Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રણવીર સિંહ : કાયમ મોજમાં રહેતો કલાકાર

'પદ્માવત' માં રણવીર સિંહે ભજવેલા  અલ્લાઉદ્દીન ખિલજીના પાત્રનો અભિનય જોઈને   લોકો દંગ રહી ગયા હતા. જો કે આ ભૂમિકા  ભજવવી  રણવીર માટે પણ સહેલી નહોતી.  આ અત્યંત કઠિન  રોલ ભજવતી વખતે અભિનેતાને ભારે માનસિક   ત્રાસ  પણ સહન કરવો પડયો હતો.

અને તેની  નકારાત્મક અસરમાંથી બહાર આવવામાં પણ તેને  બહુ મુશ્કેલી  થઈ હતી. જો કે હવે રણવીર  સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો  છે. અને તેણે તેની આગામી  ફિલ્મ  'ગલ્લી બોય' નું  શૂટીંગ પણ શરૃ કરી દીધું  છે. અભિનેતા  કહે  છે કે હું અલ્લાઉદ્દીનના પાત્રના પ્રભાવમાંથી બહાર આવી ગયો છું. અને 'ગલ્લી બોય' ના સેટ પર ધારાવીના મસ્ત-મઝાના છોકરાઓ સાથે શૂટીંગ કરી  રહ્યો  છું. આ છોકરાઓની ઊર્જા અચંબો પમાડે   એવી  છે.

બોલીવૂડના  મોટાભાગના કલાકારો  પોતાની પ્રત્યેક  ફિલ્મના પાત્રની આવશ્યક્તા  મુજબ પોતાનો  બાંધો-દેખાવ બદલે  છે.રણવીર પણ તેમાંથી બાકાત નથી. અભિનેતા  કહે છે કે 'પદ્માવત'   ફિલ્મ વખતે  મેં દોઢ વર્ષ સુધી દરરોજ માંસ ખાધું હતું. પરંતુ હવે મેં લાલ માંસ ખાવાનું  ઓછું કરી નાખ્યું  છે. તે વખતે હું દરરોજ વેઈટલિફ્ટિંગ પણ કરતો હતો.   જો કે હવે હું તેના સ્થાને સ્વિમીંગ કરું   છું.  હું મારા દરેક પાત્ર મુજબ મારા બાંધામાં પરિવર્તન  કરું  છું. આમ  છતાં મારું પાત્ર મુજબનું પરિધાન અને  મેકઅપ   મને વધુ ખપ લાગે  છે.  તેને કારણે  મારો દેખાવ આબેહૂબ મારા પાત્રને અનુરૃપ લાગે છે.

અભિનેતા  વધુમાં   કહે  છે કે હું મારા  કામને અત્યંત  ગંભીરતાથી  લઉં   છું.  વાસ્તવમાં  હું રંગમંચનૅો  કલાકાર છું. મેં  અભિનય વિશે ઘણો  અભ્યાસ કર્યો  છે. અલબત્ત, અભિનયની  વહેવારિક તાલીમ મને કામ કરતી વખતે જ મળી  છે. હું મારી ભૂમિકા માટે જે પૂર્વતૈયારી કરવાની હોય તેમાં કોઈ કચાશ નથી રાખતો. 

અલ્લાઉદ્દીન  ખિલજીનું પાત્ર ભજવવાથી પહેલાં ત્રણ અઠવાડિયા  સુધી હું એકાંતવાસમાં હતો. તે વખતે મેં કોઈની સાથે વાત નહોતી કરી. આમ  છતાં તેનું શૂટીંગ  સહેલું નહોતું.  આ  ફિલ્મનું  શૂટીંગ ઘણી  વખત વિલંબમાં પડયું હતું. તેના પાત્ર માટે મારી શારીરિક- માનસિક કસોટી થઈ હતી. એક કોેશ્ચ્યુમ  ડ્રામા  માટે લાગલગાટ ૪૭ દિવસ સુધી શૂટીંગ કરવાનું કામ પણ  લોઢાના ચણા ચાવવા જેટલું  મુશ્કેલ હતું. ૩૭મા દિવસે તોે જાણે  કે હું પડી ભાંગ્યો  હતો.

જો કે  અભિનેતા  એ વાત કબૂલે છે કે દરેક  ફિલ્મોને  તેના આગવા પડકારો હોય છે. તે કહે છે કે 'લૂટેરે', 'બાજીરાવ મસ્તાની' , 'દિલ ધડકને દો' ના પણ જુદાંજુદાં  પડકારો હતાં જ.

