતાં નેકદિલ છોકરીએ છેલ્લા કેટલાંક સમયથી બોલીવૂડમાં હલચલ મચાવી દીધી છે.

આંખોમાં આભને આંબવાના શમણાં આંજીને આ ખૂબસુરત-ભોળી કન્યાએ જ્યારે હિન્દી ફિલ્મોદ્યોગના વાસ્તવિક ધરાતલ પર કદમ માંડયા ત્યારે તેને સમજાયું કે આ એક એવું  વિશ્વ છે જ્યાં ગમે ત્યારે લોકો તમારા પગ ખેંચીને તમને જમીન પર પટકી દે. હા, આપણે વાત કરી રહ્યાં છીએ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ કંગના રનૌતની.

કંગનાને જ્યારે ખરેખર કોઈએ ખેંચીને નહીં, પરંતુ ધક્કો મારીને જમીન પર પટકી ત્યારે તેને પોતાની અંદર પણ એક રણચંડી સુષુપ્તાવસ્થામાં બેઠી હતી એ વાતનો અહસાસ થયો. અને તેણે પોતાની અંદર ધબકતી એ રણચંડીને ઢંઢોળીને ઉઠાડી. તે ઘડી અને આજનો દિ', કંગનાએ કોઈની સાડીબારી નથી રાખી.  જોકે તેણે વર્ષો સુધી ચૂપ રહ્યા બાદ હવે તે તેની સાથે શારીરિક કે માનસિક ક્રૂરતા આચરનારાઓનો  ઢાંકપિછોડો કરવાને બદલે તેમને ઉઘાડા પાડી રહી છે.

કંગનાના આદિત્ય પંચોલી અને હૃત્વિક રોશન સાથેના સંબધો જગજાહેર છે. આમ છતાં અગાઉ તે તેમના વિશે ઉઘાડેછોગે નહોતી બોલતી. પરંતુ હવે તેમના વિશે બિન્ધાસ્ત બોલે છે. અને તેના શબ્દોમાં રહેલી સચ્ચાઈ સામી વ્યક્તિને સ્પર્શી જાય છે. ખરૃં જોવા જાઓ તો કંગનાને પોતાની આઝાદી સૌથી વધુ પ્રિય છે. તેને પિંજરામાં પૂરાઈ રહેવાનું મંજૂર નથી.

ચાહે તે સોનાનું કેમ ન હોય. અલબત્ત, સ્વતંત્રતાથી જીવવા તેને ફૂટપાથ પર રાત ગુજારવાનો કે ભૂખ્યા રહેવાનો પણ કોઈ અફસોસ નથી. અભિનેત્રીને મુંબઈ આવ્યા પછી એ વાત બહુ જલદી સમજાઈ ગઈ હતી કે અહીં જે તારશે તે જ મારશે.  કંગનાએ આ બાબતે કહ્યું હતું કે હું અહીં હજી નવીસવી હતી. પણ મને બહુ જલદી સમજાઈ ગયું હતું કે તમારે તમારા માર્ગદર્શક-સલાહકાર સાથે એક હાથ દે, એક હાથ લે જેવો સોદો કરવાનો હોય છે. અ

ને તમારી હાલત કઠપુતળી જેવી હોય છે. પરંતુ મને એમ લાગતું હતું કે જો મારે કઠપુતળીની જેમ જ રહેવું પડે તેમ હોય તો મારા માતાપિતાનું ઘર છોડીને અહીં શા માટે આવી? બહારની વ્યક્તિના હાથમાં કઠપુતળીની જેમ નાચવા કરતાં પોતાના પિતા કે પતિની કઠપુતળી બની રહેવામાં શું ખોટું? હું ક્યારેય પાંજરાનું પંખી બનવા નહોતી માગતી.  મને બેઘર રહેવાનું મંજૂર હતું, પણ ઘરની ચાર દિવાલોમાં કેદ થઈને રહેવાનું નહીં.

અભિનેત્રીએ તાજેતરમાં મુંબઈની એક જાણીતી હોટેલમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે આદિત્ય પંચોલીએ મને ઘરમાં કેદ કરીને રાખી હતી. તે મારા પિતાની વયનો છે. તેની પુત્રી મારા કરતાં પણ એક વર્ષ મોટી છે. એક વખત આદિત્યએ તેને એટલા જોરથી માર્યું હતું કે તે ફરસ પર પટકાઈ પડી હતી અને તેના માથામાંથી રક્ત વહેલા લાગ્યું હતું. અને તે વખતે જ તેને એ વાતનો અહસાસ થયો હતો કે તેની અંદર એક રણચંડી  ધબકે છે.

કંગનાએ વધુમાં કહ્યું હતું કે હું આદિત્યની પત્ની ઝરીના વહાબ પાસે ગઈ હતી. પરંતુ તેણે મને જે જવાબ આપ્યો તે મારા માટે આંચકાજનક હતો. ઝરીનાએ કહ્યું હતું કે આદિત્ય ઘરે નથી આવતો  તે તેના માટે મોટી રાહતની વાત છે. પરંતુ મને એ સમજ નહોતી પડતી કે મારે શું કરવું. જો હું મારા ઘરે પરત ફરું તો મને ફરીથી મારા પિતા અથવા પતિની જોહુકમીના વિષચક્રમાં ફસાવાનું હતું.

તેથી છેવટે મેં પોલીસ ફરિયાદ કરવાનો નિર્ણય લીધો. આજે મને મારા આ નિર્ણય પર કોઈ અફસોસ નથી. બલ્કે હું યુવાન છોકરીઓને એવી સલાહ આપું છું કે જો તમને ક્યારેય આવી પરિસ્થિતિનો સામનો કરવાની નોબત આવે તો પોલીસની મદદ લેજો.

અભિનેત્રીએ આ કાર્યક્રમમાં તેના વિશે ફેલાવવામાં આવેલી કાળો જાદુ કરવાની વાતોને પણ વખોડી હતી. તેણે કહ્યું હતું કે એક જાણીતા અખબારની એક પૂર્તિની એડિટરે લખ્યું હતું કે હું મારા માસિક દરમિયાન થતાં રક્તસ્ત્રાવના લોહીથી કાળો જાદુ કરું છું. હું આવી વાતોને સખત શબ્દોમાં વખોડી કાઢતાં કહું છું કે તમે એકવીસમી સદીમાં જીવો છો કે મધ્ય યુગમાં.

અદાકારાના હૃત્વિક રોશન સાથેના સંબંધો પણ ઘણાં ચર્ચાયા છે. દોઢેક વર્ષ અગાઉ કંગનાએ એક ઈન્ટરવ્યુમાં 'સિલી એક્સ' (મૂર્ખ પૂર્વ પ્રેમી) શબ્દોનો પ્રયોગ કર્યો ત્યારે હૃત્વિક રોશને તેને કાનૂની નોટિસ ફટકારતાં કહ્યું હતું કે કંગનાએ કોઈ ધુતારા સાથે ઈ-મેલ પર વાત કરી છે. પરંતુ કંગનાએ પણ જરાય ગભરાયા વિના એક ટોચની ધારાશાસ્ત્રી રોકીને તેનો જવાબ આપ્યો હતો.

જોકે પછીથી તે 'સિમરન'ના શૂટિંગમાં વ્યસ્ત થઈ જતાં આ વાત ટાઢી પડી ગઈ હતી. પરંતુ કંગનાએ એક ટી.વી. ઈન્ટરવ્યુ તેમ જ આ કાર્યક્રમમાં પૂછવામાં આવેલા સવાલોના જવાબો આપતી વખતે આ વાત ફરીથી ઉખેળી હતી. કંગનાએ કહ્યું હતું કે હૃત્વિકે તેની કાનૂની નોટિસમાં કહ્યું હતું કે તેં મને 'સિલી એક્સ' કહ્યો છે. તેથી તારે મારી જાહેરમાં માફી માગવી જોઈએ.

અને જો તું એમ નહીં કરે તો હું તારા અંગત વિડિયો ઉઘાડા પાડી દઈશ. આના જવાબમાં મેં તેને કહ્યું હતું કે સૌથી પહેલા તું એ સાબિત કર કે તું જ મારો મૂર્ખ ભૂતપૂર્વ પ્રેમી છે. બાકી મને આ રીતે બ્લેકમેલ કરવાના કેસમાં તેને સાત વર્ષની જેલ થઈ શકે. વાસ્તવમાં તેને કલ્પના જ નહોતી કે હું પણ નિર્ભય બનીને તેની કાનૂની નોટિસનો જવાબ કાયદાકીય ભાષામાં જ આપીશ.

અહીં જ એ વાત પુરવાર થઈ ગઈ હતી કે હિમાચલ પ્રદેશના ગામમાંથી આવેલી એક સગીર, દુનિયાદારીની સમજથી પર કંગના કેટલી ઝડપથી સમજદાર બની ગઈ. અત્યાર સુધી તેણે 'તૂટી જાઉં પણ નમું નહીં' જેવા સ્વભાવનો પરચો આપ્યો છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments