Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આયુષ્યમાન ખુરાના : લોકોને ચર્ચાનો છોછ - સંકોચ થાય એવી ફિલ્મો કરવી છે

આયુષ્યમાન  સ્વીકાર કરે છે કે એ શરૃઆતના તબક્કામાં તમામ બોલ્ડ   ફિલ્મોમાં કામ કરવાની તક મળવા બદલ નસીબનો પણ મોટો હાથ છે. જો કે એનું માનવું છે કે એને મળેલી સફળતા પાછળ એની પ્રતિભા અને મહેનત પણ જવાબદાર છે.

આયુષ્યમાન  ખુરાનાએ પણ વર્ષ ૨૦૧૨માં  'વિકી ડોનર'થી બોલીવૂડમાં  પર્દાપણ કર્યુ ંહતું. આ એક સ્ફોટક કથાનક ધરાવતી  ફિલ્મ હતી. એણે પહેલી રિલીઝને  ટાંણે જ કહી દીધું હતું કે એ અહીં પરંપરાગત ચીલો  ચાતરવા નહીં  પરંતુ કંઈક જુદું કરવાની  તમન્નાથી આપ્યો છે.

જાહેરમાં જેની ચર્ચા કરતા લોકો છોછ અનુભવે  એવા વિષયવસ્તુ ધરાવતી  એ  ફિલ્મો  કરવા માંગે છે. ૨૦૧૫માં  'દમ લગા કે હૈશા' દ્વારા એણે પૂરવાર કરી આપ્યું અને હટ કે વિષયો પર એની  હથોટી, એનું  પ્રભુત્ત્વ  દર્શાવી  આપ્યા. હવે એની 'શુભ મંગલમ સાવધાન'  રજૂ થઈ ચૂકી છે જેમાં પુરુષને નડતી શીધ્રપતનની સમસ્યા તરફ ઈશારો કરવામાં આવ્યો છે.  આમાં એની જોડી 'દમ લગા કે ...'ની સહકલાકાર ભૂમિ પેડણેકર છે. 

આયુષ્યમાન માને  છે કે 'દમ લગાકે....' વખતે ભૂમિ એક નવોદિત તારિકા હતી પરંતુ 'ટોઈલેટ -  એક પ્રેમકથા' ની રિલીઝ બાદ ભૂમિ સો- કરોડની ક્લબની હીરોઈન બની ગઈ છે. ભૂમિ એક માત્ર એવી કલાકાર- દોસ્ત   છે જેની સાથે એ કોઈપણ વિષય પર ચર્ચા કરી શકે છે.  આયુષ્યમાન માને  છે કે બોલીવૂડમાં  આમીર ખાન સિવાઈ ભૂમિ એક માત્ર એવી કલાકાર છે કે જેણે ફિલ્મ માટે કાયાની કાયાપલટ કરી  છે. આ ફિલ્મનો  વિષય પસંદગી પણ ભૂમિએ કરી હોવાનો દાવો  આયુષ્યમાન કરે છે.

આયુષ્યમાન કહે  છે કે  એણે એની પસંદગી પહેલી  ફિલ્મ 'વિકી ડોનર' દ્વારા જ સ્પષ્ટ કરી દીધી હતી. અત્યાર સુધી એણે આ ઉપરાંત 'દમ લગા કે...', 'બરેલી કી  બર્ફી' અને 'શુભ મંગલમ સાવધાન' જેવી  ફિલ્મો  કરી છે. એ હમેશાં એવી  ફિલ્મ સ્વીકારવાનો આગ્રહી  રહ્યો છે કે જેના વિષય-વસ્તુ જરાક હા કે હોય. પુરુષોને થતી શીધ્રપતનની સમસ્યાને  એમણે મનોરંજક રુપમાં પેશ કરી છે. એનું  માનવું  છે કે જો આમ  ન કરવામાં આવ્યું હોત તો એ શીધ્રપતન પર બનેલી એક દસ્તાવેજી  ફિલ્મ  બની રહી ગઈ હોત.

આયુષ્યમાન  જાણે  છે કે એ  હવે બોલીવૂડમાં  સ્ફોટક કથાનક ધરાવતી ફિલ્મો માટને ચહીતો અભિનેતા બની ગયો છે. લોકો એને બોલ્ડ વિષયો માટેની સ્થાપિત  અભિનેતા માને  એનું  એને ગૌરવ  છે. એના કહેવા પ્રમાણે  એણે શરૃઆતથી પોતાની કેડી આ પ્રદેશમાં  કંડારી છે.

એના માનવા પ્રમાણે  બોલીવૂડમાં  એવા ઘણા પ્રતિભાશાળી લેખક- દિગ્દર્શક છે  જે આ પ્રકારના કોરાણે  મૂકાયેલા વિષય પર કેમેરા તાકી શકે છે અને એક વિચારને મૂર્તિમંત કરી શકે છે. એને આ પ્રકારની વિસ્ફોટક સામગ્રી ગમે છે અને ભવિષ્યમાં પણ આમ જ કરતો રહેશે.

આયુષ્યમાન  સ્વીકાર કરે છે કે એ શરૃઆતના તબક્કામાં તમામ બોલ્ડ   ફિલ્મોમાં કામ કરવાની તક મળવા બદલ નસીબનો પણ મોટો હાથ છે. જો કે એનું માનવું છે કે એને મળેલી સફળતા પાછળ એની પ્રતિભા અને મહેનત પણ જવાબદાર છે.

વિકી ડોનરની ઓફર સરટોચના અનેક સ્ટાર આ સમક્ષ મૂકવામાં આવી હતી.  પરંતુ તમામે એને નકારી કાઢી હતી.   વીર્યદાનના વિષયને કેન્દ્રમાં રાખીને એ સમયે પ્રસ્તાવિત આ  ફિલ્મમાં  કામ કરવા કોઈ મોટો સ્ટાર તૈયાર ન હતો. આયુષ્યમાન નથી માનતો કે પુરુષના શીધ્રપતન વિષય પર બનેલી શુભ મંગલમમાં કામ કરવા કોઈ સુપરસ્ટાર તૈયાર હોત.

આયુષ્યમાન પાસે આ ફિલ્મની  ઓફર  આવી ત્યારથી એ આ વિષયને સાંભળી ઉત્તેજિત થઈ ગયો હતો.  ફિલ્મના લેખક હિતેશ કેવલ્યે એ આ  ફિલ્મ દ્વારા બોલીવૂડમાં  ડેબ્યુ કર્યું છે.  ખુરાનાનો  દાવો  છે કે આ લેખક વન લાઈનરમાં   માસ્ટર છે.

આયુષ્યમાન દ્રઢપણે  એવું માને  છે કે બોલીવૂડમાં  સ્ટાર સંતાન હોવું એ એક સારી બાબત છે. 

આઉટસાઈડર   કરતાં એમને ઝાઝી તકો અને અનેક વિકલ્પો મળે છે.  એના  મૂળીયા ફિલ્મઉદ્યોગમાં નથી અને આથી એ પોતાની  જાતને 'આઉટસાઈડર' લેખાવે  છે.

એ  માત્ર ૧૭ વર્ષનો હતો ત્યારે એક રિયાલિટી શોનો હિસ્સો  બન્યો  હતો અને ગ્લેમર ઉદ્યોગમાં એન્ટ્રી મારી હતી. ત્યાર બાદ એણે રેડિયો જોકી અને વીજે તરીકે પણ કામ કર્યું. આમ છતાં એને પહેલી  ફિલ્મ  ૨૮ વર્ષનો થયો ત્યારે મળી.

જો એના માતા-પિતા સ્ટાર  હોત તો એ ૨૨ હોત ત્યારે જ ફિલ્મ મળી ગઈ હોત. જો કે એનું માનવું છે કે એને એણે આ સંઘર્ષમય યાત્રાની મઝા લીધી છે. ગ્લેમર ઉદ્યોગમાં દસ વર્ષના સંઘર્ષે એને ઘણા અનુભવો કરાવ્યા છે. એક તબક્કે એ ઈન્ટરવ્યૂ લેતો હતો અને આજે એના  ઈન્ટરવ્યૂ પત્રકાર લે છે. આ ઉલટફેર એનામાં   રહેલા એક કલાકારને કારણે  સંભવ બન્યો છે.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments