Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભૂમિ પેડણેકર : વજન વધારવા-ઘટાડવાનો કિમિયો ચર્ચાનું કેન્દ્ર બન્યો

ભૂભિ પેડણેકરે બોલીવૂડમાં ત્રણ-ચાર ફિલ્મો જ કરી હોવા છતાં આજે એની  ગણના સફળ અભિનેત્રીઓમાં થાય છે. એની પહેલી ફિલ્મ 'દમ લગા કે હઈસા' અને આ વર્ષે રજૂ થયેલી  એની બે ફિલ્મો 'ટોઈલેટ એક પ્રેમકથા' અને 'શુભ મંગલ સાવધાન' સુપરહિટ રહી છે.

એક ફિલ્મમાં ભરાવદાર પત્નીનું પાત્ર તો બીજી ફિલ્મમાં શૌચાલય માટે પતિને છોડનાર પત્નીનું પાત્ર ભજવીને ભૂમિએ બોલીવૂડમાં  નાયિકાઓને લઈને બંધાયેલી જૂની પુરાણી માન્યતાઓના ભૂક્કા બોલાવી દીધાં તે ફક્ત 'ગ્લેમર ડોલ' બનીને રહેવા નથી  માંગતી. એનું કહેવું છે કે એને ભવિષ્યમાં પડકારજનક તેમજ અલગ અલગ પાત્રો ભજવીને બોલીવૂડમાં પોતાનું અલગ સ્થાન બનાવવું છે.

હાલ ભૂમિ ૨૮ વર્ષની છે. એનો જન્મ ૧૮, જુલાઈ ૧૯૮૯ના રોજ મુંબઈમાં થયો હતો. એની પહેલી ફિલ્મમાં એનું વજન ૮૬ કિલો  હતું. ત્યારબાદ એણે બીજી ફિલ્મ માટે ડાયેટ ચાર્ટ અપનાવીને કાયાને કામણગારી બનાવી હતી. ત્યારથી એનો ડાયેટ ચર્ચાનો વિષય  બન્યો છે. હિન્દુ પરિવારમાં જન્મેલી ભૂમિનો પસંદિદા અભિનેતા સલમાન ખાન અને પસંદિદા અભિનેત્રી કરિશ્મા છે.

ભૂમિ ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવતી નથી એણે બોલીવૂડમાં પોતાની ખુબસુરતી અને અભિનયના જોરે આગવી ઓળખ ઉભી કરી છે. જો કે ભૂમિ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી એનું સંપૂર્ણ શ્રેય મનીષ શર્માને આપે છે. કારણ કે ફિલ્મમાં આવી એ પહેલાં ભૂમિ યશરાજ ફિલ્મ સ્ટુડિયોની દિગ્દર્શક હતી અને મનીષે જ ભૂમિને અભિનયક્ષેત્ર અજમાવી જોવાની સલાહ આપી હતી.

અત્યાર સુધી ભૂમિ ચાર ફિલ્મોમાં જોવા મળી છે. એની પહેલી ફિલ્મનું પાત્ર જ પડકારજનક હતું જે ડ્રામેટિક લવસ્ટોરી હતી. આ ફિલ્મ માટે એણે એનું વજન ૫૦ કિલોમાંથી વધારીને ૯૦ કિલો કર્યું. અને બીજી ફિલ્મ માટે એણે ફરી પાતળા થવાનું હતું જે કરવામાં એ સફળ રહી.

૨૦૧૬માં  આનંદ એલ.રાયની 'મનમર્ઝિયા' રિલિઝ થઈ જેમાં એની સાથે ફરી આયુષમાન ખુરાના જોવા મળ્યો હતો. ત્યાર બાદ અક્ષયકુમાર સાથે એને ટોઈલેટ-એક પ્રેમકથા ફિલ્મ મળી. જે બ્લોકબસ્ટર સાબિત થઈ.

આ ફિલ્મ બાદ 'શુભ મંગલ સાવધાન' ફિલ્મ આવી. જેમાં ફરી આયુષમાન ખુરાના સાથે એ જોવા મળી. આ ફિલ્મ પણ અનોખો વિષય ધરાવતી સુંદર ફિલ્મ હતી. ભૂમિને એની પહેલી ફિલ્મ માટે બેસ્ટ ડેબ્યુ વુમેન અભિનેત્રીનો ખિતાબ મળી ચુક્યો છે. આ ઉપરાંત પ્રોડયુસર્સ ગિલ્ડ, ઝી સિને, સ્ટારડસ્ટ, બીગ સ્ટાર એન્ટરટેઈન્મેન્ટ અને ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એવોર્ડ એ જીતી ચુકી છે.

જોકે ભૂમિએ ૩૦ કિલો વધારાનું વજન ખૂબ જ ઓછા સમયમાં ઘટાડયુ હોવાથી એનો ડાયેટ પ્લાન બોલિવૂડમાં ચર્ચા અને ઉત્સુકતાનું કેન્દ્ર બન્યો હતો.

ભૂમિ સવારના નાસ્તામાં જ્યુસ, પૌવા અને એક રોટલી ખાવાનું પસંદ કરે છે. જ્યારે બપોરે તે દાળ-ભાતની સાથે એક વાટકી શાક લે છે. ભૂમિનો અનુભવ છે કે વજન ઘટાડવા માટે એલોવેરા જ્યુસ ફાયદાકારક છે. આથી તે  દરરોજ ઓલોવેરાનું જ્યુસ પીવે છે.

ભૂમિ મિઠાઈ ખાવાના બદલે મધ અને ગોળમાંથી બનેલા ઘરેલું વ્યંજનનો ખાવાનો આગ્રહ રાખે છે જે શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખે છે. વજન ઘટાડવા માટે દરરોજ કસરત કરવી પણ જરૃરી હોવાનું એ માને છે.

અભિનેત્રી ત્વચાની સુંદરતા માટે લિંબુ પાણી, તેમજ દરરોજના દસથી બાર ગ્લાસ પાણી પીએ છે.


For more update please like on Facebook and follow us on twitter
http://bit.ly/Gujaratsamachar
https://twitter.com/gujratsamachar
 

Post Comments