Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રજિત કપૂરઃ બોલીવુડની સફળતાનો યશ રંગમંચને આપે છે

બોલીવુડમાં અમુક પ્રતિભાશાળી કલાકારો છે.આવા અભિનેતાઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હોય છે. સંજીવકુમાર,નસીરુદ્દીન શાહ, ઓમપુરી, અમરીશપુરી, પરેશ રાવલ અને નવાઝુદ્દીન સિદ્દિકી વગેરે આવા પ્રતિભાશાળી અભિનેતાઓ છે.

ખરેખર તો આ બધા કલાકારો મૂળભૂત રીતે રંગમંચના હોવાથી તેમની અભિનય પ્રતિભા ભરપૂર ખીલી હોય છે.નાટકોના આવા અભિનેતાઓ ફિલ્મોમાં કામ કરે ત્યારે તેઓને બહુ સરળતા રહે છે.વિવિધ ભૂમિકાને તેઓ સરળતાથી આત્મસાત કરી શકે છે.

બોલીવુડનો રજિત કપૂર આવો જ બહુમુખી પ્રતિભા ધરાવતો અને રંગમંચનોઅભિનેતા છે.રજિત કપૂરે ભલે મોટાં બેનરોની અને મોટા સ્ટાર્સ સાથેની ફિલ્મોમાં કામ ન કર્યું હોય.આમ છતાં તેણે ઘણી યાદગાર ભૂમિકાઓ જરૃર ભજવી છે.

આમિર ખાનની સુપરહીટ ફિલ્મ ગુલામ,મેકિંગ ઓફ મહાત્મા ગાંધી અને હજી હમણાં જ રજૂ થયેલી રાઝી વગેરે જેવી માણવાલાયક ફિલ્મોમાં અચ્છાં પાત્રો ભજવનારો રજિત કપૂર કહે છે,મેં ફક્ત છ વરસની નાની ઉંમરે શાળામાં ભજવાયેલા એક નાટકમાં કામ કર્યું હતું.એ વખતે તો મને નાટકો અને અભિનય એટલે ખરેખર શું તેની સમજ બહુ જ ઓછી હતી.આમ છતાં મને તેનો ભરપૂર આનંદ આવ્યો હતો.

ત્યારબાદ ૧૯૮૫માં હું મુંબઇમાં કોલેજ અભ્યાસ શરૃ કર્યો ત્યારે મેં મોટાપાયે નાટકમાં કામ કરવાનું શરૃ કર્યું.મને બરાબર યાદ છે કે મારું મોટું પહેલું નાટક પૃથ્વી થિયેટરમાં ભજવાયું હતું.તે નાટક અમે કોલેજનાં મિત્રોએ ભજવ્યું હતું.તે નાટક મુંબઇના જાણીતા પાટકર હોલના મેનેજર સામ કેરાવાલાએ જોયું હતું.

નાટક પૂરું થયા બાદ સામ કેરાવાલા મને રૃબરૃ મળ્યા.અભિનંદન આપ્યા.મને કહ્યું,તારું આ નાટક હું મારા પાટકર હોલમાં ભજવવા ઇચ્છું છું.વળી,તઆ મજેદાર નાટક પૃથ્વી થિયેટરમાં પણ ભજવાય તેમ ઇચ્છું છું. ખરેખર અમારું તે નાટક પૃથ્વી થિયેટરમાં ભજવાયું અને હાઉસફૂલ પણ રહ્યું હતું.આમ તો તે નાટક પહેલી જ વખત કોઇ મોટા-પ્રતિષ્ઠિત નાટયગૃહમાં ભજવાયું હોવાથી અમારા માટે તે પ્રસંગ યાદગાર બની રહ્યો હતો.

વ્યોમકેશ બક્ષી જેવી મજેદાર ટીવી સિરિયલમાં જાસૂસનું મજેદાર પાત્ર ભજવીને જાણીતા થઇ ગયેલો રજિત કપૂર કહે છે,કોલેજના નાટકના તે સફળ પ્રસંગ બાદ નાટય જગત અને અભિનયકલા પ્રત્યેમારાંરસ-રૃચીમાં વધારો થયો.મને નાટકની સમગ્ર સર્જનકળા શીખવાની લગની લાગી.મેં વિશ્વના શ્રેષ્ઠ નાટયકારોની રચનાઓ વાંચવાનું શરૃ કર્યું.અમેરિકાના મોટાગજાના નાટયકાર ટેન્નીસી વિલિયમ્સ મારા સૌથી પ્રિય નાટયકાર છે.હું આજે પણ તેમની નાટયકૃતિઓ વાંચું છું અને તેના વિશે મનોમંથન કરતો રહું છું.મેં આજથી ૨૫ વરસ પહેલાં ટેન્નીસી વિલિયમ્સની એક નાટયકૃતિનું ભાષાંતર કરીને તે ભારતમાં ભજવ્યું હતું.સમય જતાં ૨૦૧૬માં પણ તેમની અન્ય એક મજેદાર કૃતિનું પણ દિગ્દર્શન કર્યું હતું.ખરેખર ટેન્નીસી વિલિયમ્સની ઉત્તમ નાટયકૃતિઓનો મારા પર જબરો પ્રભાવ રહ્યો છે.

 સૂરજ કા સાતવા ઘોડા ફિલ્મથી ફિલ્મ કારકિર્દી શરૃ કરનારો રજિત કપૂર કહે છે,મારો બોલીવુડમાં પ્રવેશ પણ રંગમંચના આધારે જ થયો છે.બન્યું એવું કે અમે ૧૯૯૨માં મુંબઇના ટાટા એક્સપરિમેન્ટલ થિયેટરમાં લવ લેટર્સ નામનું નાટક ભજવતાં હતાં. તે નાટક જોવા બોલીવુડના આલા દરજ્જાના ફિલ્મ સર્જક શ્યામ બેનગલ આવ્યા હતા.નાટક પૂરું થયા બાદ શ્યામ બેનગલ મને મળવા આવ્યા અને અભિનંદન પણ આપ્યાં.બીજી સવારે શ્યામજીએ મને ટેલિફોન કરીને તેમની નવી ફિલ્મમાં એક સરસ ભૂમિકા ભજવવા આમંત્રણ આપ્યું. વલક્ષ,મને તેમની ઓફિસે મળવા પણ બોલાવ્યો.મારા આનંદ અને આશ્ચર્ય તો સાતમા આસમાને પહોંચી ગયાં.હું તેમની ઓફિસે ગયો.અમુક ચર્ચા પણ કરી અને મને ફિલ્મની કથા-પટકથા વાંચવા પણ આપી.ન માની શકાય તેવી બાબત તો એ બની કે શ્યામ બેનેગલે મારા ઓડીશન(ફિલ્મ કલાકારની પસંદગી માટે ફોટોગ્રાફી પ્રક્રિયા)નો પણ જરાય આગ્રહ રાખ્યો નહોતો.

હા,શ્યામ બેનેગલે મને એક જ સવાલ પૂછ્યો હતો કે રજિત,તું હિન્દીભાષા તો સારી રીતે બોલી શકે છે ને? મે તેમને તરત જ કહ્યું હતું, યસ સર,તમે મારી પરીક્ષા કરી શકો છો.બસ,તે પળ મારા જીવનની યાદગાર બની રહી.શ્યામ બેનેગલની સૂરજ કા સાતવા ઘોડા ફિલ્મથી મારો બોલીવુડમાં પ્રવેશ થયો.હા,બોલીવુડના પ્રવેશનો ખરો યશ જાય છે રંગમંચને. સૂરજ કા સાતવા ઘોડા ફિલ્મ બાદ રજિત કપૂરને નવી ફિલ્મોની તક મળી.વિવિધ પાત્રો ભજવ્યાં અને હજી પણ ભજવે છે.

બેગમ જાન,શયતાન,બાર બાર દેખો અને રાઝી જેવી માણવાલાયક ફિલ્મોમાં મજેદાર પાત્રો ભજવનારો રજિત કપૂર આનંદ વ્યક્ત કરતાં કહે છે,આજે ઘણાં નાટય પ્રેમીઓ રંગમંચ પરનો જીવંતઅભિનય જોવા-માણવા આવે છે.ખાસ કરીને નવી પેઢીનાં યુવક-યુવતીઓને જોઇને મને બેહદ આનંદ થાય છે.આજથી થોડાં વરસો પહેલાં તો મોટી ઉંમરનાં લોકો નાટકો જોવા આવતાં પણ આજે માહોલ બદલાયો છે.યુવા પેઢીને રંગમંચનો શોખ છે.તેઓ પ્રયોગશીલ નાટકો ભજવે છે તે બહુ સારી નિશાની છે.

Post Comments