Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ક્રિપ કપૂર સૂરી : હું રણવીર સિંઘનો હમશકલ નથી

મોડેલિંગમાં કારકિર્દી બનાવીને ટેલિવિઝનના વિશ્વમાં પ્રવેશનારો અભિનેતા ક્રિપ કપૂર સૂરી સડ્ડા હક અને રાહુકાલની ભૂમિકાઓ બદ્દલ જાણીતો છે. બીજા ન્યૂકમરોની જેમ ક્રીપ પણ આંખમાં બોલિવૂડના સપનાં આંજીને દિલ્હીથી મુંબઈ આવ્યો હતો.

જોકે એના સપનાં પૂરા થયા એ અગાઉ એણે ભારે સંઘર્ષનો સામનો કરવો પડયો. હાલમાં એની સિરિયલ 'જીત ગઈ તો પિયા મોર'માં અધિરાજની ભૂમિકા બદ્દલ  ચર્ચામાં છે. આ એક 'એન્ટી હીરો'નું પાત્ર છે.

ક્રીપ કહે છે કે એની ભૂમિકાને દર્શકોએ બહુ વખાણી છે. અમુક દર્શકોને એની ક્રૂર, ઘાતકી તથા લાગણીહીન  પાત્ર પસંદ નથી આવ્યું પણ એની 'એન્ટી હીરો' ભૂમિકા લેવાના સાહસને સહુએ એકી અવાજે વખાણ્યું છે. એ કહે છે કે 'જીત ગઈ તો'નું નિર્માણ પ્રખ્યાત દંપતી જપ અને કિન્નરી મહેતાએ કર્યું છે. આ પરદેશમાં અત્યંત લોકપ્રિય નીવડેલ 'બ્યુટી એન્ડ ધ વીસ્ટ'નું એક રીતે  ભારતીય સંસ્કરણ છે.

રાજસ્થાનના એક નાનકડાં ગામડામાં રહેતા બે કુટુંબમાં  થયેલા વિખવાદની પ્રશ્ચાત્તભૂમિકામાં આ સિરિયલ આકાર લે છે. બે કુટુંબો વચ્ચે વિવાદ હોવા છતાં બન્ને કુટુંબના સંતાનને અંદરોઅંદર પરણાવવાની ફરજ પડે એવા સંજોગો સર્જાયા છે.

આશો એક એવી દેવીની યાત્રા દર્શાવે છે જે કોઈ પણ કામ સારાનરસાનો વિચાર કરીને કરે છે અને સાથોસાથ કોઈક વાર અત્યંત જડ અભિગમ અપનાવે છે. હાથ ધરેલ કાર્ય આટોપવા માટે એ કોઈ પણ  હદે જઈ શકે છે. એ નસીબ અને પ્રારબ્ધમાં નથી માનતું અને પોતાનું ભવિષ્ય પોતે ઘડે છે. એ અધિરાજની ભૂમિકામાં છે અને અધિરાજ અને દેવી વચ્ચેનો અહ્મનો ટકરાવ આ શોની હાઈલાઈટ છે.

આ નકારાત્મક ભૂમિકા હોવાં છતાં એણે આ ભૂમિકા ભજવવાની ઓફરનો તત્ત્કાળ સ્વીકાર કર્યો હતો. કોઈ સંપૂર્ણપણે વ્યવસાયિક અને મહેનતકશ અભિનેતાની જેમ એણે આ ભૂમિકાની ગુણવત્તાનું મૂલ્યાંકન કર્યું હતું. આ ભૂમિકામાં રહેલ ઊંડાણ એને સ્પર્શી ગયું હતું. આ ભૂમિકા એને માટે પડકારજનક હતી અને નેગેટીવ ભૂમિકા ન કરવાનું  દબાણ પણ હતું. આમ છતાં એણે આ ભૂમિકાનો સ્વીકાર કર્યો હતો.

ક્રીપનો દાવો છે કે  એનો આગવો દર્શકવર્ગ એ કોઈ પણ ભૂમિકા ભજવે એને અનહદ અને બિનશરતી પ્રેમ કરે છે. કોઈ પણ 'એન્ટી હીરો' પાત્ર ટેલિવિઝન પર તેમ જ ફિલ્મોનાં અવિસ્મરણીય બની જાય છે.

જોકે એ અભિનય ન કરતો હોય ત્યારે અંગત જીવનમાં ખરા અર્થમાં જેન્ટલમેન અને રમૂજી છે.ક્રીપનો દાવો છે કે આ શો એક સામાજીક સંદેશ પણ આપે છે. વર્તમાન સમયમાં લગ્નજીવન ભાંગી જવાના તથા છૂટાછેડાનું પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં વધ્યું છે. કોઈને લગ્ન નામની સંસ્થામાં સમય અને શક્તિનું રોકાણ કરવામાં રૃચી નથી.

આ શો થકી લગ્ન નામની સંસ્થાનો પાયો મજબૂત થશે. દેવીના જીવનમાં એક નીરસ પુરુષનું આગમન થાય છે અને એના  સપનાં ભાંગી જાય છે. એક ક્રૂર અને ઘાતકી પતિને આમ છતાં એ ત્યજી નથી દેતી પરંતુ એનો સ્વભાવ બદલવાનો પ્રયાસ કરે છે. દેવી અધિરાજને એવો પુરુષ બનાવે છે જેવો એને જોઈતો હતો.

ક્રીપ નથી માનતો કે એનો ચહેરો અભિનેતા રણવીર સિંઘને મળતો આવે છે. એ કહે છે કે બધા અમસ્તી અમસ્તી બન્નેની સરખામણી કરે છે. હકીકતમાં એ રણવીર સિંઘનો ચાહક છે. એનામાં ભરેલી ઉર્જા અને શક્તિ એને પ્રભાવિત કરે છે. એ કહે છે એ એ અમુક પ્રકારની દાઢી રાખે ત્યારે દર્શકોને  રણવીરનું સ્મરણ થાય છે. પરંતુ બન્નેના ચહેરામહોરા  સદંતર જુદાં છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments