Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કંગના રણૌત : આખાબોલી અદાકારા

તે આખાબોલી છે તેથી ઘણાં લોકોને આંખના કણાની જેમ ખૂંચે  છે. પરંતુ એ વાત ખોટી છે કે તેને ફિલ્મોની  ઓફરો મળવાનું  ઓછું થઈ  ગયું છે.

વર્ષ  ૨૦૦૬માં  'ગેંગસ્ટર  અ લવસ્ટોરી' દ્વારા  બોલીવૂડમાં  કદમ માંડનાર હિમાચલ પ્રદેશના એક નાનકડા ગામની છોકરીએ ભારે સંઘર્ષ કરીને  લાંબી મજલ કાપી  છે. આરંભના તબક્કામાં  તેની સ્ટાઈલ તેમ જ ઉચ્ચારોની બહુ મજાક ઉડાવવામાં આવતી  હતી. 

પરંતુ 'ફેશન', 'ક્વીન', 'તનુ વેડ્સ મનુ' અને 'તનુ વેડ્સ મનુ રીટર્ન્સ'  જેવી સફળ  ફિલ્મોએ  અભિનેત્રીને બોલીવૂડમાં પ્રથમ હરોળે બેસાડી દીધી. અને હમણાં  તે 'મણિકર્ણિકા ધ ક્વીન ઓફ ઝાંસી' માં રાણી ઝાંસીનું પાત્ર ભજવી રહી છે. વાસ્તવિક જીવનમાં પણ તે ખરેખર 'ઝાંસીની રાણી' જ  છે. 

ફરક માત્ર એટલો કે તે ઘોડે ચડીને તલવાર નથી ચલાવતી. પણ બોલીવૂડની  ભાષામાં કહીએ તો તેના મગજમાં  રાઈ ભરાઈ ગઈ હોવાથી તે શબ્દોના તાતા તીર ચલાવે  છે. કોઈની પણ સાડીબારી રાખ્યા વિના તે કાણાને  કાણો  કહી  દે છે. તેથી જ છેલ્લા થોડા સમયમાં  હૃતિક રોશન ઉપરાંત આદિત્ય  પંચોલી, કરણ જોહર, અપૂર્વ  અસરાની, શેખર અને અધ્યયન સુમન તેના સપાટામાં  આવી ગયા છે.

ઘણાં લોકો એમ માને છે કે તે બધા ઉપર જે રીતે આરોપો મૂકે  છે તે જોયા પછી  કોઈ તેને કામ નહીં આપે કે તેની  ફિલ્મો  જોવા નહીં જાય. તેમની વાતમાં  વત્તાઓછા અંશે પણ દમ  છે. તેની છેલ્લી બે ફિલ્મો 'રંગૂન' અને 'સિમરન'  બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ. આદિત્ય પંચોલીએ તો તેના ઉપર માનહાનિનો   કેસ ઠોકી દીધો છે.

આદિત્ય પંચોલી  કહે  છે કે આ છોકરી જેટલા આત્મવિશ્વાસથી ખોટું બોલે છે  તેને દાદ આપવી ઘટે. તેણે આ ઈન્ડસ્ટ્રીમાં  કોઈને નથી બક્ષ્યા.  આમ કરીને  તે પોતાની જ ઘોર ખોદી રહી  છે. છેલ્લા  ઘણાં સમયથી કોઈને કોઈ વ્યક્તિ તેની અડફેટે આવી રહી  છે. પરંતુ કંગનાને આ વાતથી કોઈ ફરક નથી પડતો. તે વધુમાં  કહે છે કે કંગના આટઆટલા લોકો વિશે બેફામ  બોલે  છે.

પરંતુ તે જ્યારે મારા વિશે ગમે તેમ બોલી ત્યારે મને એમ લાગ્યું  કે મારા પોતાના સન્માન માટે મારે વળતો પ્રહાર કરવો જ રહ્યો. તે વધુમાં  કહે છે કે મારા મત મુજબ કંગના તેની  ફિલ્મની રજૂઆત વખતે બેફામ બોલે  છે. જેથી તેની  ફિલ્મને  આપોઆપ પબ્લિસિટી મળી જાય. પરંતુ જો વિવાદ પેદા કરીને  જ કોઈપણ સિનેમાના પ્રચાર-પ્રસાર  કરી  શકાતા હોય તો  ફિલ્મમાં  સ્ટોરી કે અન્ય બાબતોની આવશ્યક્તા જ ક્યાં રહે  છે.

