Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રિયંકા ચોપરા : પ્રાંતીય સિનેમાને ઉત્તેજન આપવું જરૃરી

પ્રિયંકા  કહે છે કે અન્ય સેલિબ્રિટી પ્રોડક્શન હાઉસની જેમ એ ઝાઝી હિન્દી ફિલ્મો ન બતાવતા એ પ્રાંતીય  સિનેમાને પ્રાધાન્ય આપશે.  એ હવે નીવડેલા કલાકારો સાથે કામ કરવાની સાથોસાથ નવા કલાકારોને તક આપવા માગે છે.

પ્રિયંકા ચોપરા  હાલમાં એનું જીવન મનભરીને  માણી રહી છે. બોલીવૂડ, હોલીવૂડમાં  અભિનય, મોડેલીંગ,  બ્રાન્ડ, એન્ડોર્સમેન્ટ અને પોતાનું પ્રોડક્શન હાઉસ એને વ્યસ્ત રાખે છે.

ક્વોન્ટિકોની ત્રીજી સિઝનનું  શૂટીંગ પૂરું કરીને એ હવે મુંબઈ પરત ફરી  છે. હાલમાં એના નિર્માણગૃહના  બેનર હેઠળ ''કાય રે રાસ્કલ' નામની મરાઠી  ફિલ્મનું નિર્માણ કર્યું છે. એ એની કંપનીમાં  નવા પરંતુ ટેલેન્ટેડ નિર્દેશક, લેખક અને નવા સંગીતકારોેને તક આપશે.

પ્રિયંકા  કહે છે કે અન્ય સેલિબ્રિટી પ્રોડક્શન હાઉસની જેમ એ ઝાઝી હિન્દી ફિલ્મો ન બતાવતા એ પ્રાંતીય  સિનેમાને પ્રાધાન્ય આપશે.  એ હવે નીવડેલા કલાકારો સાથે કામ કરવાની સાથોસાથ નવા કલાકારોને તક આપવા માગે છે. એ    કહે  છે  કે દેશના યુવાનોમાં ભારોભાર પ્રતિભા છે પરંતુ એમને તક નથી મળતી. એના માટે જરૃરી છે કે રિજનલ સિનેમા  દ્વારા એ નવા  કલાકારોને  પ્લેટફોર્મ પૂરું પાડે.

એનું  માનવું  છે કે રિજનલ સિનેમામાંથી સુંદર વાર્તાઓ નીપજી આવે  છે. એ હવે સિક્કિમ, પંજાબી, હિન્દી, મરાઠી ભાષા અને સંસ્કૃતિનું   ખેડાણ કરી નવા કલાકારોનો ફાલ તૈયાર કરવા માંગે છે. એ કહે છે કે એણે સારો એવો સમય ઉત્તર- પૂર્વીય વિસ્તારમાં ગાળ્યો છે.

અને કમનસીબે દેશના આ વિસ્તારની લોકોએ અવગણના  કરી છે. એણે જ્યારે  'મેરી કોમ' નું શૂટીંગ કર્યું ત્યારે એને પ્રતીતિ થી કે જ્યાં સુધી મનોરંજન અને પ્રતિભાને લાગે વળગે છે ત્યાં સુધી આ વિસ્તારમાં ક યુવાનોએ ઉત્તેજન નથી અપાતું. જેને કારણે એ  પોતાનું   આસામ અને સિક્કિમ પર કેન્દ્રિત કરવા માગે છે. એ પોતાની જાતને આ વિસ્તારોની 'એમ્બેસેડર' માને છે. અને આ વિસ્તારોની ઉન્નતી  કરવા માટે એ કટિબધ્ધ છે.

પ્રિયંકાના નિર્માણગૃહે અત્યાર સુધી બે  ફિલ્મ બનાવી છે અને એના પરિણામોથી એ સંતુષ્ટ છે. એને  એના નિર્દેશકો અને કલાકારો પર  ગૌરવ છે. જ્યાં સુધી બોક્સ ઓફિસની  સફળતાની વાત છે ત્યાં સુધી એ માને  છે કે પ્રત્યેક  ફિલ્મનું નસીબ હોય છે. જો કે  એના પ્રોડક્શન હાઉસ હેઠળ બનનારી તમામ  ફિલ્મો માટે ગૌરવ  છે.  અને  ભવિષ્યમાં  પણ રહેશે.

હાલમાં  પ્રિયંકાએ  હોલીવૂડના  સોશ્યલ  મિડિયા પર એના સહકલાકાર ડેવિયન જ્હોેન્સને પણ  પાછળ  ધકેલી દીધો હતો. આ માટે એ પોતાની જાતને  નસીબદાર  માને છે. એના  ફોટા ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેરના  ખૂણે ખૂણે  લાગ્યા હતા એનું એને ગૌરવ  છે. જોકે પ્રિયંકા માને છે કે બીજા દેશમાં જઈને  કામ કરવું એ અત્યંત  અઘરું છે. એ પોતાની જાતને  ભારતીય કલાકાર તરીકે ઓળખાવે  છે.

હાલમાં  પ્રિયંકા 'ક્વોન્ટિકો-૩' નું  શૂટીંગ પૂરું કરીને ભારત  પરત ફરી  છે.  એના 'બ્રાન્ડ  એન્ડોર્સમેન્ટ' નિર્માણગૃહ અને બોલીવૂડની  ફિલ્મો અને વ્યસ્ત રાખે છે.

પ્રિયંકાએ એક વર્ષમાં  માત્ર બે  ફિલ્મમાં કામ કરવાનો નિયમ બનાવ્યો  છે. એ કહે  છેકે બનતા સુધી એ આ નિયમનો ભંગ નહીં કરે. તમામ  શક્યતા  છે કે પ્રિયંકા હવે આમીર ખાન સાથે એક બાયોપિકમાં કામ કરે. પ્રિયંકાની 'લવ લાઈફ'  એફ રહસ્ય છે અને એ પોતાની  અંગત બાબતો  વિશ્વ સમક્ષ ઉજાગર નહીં કરે.

હાલમાં એક એવોર્ડ વિતરણ સમારોહમાં હાજરી  આપવા આખુ બોલીવૂડ ન્યૂયોર્કમાં ઉમટયું હતું ત્યારે પ્રિયંકા આ ઈવેન્ટમાં  ગેરહાજર રહી હતી. એનું  કહેવું છે કે એણે ન્યૂયોર્કમાં  પોતાનું રોકાણ એક દિવસ  લંબાવી શકી હોત પરંતુ એણે   ભારત પરત ફરવું મુનાસિબ માન્યું હતું.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments