Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અનુપમ ખેર : એફટીઆઈઆઈના વિતેલા દિવસો પાછા લાવવાની મનસા

પુણેની ' ફિલ્મ  એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા'  (એફટીઆઈઆઈ) માં  ત્રણ વર્ષ અગાઉ ગજેન્દ્ર ચૌહાણની ચેરમેન તરીકે વરણી થઈ ત્યારે આ સંસ્થાના વિદ્યાર્થીઓએ તેનો સખત વિરોધ કર્યો હતો. 

એટલું જ નહીં,  ફિલ્મોદ્યોગમાંથી પણ ઘણાં  લોકોએ આ નિમણૂંકની  ટીકા કરી હતી. પરંતુ તાજેતરમાં બોલીવૂડના પીઢ અભિનેતા  અનુપમ ખેરને ગજેન્દ્ર ચૌહાણના સ્થાને બેસાડવામાં આવ્યાં.

અનુપમ ખેરે પોતાની  આ સંસ્થાના ચેરમેન તરીકેની નિમમૂંકને યોગ્ય ઠેરવતાં કહ્યું હતું કે  ચેરમેનને રોજબરોજની પ્રવૃત્તિઓ નથી જોવાની હોતી. 

આમ છતાં ચેરમેનની કચેરી સંસ્થામાં સૌથી વધુ મહત્ત્વ ધરાવે છે. અને જે વ્યક્તિ તેને યોગ્ય હોય તેને જ આ હોદ્દો સંભાળવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું હતું કે હું  આ હોદ્દા માટે યોગ્ય છું. મેં  ભારત અને વિદેશના ફિલ્મોદ્યોગના ઘણાં દિગ્ગજો  સાથે કામ કર્યું છે. અને હું મારું જ્ઞાાન  એફટીઆઈઆઈના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માગું છું.

જો કે અનુપમ ખેરની ચેરમેન  પદે વરણી થવાથી આ   ઈન્સ્ટિટયૂટના  ઘણાં વિદ્યાર્થીઓ નારાજ છે. તેમ છતાં તેમણે સંસ્થામાં  હાલના  તબક્કે ચાલી રહેલી સમસ્યાઓ  બાબતે તેમનો   દ્રષ્ટિકોણ જાણવા તેમને  પત્ર લખ્યો છે. અનુપમ ખેર આ વાતને   આવકારે છે. તેઓ કહે છે કે આ દેશના દરેક નાગરિકનો  રાજકારણ વિશેનો  આગવો દ્રષ્ટિકોણ છે. પરંતુ હું કોઈના પણ દ્રષ્ટિકોણને મારા કામમાં  અડચણરૃપ બનવા નહીં દઉં. 

તેવી જ રીતે હું જ્યારે તેમની સાથે વાતચીત કરીશ ત્યારે મારો રાજકીય અભિગમ વચ્ચે નહીં  લાવું.  હું  આ ઈન્સ્ટિટયૂટના વિદ્યાર્થીઓ  સાથે પ્રસાર  માધ્યમોના  માધ્યમથી નહીં, બલ્કે   સીધી   જ વાતચીત  કરીશ. બિલકુલ એવી રીતે જેવી રીતે પિતા તેના સંતાનોની વાત સાંભળે.

અનુપમ ખેરની એફ ટી આઈ આઈના  ચેરમેન પદે નિયુક્તિ થઈ ત્યાર બાદ એક અંગ્રેજી અખબારની જાણીતી કોલમિસ્ટે સોશ્યલ મિડિયા પર તેની ટીકા કરી હતી.   જો કે તેની ટીકાને  સેંકડો લોકોએ વખોડી હતી. અનુપમ ખેર પણ આવી વાતોની  પરવા નથી કરતાં.  તેઓ  કહે છે કે દુનિયાની કઈ જાણીતી વ્યક્તિ   એવી છે જેની ક્યારેય ટીકા ન થઈ હોય.

હું તો એક સામાન્ય માણસ છું. કેટલાંક લોકોને  દરેક બાબતમાં  પોતાના જજમેન્ટ આપવાની ટેવ પડી ગઈ હોય છે. પરંતુ હું આવી બાબતોથી  પ્રભાવિત થવાને બદલે મારી પાસેથી જે જે કામોની અપેક્ષા રાખવામાં આવી  છે તે હાથ ધરીશ.

જો કે ફિલ્મોદ્યોગનો મોટો વર્ગ અનુપમ ખેરની થયેલી આ વરણી બાબતે ખુશ છે. અભિનેતા  કહે છે કે મને આપણા ફિલ્મોદ્યોગમાંથી  અભિનંદનની  વર્ષા થઈ હતી.  હિન્દી  ફિલ્મોના  સંખ્યાબંધ કલાકારોએ આ સંસ્થામાંથી શિક્ષણ લીધં છે.

તેથી એક અભિનેતા  અને શિક્ષક તરીકેની મારી જવાબદારીનો  મને અહસાસ છે. હું માનું  છું  કે  ફિલ્મોદ્યોગમાંથી જે મેળવ્યું છે તે પરત કરવાની મને તક મળી  છે. બાકી જો કોઈ જવાબદારી લેવા જ તૈયાર ન થાય તો કેમ ચાલે? મેં હમેશાં કપરા સંજોગોમાં પણ મારી જવાબદારી  સુપેરે નિભાવી છે. અને આ હોદ્દાની જવાબદારી પણ સંભાળીશ.  

અને  અનુપમ  ખેરે પોતાની જવાબદારી સંભાળવાનો આરંભ કરી દીધો છે. તાજેતરમાં  તેઓ કોેઈને પણ જાણ કર્યા  વિના  અચાનક જ એફટીઆઈઆઈમાં  પહોંચી ગયા હતા.  તેમણે  ચેરમેન તરીકેનો  ઘમંડ બતાવ્યા વિના જ સંસ્થાના વિદ્યાર્થીઓ  તેમ જ પ્રોફેસરો સાથે મોકળા મને વાતચીત કરી હતી.

તેમણે કહ્યું હતું  કે ૩૯ વર્ષ પહેલાં હું પણ આ ઈન્સ્ટિટયૂટમાં  વિદ્યાર્થી તરીકે દાખલ થયો હતો, આજે હું દ્રઢપણે માનું છું કે  અહીંના  વિદ્યાર્થીઓને  કોઈ સમસ્યા  નડતી હોય તો તેનો ઉકેલ લાવવો  જ જોઈએ.

અભિનેતા  વધુમાં    કહે છે કે હું મારા હોદ્દા પર  રહીને એફટીઆઈઆઈના  વિદ્યાર્થીઓને તેમના કામમાં  પાવરધા   બનાવવા માગું  છું. હું મારા આટલા વર્ષના  અનુભવનો  નિચોડ  તેમની સામે મૂકીને તેમને તેમના કામમાં શી રીતે આગળ  વધવું  તેનું માર્ગદર્શન  આપીશ. 

આજની તારીખમાં  ફિલ્મોદ્યોગ શી  રીતે  કામ કરી  કરી રહ્યું છે અને તેઓ  તેમાં પ્રવેશશે પછી તેમાં શી રીતે પોતાનું સ્થાન સુનિશ્ચિત કરી શકે તે હું મારા અનુભવના આધારે  તેમને શીખવીશ. જો હું આ  ઈન્સ્ટિટયૂટમાં   પરિવર્તન લાવવા માગતો હોઉં તો એકલપંડે ન લાવી શકું. 

મારે અહીંના વિદ્યાર્થીઓનો  દ્રષ્ટિકોણ સમજીને તેમની સાથે આગળ  વધવું પડે. હું અહીંના અભ્યાસક્રમને  આજની  જરૃરિયાત મુજબ બનાવવા માગું છું. જેથી એફટીઆઈઆઈના વિદ્યાર્થીઓ પોતાનું  શિક્ષણ પૂરું કર્યા પછી ઈન્ડસ્ટ્રીમાં કદમ માંડે તો તેમને મૂંઝવણ ન થાય. હું આ સંસ્થાના  વિતેલા દિવસો  પાછા લાવવા માગું છું.
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments