Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

બોલીવુડમાં નવો ટ્રેન્ડ: પાંખ ફુટતાં જ મા-બાપથી અલગ રહેતા કલાકારો

અમુક હિન્દી ફિલ્મોમાં હસતારમતા અને સંપથી રહેતાં સંયુક્ત કુટુંબોની મજેદાર વાતોે અને પ્રસંગો હોય છે : જોકે આ જ બોલીવુડનાં નવા જમાનાનાં ઉગતાં સ્ટાર્સ તેમનાં માતાપિતાથી જુદાં રહે છે : પોતાની જિંદગી પોતાની રીતે જીવવા ઇચ્છે છે

બોલીવુડની ઘણી ફિલ્મોમાં વિશાળ,હસતારમતા અને લાગણીસભર પરિવાર જોવા મળે છે.ખાસ કરીને બોલીવુડની જૂની પેઢીના નિર્માતા-દિગ્દર્શક  અને સામાજિક સંદેશા સાથે સપરિવાર જોઇ શકાય તેવી ફિલ્મોની ભેટ આપનારા તારાચંદ બડજાત્યા અને તેમના પુત્ર સૂરજ બડજાત્યા(રાજશ્રી પિક્ચર્સ)ની ફિલ્મોમાં કંઇક આવાં જ  પ્રેમાળ સંયુક્ત કુટુંબનાં દ્રશ્યો જોવા મળે છે.

જોકે બીજીબાજુ  આ જ બોલીવુડની  વાસ્તવિકતા કંઇક જુદી જ છે.એટલે કે  બોલીવુડની  નવી પેઢીનાં સ્ટાર્સ નવા જમાના સાથે બરાબર તાલ મેળવી રહ્યાં છે.  ફોડ પાડીનેકહીએ તો નવી પેઢીનાં સ્ટાર્સ તેમની જિંદગી સ્વતંત્ર રીતે જીવવા ઇચ્છે છે.ફિલ્મોમાં મહેનત કરો અને પોતાની રીતે જીવન પણ જીવો. 

રણબીર કપૂર,આલીયા ભટ્ટ,અક્ષરા હાસન,સૂરજ પંચોલી,  વગેરેને બહુ થોડા સમયમાં ઝાઝી બધી પ્રસિદ્ધિ મળી છે.વળી, આ બધાં નવાં સ્ટાર્સને એક ફિલ્મ દીઠ રૃપિયા પણ કરોડોમાં મળે છે.સાથોસાથ આમાંનાં અમુક સ્ટાર્સતો પોતાના નવા અને આધુનિક સુવિધાઓવાળા વિશાળ ફ્લેટ્સમાં રહે છે.

બીજીબાજુ અભિષેક બચ્ચન અનેતેની પત્ની ઐશ્વર્યા રાય-બચ્ચન,સોનાક્ષી સિંહા,સલમાન ખાન વગેરે તેમના મોટા પરિવાર સાથે જ રહે છે. આ બધાં સ્ટાર્સ એમ કહે છે કે અમે અમારાં માતાપિતા સાથે જ રહેવા ઇચ્છીએ છીએ.તેમના વગર અમારી જિંદગી અધૂરી છે.

થોડા સમય પહેલાં રણબીર કપૂર તેના ભવ્ય- નવા ફ્લેટમાં રહેવા ગયો ત્યારે તેના વિશે એવા સમાચાર વહેતા થયા હતા કે રણબીરને તેનાં માતાપિતા ઋષિ કપૂર અને નીતુ સિંહ સાથે ફાવતું નથી.ઋષિ કપૂર તેના નવા જમાનાના દીકરા રણબીર પર ભારે ગુસ્સે થાય છે.

તેના અભિનયની પણ આકરી ટીકા કરે છે એટલે જ રણબીર તેમનાથી જુદો રહેવા જતો રહ્યો છે વગેરે વગેરે.જોકે હકીકત એ છે કે રણબીર કપૂર તેના કુટુંબથી અલગ રહેવા ગયો છે તે સાચું. ભારે વિવાદાસ્પદ સૂરજ પંચોલી પણ હજી હમણાં સુધી તેનાં માતાપિતા આદિત્ય પંચોલી અને ઝરીના વહાબથી નોખો રહેતો હતો.

જાણકારોના કહેવા મુજબ  લગભગ ૧૨ વરસ સુધી   જુદાં રહ્યાં બાદ સૂરજ હવસૂરજ તેનાં માતાપિતા સાથે રહેવા ઇચ્છે છે.બહુ થોડા સમયમાં  બોલીવુડમાં લોકપ્રિય બની ગયેલી આલીયા ભટ્ટ પણ તેનાં મા-બાપ મહેશ ભટ્ટ અને સોની રાઝદાનથી જુદી રહે છે.

* રણબીર કપૂર :

કપૂર ખાનદાનનો રણબીર કપૂર એક અચ્છો અભિનેતા જરૃર છે.રણબીરને બહુ ટૂંકા સમયમાં અમુક સારી અને સફળ ફિલ્મોમાં લોકપ્રિયતા પણ મળી.જોકે સાથોસાથ તે પહેલાં દીપિકા પાદૂકોણ અને પછી કેટરીના કૈફ  સાથેના પ્રણયના વિવાદમાં પણ ઘેરાયો.એક તબક્કે તો રણબીર અને કેટરીના એક અલગ ફ્લેટમાં સાથે રહેતાં હોવાના અહેવાલો પણ પ્રસિદ્ધ થયા હતા.

આમ છતાં સમય જતાં રણબીર અને કેટરીના જુદાં થઇ ગયાં.હવે બોલીવુડમાં એવી ચર્ચાછે કે રણબીર કપૂર તેનાં માતાપિતાથી અલગ રહેવા ગયો છે.રણબીર કપૂરના નવા ઘરનું  અફલાતૂન સુશોભન શાહરૃખ ખાનની પત્ની ગૌરી ખાને કર્યું હોવાથી ખુદ રણબીર કપૂર અને તેનાં માતાપિતા ખુશ થઇ ગયાં છે.

રણબીર કપૂરના પિતા અને આલા દરજ્જાના એક્ટર ઋષિકપૂરે તો ટવીટર પર ગૌરી ખાનને  સંદેશો પણ પાઠવીને કહ્યું હતું, ગૌરી, તેં અમારા દીકરા રણબીરના મકાનને ખરા અર્થમાં ઘર બનાવી દીધું છે.અદભૂત અને સુંદર.હું અને નીતુ બંને રાજીનાં રેડ થઇ ગયાં છીએ.અભિનંદન.

* બોલીવુડનાં વિશાળ-સંયુક્ત કુટુંબો :

આમ તો બોલીવુડમાં રાજકપૂર,રાજેન્દ્ર કુમાર,ધર્મેન્દ્ર,સુનીલ દત્ત-નરગીસથી લઇને અભિતાભ બચ્ચન-જયા બચ્ચન, શત્રુઘ્ન સિંહા વગેરે સંયુકત પરિવારમાં જ રહ્યાં છે.હજી પણ  તેમનાં સ્ટાર  સંતાનો સાથે ભેગાં રહે છે.અભિષેક બચ્ચન,સન્ની દેઓલ,સલમાન ખાન,વગેરેનાં ઉદાહરણ લઇએ તો આ બધાં તેમના વિશાળ પરિવારમાં માતાપિતા,પત્ની અને ભાઇઓ  સાથે રહે છે.

આજે અભિષેક બચ્ચન તેનાં માતાપિતા અભિતાભ બચ્ચન,જયા બચ્ચન,પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન અને પુત્રી આરાધ્યા સાથે એક જ છત નીચે ભરપૂર આનંદ અને સંપ સાથે રહે છે.બોલીવુડનો ભાઇજાન એટલે કે સલ્લુમિયાં પણ તેનાં માતાપિતા સલીમ ખાન,સલમા ખાન,હેલન સહિત ભાઇઓ અરબાઝ અને સોહેલ સાથે બાંદરાના વિશાળ ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ભરપૂર મોજમજાથી સંયુક્ત પરિવારમાં રહે છે.તો વળી,બોલીવુડનો અસલી હી મેન ધર્મેન્દ્ર પણ તેની પત્ની પ્રકાશ,બંને પુત્રો સન્ની દેઓલ,બોબી દેઓલ તથા તેમની પત્નીઓ અને પૌત્રો સાથે મોટા અને સંયુક્ત કુટુંબમાં જ રહે છે.

જોકે આ જ બોલીવુડની નવી પેઢીનાં સ્ટાર્સને કોણ જાણે કેમ નવા અને આધુનિક જમાનાનો રંગ લાગ્યો હોય તેમ કે પછી તેઓને તેમનાં માતાપિતાથી સ્વતંત્ર રીતે નોખાં રહેવું હોય તેવું વાતાવરણ સર્જાઇ રહ્યું છે.

*આલીયા ભટ્ટ :

નિર્માતા-દિગ્દર્શક કરણ જોહરની સુપરહીટ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યરથી કારકિર્દી શરૃ કરનારી આલીયા ભટ્ટ એટલે બોલીવુડના પ્રયોગશીલ અને માણવાલાયક ફિલ્મોના સર્જક મહેશ ભટ્ટ અને અભિનેત્રી સોની રાઝદાનની દીકરી.બહુ થોડ સમયમાં સફળતા અને લોકપ્રિયતા મેળવનારી આલીયા શરૃઆતના તબક્કે તેનાં માતાપિતા સાથે રહેતી હતી.જોકે આજે આલીયા ભટ્ટ પણ તેનાં માબાપથી જુદી રહે છે.

આલીયા કહે છે કે હું એમ માનું છું કે દરેક વ્યક્તિએ પોતાની સ્વતંત્રતાથી અને પોતાની મહેનતથી અલગ રહેતાં શીખવું જોઇએ.પોતાની જિંદગીના ઉતાર-ચડાવનો સામનો કરતાં શીખવું જોઇએ.આજે હું અને મારી બહેન શાહીન બંને એકલાં રહીને જ જિંદગી જીવીએ છીએ.  

