Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જાહેરમાં લુગડાં ધૂએ છે કૃષ્ણા અભિષેક અને સુનિતા ગોવિંદા આહુજા

અભિનેતા ગોવિંદા અને તેના ભાણેજ કૃષ્ણા અભિષેકના સંબંધોમાં હંમેશાં ચડાવઉતાર આવતાં રહ્યાં છે એ વાત સર્વવિદિત છે. બંને ઘણી વખત ઝગડયાં છે અને પાછાં બધું ભૂલી જઇને ભળી પણ ગયા છે. બે વર્ષ અગાઉ પણ બંને વચ્ચે ઘણો ખટરાગ થયો હતો. પણ છેવટે ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હતું.

પરંતુ તાજેતરમાં કૃષ્ણા અભિષેકના જોડિયા સંતાનોના જન્મદિનની પાર્ટીમાં ગોવિંદા અને તેના પરિવારજનોની ગેરહાજરીએ તેમની વચ્ચે ફરી કોઇ સમસ્યા ઊભી થઇ હોવાની આશંકા પેદા કરી હતી. અને આ શંકા ખોટી નહોતી. કૃષ્ણા અભિષેક અને તેની પત્ની કાશમીરા તેમ જ ગોવિંદાના પરિવારને હવે બોલવાચાલવાના વહેવાર પણ નથી. ગોવિંદા અને તેની પત્ની સુનિતાએ તેમની સાથે બધા સંબંધો તોડી નાખવાનો નિર્ણય લીધો છે.

અગાઉ ગોવિંદાએ કૃષ્ણા અભિષેકના કોમેડી શોમાં જવાને બદલે કપિલ શર્માના શોમાં જવાનું પસંદ કર્યું હતું.જોકે તે વખતે ગોવિંદાની પત્ની સુનિતાએ વચ્ચે પડીને બંને વચ્ચે સુલેહકરાવી આપી હતી. પરંતુ તેમની વચ્ચે ફરીથી ખાઇ સર્જાઇ હોવાનું દેખાઇ આવે છે. સુનિતાએ આ બાબતે કહ્યું હતું કે કૃષ્ણાને જે ખ્યાતિ મળી છે તે તેના મામા ગોવિંદાને આભારી છે. તેણે કાયમ ગોવિંદાનું નામ વટાવી ખાધું છે. પણ હવે બસ થયું. તે અમારી સાથે વર્ષો સુધી રહ્યો હતો. અમે હંમેશાં તેને પ્રેમ કર્યો છે. પણ તે અમારી પીઠ પાછળ અમારી જ બદબોઇ કરે છે તે કેટલું શરમજનક કહેવાય.

જોકે ભૂતકાળમાં કૃષ્ણા અભિષેકે હંમેશાં ગોવિંદાના પરિવાર સાથે સારા સંબંધો રાખવાના પ્રયાસો કર્યાં છે. પણ હવે તે પણ તેમની સાથે સંબંધો સુધારવાના મૂડમાં નથી. તે કહે છે કે સુનિતા મામીએ અમારી સાથેના સંબંધો એટલી હદે વણસાવી નાખ્યાં છે કે હવે તેમના સંતાનો ટીના અને યશ વર્ધન સુધ્ધાં અમારી સાથે વાત કરવા રાજી નથી.

બે વર્ષ અગાઉ તેમની વચ્ચે ઊભા થયેલા ખટરાગ વિશે કૃષ્ણાએ કહ્યું હતું કે મેં મારા કોમેડેી શોના એક એપિસોડમાં કહ્યું હતું કે 'હું કોઇ નાનો માણસ નથી. હું ગોવિંદાને મામા રાખું છું.' આ વાત તેમને નહોતી ગમી. મને નથી સમજાતું કે તેમણે મારી કોમેડીને આટલી બધી ગંભીરતાથી શા માટે લઇ લીધી ? આમ છતાં મેં ઘણી વખત તેમની માફી માગી. પરંતુ તેનો કોઇ અર્થ ન સર્યો.