અભિનેતાની  આગામી  ત્રણ  ફિલ્મો 'ગલ્લી બોય', 'સિમ્બા', '૧૯૮૩' ના વિષયો   એકમેક કરતાં   તદ્ન વેગળા  છે. અને રણવીરે  તેના માટે જુદી જુદી તૈયારી કરવાની  છે. અભિનેતા  પણ આ વાત કબૂલતા કહે છે કે 'ગલ્લી બોય' માટે હું ધારાવાીના છોકરાઓ  - રેપરો  સાથે સમય વિતાવું છું. આ  ફિલ્મ ઝોયા અખ્તર બનાવી  રહી  છે. તેથી  હું તેની સાથે પણ ઘણો સમય ગાળું  છું.

જ્યારે 'સિમ્બા'માં પુષ્કળ એક્સન દ્રશ્યો   છે. આ સિનેમા રોહિત શેટ્ટી બનાવવાના છે. તેઓ  ઈચ્છે   છે કે  મારા પાત્રને  સમજવા હું આ ફિલ્મના લેખકો સાથે  એક્ટિંગ  વર્કશોપ કરું.  તેવી જ  રીતે '૧૯૮૩'  કબીર ખાન  બનાવી રહ્યાં  છે. આ ફિલ્મ ભારત પહેલી  વખત  ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યું તેના વિશે  છે. આ સિનેમા માટે મને ક્રિકેટર કપિલ દેવો જેવો દેખાવ, છટા, બોલિંગ  સ્ટાઈલ  ઈત્યાદિ કેળવવાના   છે.

રણવીર સિંહે  અત્યાર સુધી મોટા ગજાના  ફિલ્મ સર્જકો સાથે જ કામ કર્યું  છે.  સ્વાભાવિક  રીતે  જ   તેમનું  કામ જોતાં જોતાં તેણે  પણ દિગ્દર્શનના  પાઠ  ભણી  લીધાં  હોય.  તેથી અભિનેતાના  ઘણાં  પ્રશંસકોને એ  જાણવાની તાલાવેલી  થાય  છે કે શું તે કોઈકે તબક્કે  દિગ્દર્શન ક્ષેત્રે  ઝંપલાવશે? આના જવાબમાં  રણવીર કહે છે કે દિગ્દર્શન બહુ હિંમત માગી લે એવો કસબ છે, ભવિષ્યમાં  હું તેના ઉપર હાથ અજમાવું   પણ ખરો. તેવી જ રીતે નિર્માણ ક્ષત્રે  ઝંપલાવવું  હોય તો  ફિલ્મની બિઝનેસ બાજુ ધ્યાનમાં લેવી પડે. શક્ય  છે કે હું ક્યારેક સર્જનાત્મક નિર્માતાનો રોલ અદા કરું.

રણવીર સિંહ કેટલીક વખત તદ્ન વિચિત્ર પ્રકારના વેશ કાઢે  છે. તેને  જોઈને એમ પણ લાગે  કે અભિનેતાની ડાગળી ચસકી તો નથી ગઈ ને? પરંતુ રણવીરને તેની પરવા નથી. તે  કહે છે કે લોકો મારી ફેશન વિશે કેવો અભિપ્રાય  ધરાવે છે તેની  ચિંતા  મેં ક્યારેય  નથી કરી.  મારા મતે ફેશન  એટલે પોતાતના મનની અભિવ્યક્તિ.

જ્યારે લોકો એકસમાન  ફેશન ટ્રેન્ડમાં  વહેતા હોય ત્યારે હું  કાંઈક  જુદું  કરીને  ધ્યાન આકર્ષવામાં   સફળ  રહું  છું. પરિધાન બાબતે મને નવા નવા પ્રયોગો કરવા ગમે  છે. મને સારા સારા કપડાં પહેરવાનો  શોખ  છે.  અને આ શોખ છેક શાળાના  સમયથી ચાલ્યો આવે છે. એવું નથી  કે ફિલ્મોદ્યોગમાં આવ્યા પછી હું પરિધાન  ક્ષેત્રે નવા નવા પ્રયોગો કરું છું. મારી પાસે 'પાપી ગુડિયા', 'અજુબા'  ટી-શર્ટ્સ પણ  છે.

રણવીર હમેશાં  મોજમાં રહે છે.  ઘણાં લોકેોને એવો પ્રશ્ન પણ થાય છે કે હમેશાં  આટલો બધો ખુશ કેવી રીતે રહેતો હશે?  આના  જવાબમાં  તે કહે   છે કે જો તમે ખુશ  રહેવાનું પસંદ કરો તો ખુશ જ રહી શકો. અથવા એવું પણ  હોય કે તમે જે ચાહો તે તમને મળી જાય એટલે  તમે મોજમાં જ રહો.  હું હમેશાંથી  ફિલ્મ અભિનેતા  બનવા માગતો હતો. અને મને ગમતું કામ જ મને કરવા  મળી રહ્યું  છે. મારી  ખુશીનું  મુખ્ય કારણ કદાચ એ જ હશે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments