Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સલમાન ખાન : બોક્સ ઓફિસનો બોસ

સલમાન ખાન હિન્દી ફિલ્મ જગતનો સુપરસ્ટાર છે.સલમાન ખાનની ફિલ્મ જોવા ફ્ક્ત તેનાં ચાહકો જ નહીં તમામ વર્ગનાં દર્શકો ઉમટી પડે છે.વોન્ટેડ, દબંગ,એક થા ટાઇગર,બજરંગી ભાઇજાન,કીક,પ્રેમરતન ધન પાયો,બોડીગાર્ડ,સુલતાન વગેરે ફિલ્મોને ઝળહળતી સફળતા મળી છે.

જોકે હમણાં રજૂ થયેલી ટયુબલાઇટને આ બધી ફિલ્મોની સરખામણીએ થોડો ઓછો પ્રતિસાદ મળ્યો હોવાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા છે.આમ છતાં સલ્લુમિયાં બોલીવુડનો બોક્સ ઓફિસનો કીંગ ગણાય છે.

બોલીવુડમાં સલમાન ખાનનું મિત્ર વર્તુળ ઘણું મોટું છે.વળી,તે મોટાં અને પ્રતિષ્ઠિત બેનરોની ફિલ્મોમાં કામ કરે છે.આમ તો હજી હમણાં સુધી સલમાન એક અથવા બીજા કોર્ટ કેસમાં ફસાયેલો હતો.તેના નામ સાથે નાના મોટા વાદ વિવાદ પણ જોડાયેલા રહે છે.અમુક સૂત્રો એમ કહે છે કે સલમાન ખાન પેલાં વાદળો જેવો છે.ક્યારેક કોઇ વ્યક્તિ પર બહુ વરસી પડે તો કોઇક વખત ભારે નારાજ પર થઇ જાય

.આમ છતાં આ જ સલમાન ખાન બહુ ઉદાર પણ હોવાનાં અમુક ઉદાહરણો છે.મિત્રો અને ખાસ શુભેચ્છકો માટે તેના ઘરના દરવાજા કાયમ ખુલ્લા રહે છે. હમણાં સલમાન ખાન અને  દિગ્દર્શક કબીર ખાનની જોડીએ એક થા ટાઇગર,બજરંગી ભાઇજાન અને ટયુબલાઇટ એમ ત્રણ ફિલ્મોમાં સાથે કામ કર્યું.એક થા ટાઇગર અને બજરંગી ભાઇજાન સુપરહીટ થઇ જ્યારે ટયુબલાઇટને થોડોક નબળો પ્રતિસાદ મળ્યો હોવાના અહેવાલો પ્રસિદ્ધ થયા છે.

જોકે ખુદ સલમાન ખાન એવો ખુલાસો કરે છે કે ફિલ્મ સર્જનની સમગ્ર પ્રક્રિયામાં તમારે તન,મન અને ધન ત્રણેયનું યોગદાન આપવું પડે  છે. શરૃઆતના તબક્કે ફિલ્મની કથા-પટકથાની પસંદગીમાં બહુ કાળજી રાખવી પડે.

ત્યારબાદ કલાકારોની પસંદગી,શૂટિંગ અને છેલ્લે ફિલ્મની પ્રસિદ્ધિ માટે જુદાં જુદાં સ્થળોએ જવું પડે અને પત્રકારો સાથેની મુલાકાત પણ ખરી.આ જ રીતે મેં કબીર ખાન સાથે કામ કર્યું તે પહેલાં તેણે કાબૂલ એક્સપ્રેસ અને ન્યુ યોર્ક એમ બે ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું ખરું.જોકે હકીકત એ છે કે એક થા ટાઇગર અને બજરંગી ભાઇજાન બંનેને સુપરહીટ સફળતા મળી ત્યારથી કબીર ખાનનું નામ પણ મોટું થઇ ગયું. આ જ રીતે અલી અબ્બાસ ઝાફરે અગાઉ  મેરે બ્રધર કી દુલ્હન અને ગુંડે એમ બે ફિલ્મિોનું દિગ્દર્શન કર્યું છે.

જોકે ત્યારબાદ અમે સુલતાન ફિલ્મમાં સાથે કામ કર્યું અને તેનું નામ પણ વજનદાર થઇ ગયું.હવે હું અને અલી અમારી નવી ફિલ્મ ટાઇગર  જિંદા હૈ માં ફરીથી સાથે કામ કરી રહ્યા છીએ. મારો કહેવાનો અર્થ એ છે કે તમને કોઇ ચોક્કસ વ્યક્તિની કાર્યશૈલી અને તેની બુદ્ધિપ્રતિભા ગમે તો જ તમે તેની સાથે કામ કરશો નહીં તો નહીં. સાથોસાથ ફિલ્મની કથા-પટકથા પણ મજબૂત અનેપ્રવાહી હોવી જોઇએ.

મૈંને  પ્યાર કિયા ફિલ્મથી અભિનય કારકિર્દી શરૃ કરનારો સલમાન ખાન કહે છે,મારી પોતાની વાત કરું તો હું કોઇપણ ફિલ્મની પસંદગી કરું છું ત્યારે મારું બાળપણ યાદ કરું છું.એટલે કે હું મારી જાતને એક બાળકના સ્વરૃપમાં જોઇને એમ વિચારું છું કે હું એક ફિલ્મ  જોઇને થિયેટરમાંથી બહાર આવું ત્યારે મારા મનમાં ફિલ્મનો હીરો બનવાની ઇચ્છા થાય છે ?

વળી,કથા-પટકથા સાંભળું ત્યારે પણ એમ વિચારું છું કે દોસ્ત,તું આ ફિલ્મ તારા નિર્માતા કે દિગ્દર્શક માટે નહીં પણ ફક્ત વાર્તાને સંપૂર્ણ ન્યાય આપવા કરીશ.એટલે કે કથા-પટકથામાંના પ્રસંગો, પ્રવાહો, પાત્ર, અભિનય ,સંવાદો અને ગીત-સંગીતથી લઇનેપ્રણયદ્રશ્યો વગેરેને પડદા પર જોઇ-અનુભવીને દર્શકો કેટલા અંશે પ્રભાવિત થશે તેનં, ચિત્ર મારામનમાં ઉપસાવવાનો પ્રયાસ કરું છું.

આમ હું કથા-પટકથાથી પ્રભાવિત થાઉં તો દર્શકોને તે કેટલી બધી ગમશે તેનો અંદાજ માંડીને આગળ વધું છું.

પોતાની સફળ કારકિર્દીનું મૂલ્યાંકન કરતાં  સલ્લુમિયાં કહે છે, ખરું કહું તો આજે અમને બોલીવુડમાં અને અમારા પરિવારમાં ડગલે ને પગલે ઉપયોગી માર્ગદર્શન મળે છે.શારીરિક-માનસિક આરોગ્યની જાળવણી માટે નિષ્ણાતોની મદદ મળે છે.

અમારી ફિલ્મોનાં વિવિધ પાસાં વિશે અમે વિચારણા-ચર્ચા કરી શકીએ છીએ.જોકે અમારી અગાઉની પેઢીને આ તમામ ઉપયોગી માર્ગદર્શન અને સુવિધાઓ મળ્યાં નહોતાં.મેં બોલીવુડમાં કારકિર્દી શરૃ કરી ત્યારે જેકી શ્રોફ,સન્ની દેઓલ અને સંજય દત્ત બહુ મોટા અને સફળ સ્ટાર્સ હતા.

