Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રણવ દ્રશ્યો ભજવતી વખતે નિયંત્રણ ગૂમાવનાર કલાકારો

બોલિવૂડ ફિલ્મોમાં ઈન્ટિમેટ સીન શૂટ કરવો ખૂબ જ મુશ્કેલીભર્યું કામ છે. સેટ ઉપર અન્ય સાથી કલાકારો તેમજ ક્રુ મેમ્બરની હાજરી કલાકારોની મૂંઝવણમાં ઔર વધારી દે છે. જોકે ક્યારેક ઈન્ટિમેટ સિન ભજવતી વખતે અભિનેતા પોતાના પર નિયંત્રણ ગુમાવી બેસે છે જે સાથી અભિનેત્રીને શરમમાં મૂકી દે છે. અહિંયા આવા જ થોડાં કિસ્સાનું વર્ણન કરવામાં આવ્યું છે.

વિનોદ ખન્ના અને માધુરી દીક્ષિત
ફિલ્મ : દયાવાન (૧૯૮૮)
નિર્માતા ફિરોઝ ખાનની આ ફિલ્મમાં વિનોદ ખન્નાએ માધુરી દીક્ષિત સાથે ઈન્ટિમેટ સિન ભજવ્યો હતો. કહેવાય છે કે આ સીન ભજવતી વખતે વિનોદ ખન્ના પોતાના પરનો કંટ્રોલ ગુમાવી બેઠાં અને ચુંબન દ્રશ્ય દરમિયાન માધુરીના હોઠ પર બચકુ ભરી લીધું હતું. આ ફિલ્મ રિલિઝ થઈ ત્યારે માધુરીના આ સીનની ઘણી આલોચના થઈ હતી. જોકે બાદમાં માધુરીએ આ સિન પોતાની ભૂલ ગણાવી હતી.

વિનોદ ખન્ના અને ડિમ્પલ કાપડિયા
ફિલ્મ : પ્રેમ ધરમ
નિર્માતા મહેશ ભટ્ટની આ ફિલ્મમાં વિનોદ અને ડિમ્પલનો એક ઈન્ટિમેંટ સીન હતો. એક રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન વિનોદ ખન્નાએ પોતાના પર નિયંત્રણ ગુમાવ્યું હતું અને નિર્મતા કટ કહેવા ઉપરાંત પણ તે ડિમ્પલને ચુંબન કરતાં રહ્યાં હતા. આ સીન બાદ ડિમ્પલ આઘાતમાં સરી પડી હતી. આ સીન માટે નિર્માતાએ ડિમ્પલ પાસે માફી પણ માંગી હતી. જોકે આ ફિલ્મ કોઈ કારણોસર રિલિઝ થઈ શકી નહીં.

પ્રેમનાથ અને ફરયાલ
ફિલ્મ : ગોલ્ડ મેડલ (૧૯૬૯)
રવિકાન્ત નગાઈચ નિર્મિત આ ફિલ્મમાં પ્રેમનાથ અને ફરયાલ વચ્ચે ભજવાયેલા પ્રણય દ્રશ્યો ચર્ચાનો વિષય બન્યા હતા. પ્રેમનાથ આ પ્રકારના સિન ભજવતી વખતે પોતાના પર કન્ટ્રોલ ન રાખી શક્યો પર ફરયાલને બળજબરી કરી હોવાનું કહેવાય છે. પ્રેમનાથની ચુંગલમાંથી નિકળવા ફરયાલે ઘણો સંઘર્ષ કર્યો હતો.

રંજીત અને માધુરી દીક્ષિત
ફિલ્મ : પ્રેમ પ્રતિજ્ઞાા (૧૯૮૯)
આ ફિલ્મનું નિર્માણ બાપૂ (સતિરાજૂ લક્ષ્મી નારાયણ)એ કર્યું હતું. ફિલ્મના એક સીનમાં રંજીતે માધુરી દીક્ષિતનો બળાત્કાર કરવાનો હતો. આ સીન ભજવતી વખતે રંજીત બેકાબુ બન્યો હતો. અને માધુરીને જબરદસ્તી કરી હતી. જોકે માધુરી ગભરાઈ ગઈ હતી. જોકે બદમાં આ મામલો થાળે પડી ગયો હતો.

દિલીપ તાહિલ અને જયા પ્રદા
સૂત્રોના કહેવા પ્રમાણે એક વખત જયા પ્રદા સાથે રેપ સીન ભજવતી વખતે દલીપ તાહિલને નિર્માતાએ કટ કહ્યું હોવા છતાં જયા પ્રદા સાથે આ સિનની ભજવણી ચાલુ રાખી હતું. આની જાણ જયાને થતા એણે દલીપને એક થપ્પડ મારીને કહ્યું હતું કે વાસ્તવિક અને પડદા પરના સિનમાં અંતર શું હોય છે. જોકે આ સિન કઈ ફિલ્મ માટે શૂટ કરવામાં આવ્યો હતો એ સ્પષ્ટ થયું નથી. પણ બંને એ ૧૯૮૬માં આખરી રાસ્તામાં કામ કર્યું હતું.

રણબીર કપૂર અને ઈવલિન શર્મા
ફિલ્મ : યે જવાની હૈ દીવાની (૨૦૧૩)
અયાન મુખર્જીના નિર્માણમાં બનેલી આ ફિલ્મમાં રણબીર કપૂર અને ઈવલિન વચ્ચે ઈન્ટિમેટ સિન ફિલ્માવવામાં આવ્યો હતો. આ વખતે રણબીર ઈવલિનમાં ખરેખર ખોવાઈ ગયો હતો. અને આજુબાજુમાં શું ચાલી રહ્યું છે એનું  ધ્યાન રહ્યું ન હતું.

સસલાન મુમતાઝ અને ચેતના
ફિલ્મ : આઈ ડોન્ટ લવ યુ (૨૦૧૩)
નિર્માતા અમિત કસારિયાની ફિલ્મમાં સસલાન મુમતાઝ ઈન્ટિમેટ સિનના શૂટિંગ દરમિયાન પોતાના પર નિયંત્રણ ગુમાવી દીધુ હતું અને ચેતનાના ડ્રેસને ખેંચ્યો હતો. અને ચેતના શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ હતી. જોકે સસલાને આ ઘટના બાદ ચેતના પાસે માફી માંગી હતી.

જેકલીન ફર્નાંડિસ અને સિદ્ધાર્થ મલ્હોત્રા
ફિલ્મ : જેન્ટલમેન (૨૦૧૬)
રાજ નિદિમોસ એન્ડ કૃષ્ણા ડીકે નિર્મિત આ ફિલ્મમાં  સિધ્ધાર્થ મલ્હોત્રા અને જેકલિન ફર્નાંડિસની વચ્ચે ચુંબન દ્રશ્યો ફિલ્માવવામાં આવ્યા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે નિર્માતાએ કટ કહ્યું હોવા છતાં બંને એકબીજાને કિસ કરતા રહ્યા હતા.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments