તુષાર કપૂરઃ સરોગસી દ્વારા ડેડી બનવામાં ખોટું શું છે?
એના પિતા જીતેન્દ્રએ એક તબક્કે એક સાથે અનેક ફિલ્મો સ્વીકારી હતી. પરંતુ આ તબક્કે એ એવું નહીં કરે. હવે ઉદ્યોગ અગાઉની માફક કામ નથી કરતો. નવા સમીકરણો રચાયા છે અને જૂના ભૂંસાયા છે. હવે એ કંઈક નવું-અનોખું વિચારી રહ્યો છે. તમામ સંભાવના છે કે એની બહેન એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સની કોઈ ધારાવાહિક દ્વારા એ નાના પડદાની અજમાઈશ કરે.
તુષાર કપૂરે અચાનક 'ડેડી' ની ભૂમિકામાં આવી ગયો છે. એણે 'સરોગસી' દ્વારા ડેડી બનવાનો નિર્ણય ઓચિંતો લઈ બધાને ચોંકાવી નાખ્યાં હતાં. હાલમાં એ 'ગોલમાલ અગેઈન' ની સફળતાને માણી રહ્યો છે. તમામ શક્યતા એ છે કે એ હવે નાને પડદે દેખા દે સરોગસી દ્વારા ડેડી બનવાની પ્રક્રિયામાં કશું અશોભનીય નથી એવું એ માને છે.
તુષાર કપૂર કહે છે કે 'ગોલમાલ અગેઈન' એની રીલિઝના આટલા અઠવાડિયાઓ પછી પણ એટલી લોકપ્રિય છે એ જાણીને એને આશ્ચર્ય નથી થયું. ગોલમાલ શ્રેણીના તમામ મણકાઓ સફળ રહ્યાં છે. અને આ સિક્વલ બહુ લાંબા સમય પછી આવી એટલે દર્શકોને એમાં વધુ રસ પડવો સ્વાભાવિક છે. દર્શકો જોવા માંગતા હતા કે નવી સિક્વલમાં એમની ટીમ શું નવું લઈને પાછી ફરી છે. ટીમને સફળતાની ખાતરી હતી પરંતુ આમ છતાં સહુએ આકરી મહેનત કરી એટલે આ ફિલ્મ વધુ સફળ થઈ.
તુષાર કહે છે કે વાસ્તવિક જીવનમાં ડેડી બન્યા પછી એની આ પહેલી ફિલ્મ છે. જો ગોલમાલ સિવાયની અન્ય કોઈ ઓફર હોત તો એ એને નકારી કાઢત. ગોલમાલનો મણકો ઓફર થયો હોવાના જ એણે ડેડી હોવા છતાં કામ કરવાનું સ્વીકાર્યું છે. એ કહે છે કે એનો પુત્ર હજી ઘણો નાનો છે અને એને પિતાની જરૃર છે. એનો પુત્ર જે કરે એ બધુ જ એ માણવા-અનુભવવામાંગે છે.
તુષાર કહે છે કે 'ક્યા કૂલ હૈ હમ' ની રિલિઝ પછી એ એકલો પડી ગયો હતો. એના કહેવા પ્રમાણે આ એકલતામાંથી જન્મેલા વિષાદને કારણે જ એણે પિતા બનવાનો નિર્ણય લીધો. એના પુત્ર લક્ષ્યના આગમન પછી એનું જીવન જાણે ધબકવા માંડયું છે.
પોતાના પુત્રના ઉછેરની તમામ જવાબદારીઓ એ વહન કરી રહ્યોે છે. પહેલી વાર 'પેરેન્ટ' બન્યો હોવાની શરૃઆતમાં એને અમુક તકલીફોનો સામનો કરવો પડયો હતો પરંતુ માતા-પિતા અને મદદનીશની મદદથી લક્ષ્ય સચવાઈ ગયો. હાલમાં એ લક્ષ્યના ભણતર માટે સારી શાળા અંગે સંશોધન કરી રહ્યો છે. આ એક ગૂંચવી નાખે એવું કાર્ય છે પણ એમાંથી એ આનંદ લે છે.
હાલમાં તુષાર એની કારકિર્દીની બાબતે સ્પષ્ટ છે. જો ફિલ્મની કથા ખરેખર સારી હોય તો એ કાંતો લક્ષ્યને પોતાની સાથે શૂટીંગના સ્થળે લઈ જશે અથવા ઘરે મૂકીને પ્રવાસ ખેડશે. પરંતુ માત્ર કામ ખાતર, નાણા કમાવવાના આશયથી એ ફિલ્મોની ઓફર નહીં સ્વીકારે. પિતા બનવાને કારણે એનો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો છે એ માને છે કે કામ અને ઘર વચ્ચે સંતુલન સાધવું આવશ્યક છે.
એનો દાવોે છે કે જ્યારે જ્યારે લક્ષ્યને એની જરૃર પડી છેં ત્યારે એ હાથવગો રહ્યો છે. એણે એ બાબતનું ધ્યાન રાખ્યું છે કે એના નિર્માતાઓએને પણ નુકસાન ભોગવવું ન પડે. એણે કામના કલાકોેની ફાળવણી એવી રીતે કરી છે જેથી સંતુલન સધાયું અને લક્ષ્ય અને નિર્માતાઓ સચવાઈ જાય.
તુષાર હવે ૨૦૧૮ની શરૃઆત સુધી એક પણ ફિલ્મના કરાર નથી કરવાનો. પરંતુ એણે ફિલ્મો વિશે વિચારવાનું છોેડી નથી દીધું. એ નવા નવા વિષય તરાશે છે અને હોરર ફિલ્મનો એક પ્લોટ એના મનમાં ઘૂમરાઈ રહ્યો છે. એ હવે હાડકોર એક્શન ફિલ્મની પણ તલાશમાં છે.
એના પિતા જીતેન્દ્રએ એક તબક્કે એક સાથે અનેક ફિલ્મો સ્વીકારી હતી. પરંતુ આ તબક્કે એ એવું નહીં કરે. હવે ઉદ્યોગ અગાઉની માફક કામ નથી કરતો. નવા સમીકરણો રચાયા છે અને જૂના ભૂંસાયા છે. હવે એ કંઈક નવું-અનોખું વિચારી રહ્યો છે. તમામ સંભાવના છે કે એની બહેન એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સની કોઈ ધારાવાહિક દ્વારા એ નાના પડદાની અજમાઈશ કરે. જોકે આ પ્રયોગ પાછળ એ માત્ર બેથી ત્રણ મહિના ફાળવશે.
Post Comments
આઇપીએલ : ધોનીનું સ્થાન લેવા માટે યુવા વિકેટકીપર વચ્ચે જંગ
સાનિયા-શોએબને 'ગૂડ ન્યૂઝ' ટૂંક સમયમાં ઘરે પારણું બંધાશે
કોહલી મારો રેકોર્ડ તોડશે તો તેની સાથે શેમ્પેઇન પીશ : સચિન તેંડુલકર
મુંબઇ ઇન્ડિયન્સનો બેટિંગ અને બોલિંગમાં આખરી પાંચ ઓવરોમાં ફલોપ શો
દિલ્હી સામેના વિજયથી અમારા આત્મવિશ્વાસમાં વધારો થયો છે
૨૦૧૯ના વર્લ્ડકપ બાદ કારકિર્દી અંગે નિર્ણય લઇશ : યુવરાજ
બાર્સેલોના ઓપન : નડાલ માટે નંબર-૧ જાળવવવા વિજય ફરજીયાત
ઐશ્વર્યા રાય બચ્ચન અને નણંદ શ્વેતા વચ્ચેની કોલ્ડ વોર એક લગ્નમાં ફરી દેખાઈ
શાહરૃખ ખાન યશરાજ ફિલ્મસ સાથે ફરી કામ કરશે
અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરનારી પૂજા ભટ્ટને યુઝર્સોએ ટ્રોલ કરી
છેતરપિંડી કેસ: અભિનેતા રાજપાલ યાદવને 6 મહિનાની જેલ, તાત્કાલિક જામીન મંજૂર
જાતીય દુરાચાર સામે બોલવાનો કશો અર્થ નથી
અનુપમ ખેરે લંડન શિડયુલ પૂરું કર્યું
ઉમેશ શુક્લા સંજય દત્ત સાથે ફિલ્મ બનાવશે
-
GUJARAT
-
NATIONAL
-
INTERNATIONAL
-
BUSINESS
-
Religion & Astro
-
NRI News