* અક્ષરા હાસન :

ફક્ત તમિળ ફિલ્મોના જ નહીં પણ ભારતીય ફિલ્મ જગતના મોટાગજાના તથા પ્રયોગશીલ અભિનેતા કમલ હાસનની દીકરી અક્ષરા હાસન પણ આજે મુંબઇના બાંદ્રામાં એકલી રહે છે.આમ તો અક્ષરા કાંઇ બોલીવુડમાં બહુ જાણીતી નથી અને તેની બહેન શ્રુતિ હાસનની જેમ તેનેકોઇ ઝાઝી સફળતા પણ નથી મળી.આમ છતાં આજે તે મુંબઇમાં એકલી રહે છે.

અક્ષરા કહે છે,હું મુંબઇમાં હજી ગયા ઓગસ્ટમાં જ આવી છું. શરૃઆતમાં તો મને એકલાં રહેતાં બહુ મુશ્કેલી પડી હતી.સાવ એકલું એકલું લાગતું.જોકે સમય જતાં હું એકલી રહેતાં ટેવાઇ ગઇ અને હવે હું મારી જિંદગી મારી પોતાની રીતે અને મોજમજાથી રહું છું.મારા નિર્ણયો મારી બુદ્ધિ અને સમજણથી લઉં છું. વળી, હું દરરોજ મારું ઘર સાફ કરું છું અને રસોઇ પણ બનાવું છું.

આ રીતે એકલાં રહીને  પોતાની શિસ્તબદ્ધ જિંદગી જીવવાની ઉપયોગી તાલીમ પણ મળે છે. કોઇ વ્યક્તિ તેનું જીવન તેની રીતે જીવવા ઇચ્છે તેમાં કાંઇ ખરાબ કે ખોટું નથી.

* સૂરજ પંચોલી :

બોલીવુડમાં હજી ઉગીને ઉભો થતાં જ ભારે કાનૂની વિવાદમાં ફસાઇ ગયેલોસૂરજ પંચોલી તો બોલીવુડનાં સૂત્રોના કહેવામુજબ તેનાં માતાપિતા આદિત્ય પંચોલી અને ઝરીના વહાબથી લગભગ ૧૨ વરસ સુધી જુદો રહ્યો હતો. જોકે  હવે ખુદ સૂરજ તેનાં માતાપિતા સાથે રહેવા ઇચ્છે છે.

હીરો ફિલ્મથી કારકિર્દી શરૃ કરનારો સૂરજ કહે છે,મને હવે સમજાય છે કે ખરી સ્વતંત્રતા તો માતાપિતાની સેવા કરવામાં છે.તેઓએ મારા માટે જે કાંઇ કર્યું છે અને મને જે રીતે સાચવ્યો છે તેનું ખરું ઋણ મારે ચૂકવવું જ રહ્યું.એટલે જ તો હવે હું મારાં માતાપિતા સાથે રહેવા ઇચ્છું છું. વધુ ને વધુ સમય તેમની સાથે વિતાવવા ઇચ્છું છું.

* સોનાક્ષી સિંહા અને સંયુક્ત કુટુંબ :

બીજીબાજુ  સોનાક્ષી સિંહા બોલીવુડના જબરા લોકપ્રિય અભિનેતા શોટગન શત્રુઘ્ન સિંહાની દીકરી છે.સોનાક્ષી પણ  જાણીતી અને સફળ અભિનેત્રી હોવા છતાં તેનાં માતાપિતા શત્રુઘ્ન સિંહા અને પૂનમ સિંહા તથા ભાઇઓ લવ અને કુશ સાથે મોટા-સંયુક્ત પરિવારમાં જ રહે છે.

દબંગ અને રાઉડી રાઠોડ જેવી સુપરહીટ ફિલ્મો આપનારી સોનાક્ષી કહે છે,હું તો મારાં માતાપિતા સાથે જ રહેવા ઇચ્છું છું.ખરું કહું તો હું તેમનાંથી જુદી રહવાનો વિચાર સુદ્ધાં નથી કરી શકતી.વળી,હકીકત તો એ છે કે માતાપિતાની છત્રછાયામાં જ સંતાનોને ઉજળા સંસ્કારો મળે અને જીવનના ઉપયોગી પાઠ પણ શીખવા મળે.

બીજીબાજુ હું માતાપિતા સાથે રહીને પણ મારા નિર્ણયોમારી પોતાની રીતે લઉં છું અને મારાં જરૃરી કાર્યો પણ કરું છું.એમ કહો કે માતાપિતા સાથે રહીને પણ હું સંપૂર્ણ સ્વતંત્રતા સાથે જીવી શકું છું.આ જ તો બધાં સંતાનોએ શીખવા-સમજવા જેવું છે.
 

Post Comments