હું આ ત્રણેય સ્ટાર્સથી જબરોે પ્રભાવિત હતો.જોકે તેઓને શારીરિક-માનસિક તંદુરસ્તીની જાળવણી કઇ રીતે કરવીથી લઇને અન્ય સુવિધાઓ તથા માર્ગદર્શન મળતાં નહોતાં.ખરું કહું તો હું અને અક્કી(અક્ષયકુમાર) અમારા આ બધા સિનિયરો પાસેથી ઘણું શીખ્યા છીએ.ઉપરાંત મને ફિલ્મસાજનમાં સંજય દત્ત સાથે જ્યારે જીતમાં સન્ની દેઓલ સાથે કામ કરવાની મજેદાર તક પણ મળી     તેનો આનંદ છે.

સલમાન કહે છે,આમ તો મેં અગાઉ કરણ-અર્જુનમાં શાહરૃખ ખાન સાથે,અંદાઝ અપના અપનામાં આમિર ખાન સાથે, મુઝ સે શાદી કરોગેમાં અક્ષયકુમાર સાથે તથા બંધનમાં જેકી શ્રોફ સાથે કામ કર્યું છે. જોકે આજની પેઢીનાં કલાકારો બે હીરોવાળી ફિલ્મોમાં કામ નથી કરવું.જરા વિચારો કે અમિતાભ બચ્ચન જેવા સુપરસ્ટારે પણ ભૂતકાળમાં વિનોદ ખન્ના,ધર્મેન્દ્ર,શત્રુઘ્ન સિંહા,શશિકપૂર અને વિનોદ મેહારા જેવા લોકપ્રિય સ્ટાર સાથે કામ કર્યું જ છે.

બીજીબાજુ સલમાન ખાને વરૃણ ધવન,સૂરજ પંચોલી,રિતિક રોશન,ડેઇઝી શાહ,સોનાક્ષી સિંહા,ે કેટરીના કૈફ અને ઝરીનખાન વગેરે નવી પ્રતિભાને ઘણું માર્ગદર્શન આપ્યું છે  અને મદદ કરી છે.

બીજાંને મદદરૃપ બનતો ખુદ સલમાન પોતે તેના જીવનમાં   સ્થિર નથી થયો.એટલે કે સલમાન ખાનની ઉંમર ૫૧ વરસની હોવા છતાં તેણે લગ્ન નથી કર્યાં.જોકે સલ્લુમિયાંએ એવો ઇશારો જરૃર કર્યો છે કે હું કદાચ પણ લગ્ન ન કરું તો સરોગસી પદ્ધતિથી સંતાન પ્રાપ્ત કરવાની વિચારણા કરું તેવી શક્યતા ખરી.હું એવું પણ ઇચ્છું છું કે હું ૭૦ વરસનો હોઉં ત્યારે મારા સંતાનની વય ૨૦ વર્ષની હોય.

વળી, મારું સંતાનતેનાં દાદાદાદીની ગોદમાં રમે અને ભરપૂર વ્હાલ મેળવે તેવી પણ ઇચ્છા ખરી.જોકે છેવટે તો આ બધી ઇચ્છાઓની દોરી ભગવાનના હાથમાં હોય છે.આપણે માનવી તરીકે પૃથ્વી પર જન્મ લઇએ છીએ ત્યારે ભગવાનઆપણને સારાં-નરસાં બંને કર્મો આપે છે.

કોઇ માનવીને સફળતા મળે ત્યારે તે હવામાં ઉડવા માંડેપરંતુ ઇશ્વર તેની દોરી થોડીક ખેંચીને તેને નીચો લાવે અને કહે ભાઇ બહુ આકાશમાં ન ઉડ.બીજીબાજુ કોઇ વ્યક્તિના જીવનમાં કંઇક અનિચ્છનિય બને તો તેનો અર્થ એવો થાય કે ભગવાન તેને ધરતી પર રાખવા ઇચ્છે છે.

બોલીવુડમાં ઘણાં સ્ટાર્સ એવાં પણ છે જેઓ તેમની જાતને બહુ બહુ શક્તિશાળી અને મોટો માણસ માને છે.જોકે તેમની આવી માનસિકતા ખરેખર તો પેલા પડદા પરની  ચમકતી છબીનું પરિણામ હોય છે.અસલી જિંદગી તો બહુ જુદી હોય છે.
 

Post Comments