જો કો કોઈપણ વ્યક્તિ  કાંઈપણ કહે, કંગનાને તેનાથી કોઈ ફરક નથી પડતો. તે બિન્ધાસ્ત  બનીને કહે છે કે એકવીસમી સદીમાં પણ મહિલાઓને પોતાનો મત વ્યક્ત કરવાની છૂટ નથી. તેઓ પોતાનો અભિપ્રાય વ્યક્ત કરે  ત્યારે બંડખોર કહેવાય છે. પરંતુ આ મધ્ય યુગની   માનસિકતા બદલવાનો સમય પાકી ગયો   છે. આધુનિક યુવતીઓ પોતાનો  મત, પોતાના ગમા- અણગમા વ્યક્ત કરવાની જ છે.

છોકરીઓ ચૂપ રહે, લડે નહીં, બધું સહન કરે, બધી પરિસ્થિતિને  અનુકૂળ થઈ જાય  જેવા સામાજિક નિયમો  હવે નહીં ટકે. જો કોઈ યુવતી પોતાની મરજીથી એક કરતાં વધુ લોકો સાથે શારીરિક સંબંધ બાંધે તોય ગમે  તે વ્યક્તિ તેની મરજી વિરુધ્ધ તેને ભોગવી ન શકે.

કંગના સ્વયં  કબૂલ  કરે  છે કે તે આખાબોલી છે તેથી ઘણાં લોકોને આંખના કણાની જેમ ખૂંચે  છે. પરંતુ એ વાત ખોટી છે કે તેને ફિલ્મોની  ઓફરો મળવાનું ઓછું થઈ ગયું છે. અભિનેત્રી કહે છે કે મેં ત્રણ ફિલ્મો  સાઈન કરી  છે, મનાલીમાં મારું સરસ મઝાનું ઘર  છે. પાલી  હિલમાં એક  ઓફિસ છે.

હા, મને જાહેરખબરો મળવાનું ઓછું થઈ ગયું  છે એટલે મારી આવક ઘટી  છે. પરિણામે  હાલના તબક્કે મને મારું  પ્રોડક્શન હાઉસ શરૃ કરવાનુ મુલતવી રાખવું પડયું છે. પણ મને  ખાતરી  છે કે ઘીના ઠામમાં ઘી પડી રહેશે. એવો સમય ચોક્કસ આવશે જ્યારે લોકો મારી વાત સમજશે.

બોલીવૂડના લોકો કંગનાની વાત સમજે કે ન સમજે, પણ હાર્વર્ડ  બિઝનેસ સ્કૂલ કંગનાને બરાબર સમજી છે અને ફેબુ્રઆરી મહિનામાં યોજાનારી વાર્ષિક 'ઈન્ડિયા કોન્ફરન્સ' માં  મહત્ત્વની વક્તા  તરીકે કંગનાને નિમંત્રી છે.

કહેવાની જરૃર  નથી કે આ કોન્ફરન્સમાં  અગાઉ નોબલ વિજેતા અમર્ત્ય સેન, બેંકર ચંદા કોચર, ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ જેવા દિગ્ગજો પોતાના  વક્તવ્ય  આપી  ચૂક્યાં  છે. હવે કંગના 'ચેન્જિંગ એન્ટરટેનમેન્ટ લેન્ડસ્કેપ ઈન ઈન્ડિયા' અને  'ડિસરપ્ટિંગ ધ ઈન્ડિયન મેનસ્ટ્રીમ સિનેમા' જેવા વિષયો પર વક્તવ્ય આપવાની છે.

અભિનેત્રી કહે  છે કે મારા માટે આ બહુ મોટી વાત છે. મેં સ્વયં ભલે ઉચ્ચ માધ્યમિક શાળા સુધી જ અભ્યાસ કર્યો છે. પણ હું  પ્રાધ્યાપકો, એન્જિનિયરો, પાયલટો અને  તબીબોના પરિવારમાંથી આવું છું. તે વધુમાં કહે  છે કે વક્તવ્યમાં હું  આપણી સામંતશાહી પધ્ધતિ અને ભારતનું  નિરાશાજનક ચિત્ર રજૂ નથી કરવાની. બલ્કે આપણે ત્યાં ટી.વી., ડિજીટલ પ્લેટફોર્મ  ઈત્યાદિમાં  કેવી નવી તકો મોજૂદ છે તેની રજૂઆત  કરીશ. તે ઉમેરે છે કે હું પોતે પણ આ માધ્યમોમાં  કામ કરવા માગું છું.

 જો કે આનો અર્થ એવો નથી  થતો કે તે  બોલીવૂડ વિશે કાંઈ નહિ બોલે. તે કહે છે કે મારા વક્તવ્યમાં હું 'હિન્દી મિડિયમ' જેવી વાસ્તવિકતાના ધરાતલ બનેલી  ફિલ્મોનો ઉલ્લેખ અચૂક કરીશ.

અદાકારા  માને છે કે જીવવું તો ઝિંદાદીલીથી. તે કહે છે કે હું એક એક   પગલું  જાળવી જાળવીને  ભરવામાં નથી માનતી. બલ્કે હું પ્રેરણાદાયક આયખું વિતાવવા માગું છું.
 

Post Comments