સુનિતા આહુજાએ આ બાબતે કહ્યું હતું કે તે વખતથી અમે તેનાથી દૂર થઇ ગયા હતા. અને આ દૂરી કાયમી છે. તેણે કૃષ્ણાના સંતાનોના જન્મદિનની પાર્ટીમાં હાજર ન રહેવા વિશે કહ્યું હતું કે તે વખતે હું અને ગોવિંદા લંડનમાં હતાં.

જોકે અમને કૃષ્ણાએ તેના સંતાનોના જન્મદિનની ઉજવણીમાં આવવાનું આમંત્રણ જ નહોતું આપ્યું. અને જો તે અમને બોલાવત તોય અમે ન જાત. કૃષ્ણા અને તેની પત્નીએ અમારી સાથે એટલું ખરાબ વર્તન કર્યું છે કે તેમને કારણે અમે આજદિન સુધી તેમના સંતાનોને જોયા સુધ્ધાં નથી. બે વર્ષ અગાઉ મેં જ મૂર્ખની જેમ મામા-ભાણેજા વચ્ચે સુલેહ કરાવી હતી. હવે મને એમ લાગે છે કે ગોવિંદા સાચો હતો અને હું ખોટી હતી. હવે હું આ ભૂલ ફરીથી નહીં કરું.

તેમના સંબંધો આટલી હદે શા માટે વણસ્યા તેના વિશે સુનિતા કહે છે કે લગભગ છ-સાત મહિના પહેલા કૃષ્ણાના કહેવાથી જ હું અને ગોવિંદા તેના શો 'ધ ડ્રામા કંપની'માં ગયા હતા. વળી અમે આ શોના સર્જકો સાથે પણ બહુ સારા સંબંધો ધરાવતા હતા તેથી અમે આ શોમાં જવાની હા પાડી હતી. ત્યાં સુધી કાશ્મીરાને પણ અમારી સામે કોઇ વાંધો નહોતો.

પરંતુ અમે આ શોમાં હાજરી આપીને આવ્યાં ત્યાર પછી કાશ્મીરાએ સોશ્યલ મિડિયા પર અમારા સંદર્ભમાં લખ્યું હતું કે 'લોકો પૈસા માટે ડાન્સ કરે છે.'જો અમને તેને માટે પૈસા આપવામાં આવ્યા હોય તોય તે જોવાનું કામ તેનું નથી. ટી. વી. પર આવતી બોલીવૂડની બધી સેલિબ્રિટીઓને પૈસા આપવામાં આવે છે એ સર્વવિદિત છે. વળી આ પૈસા અમને કરિશ્માએ નહોતા આપ્યાં. હું નથી જાણતી કે તેણે આ પોસ્ટ ડિલિટ કરી નાખી છે કે નહીં. પરંતુ અમારા લગભગ બધા સગાંસંબંધીઓએ આ પોસ્ટ જોઇ હતી.

જોકે કૃષ્ણાએ પોતાના બચાવમાં કહ્યું હતું કે આ પોસ્ટ તેની બહેન આરતી માટે હતી. પરંતુ આ પોસ્ટ અમારા આ શોમાં જવા પછી જ શા માટે મૂકવામાં આવી. વળી આરતી તો તેમાં ક્યાંય હતી જ નહીં. તે ગોવિંદાનો ભાણેજ છે. શું તેણે અમારી સાથે આવી રીતે વર્તવું જોઇએ. મને જ એ વાતનો અફસોસ છે કે મેં ગોવિંદાને આ શોમાં જવા માટે મનાવ્યો હતો. સુનિતા વધુમાં કહે છે કે આટઆટલું થઇ ગયા પછી પણ તેમણે ભારતી સિંહના લગ્ન સમારંભમાં ગોવિંદાના ગીત પર પરફોર્મ કરીને એવું બતાવવાનો પ્રયાસ કર્યો કે અમારી વચ્ચે બધું સમુસુતરું છે.

પણ હવે અમારી વચ્ચે સુલેહ થાય એવો સવાલ જ ઊભો નથી થતો. કાશ્મીરાની અણછાજતી અને ખોટી વાતોએ અમને ઊંડા ઘા આપ્યાં છે. જ્યારા કૃષ્ણાએ આ ઝગડા બાબતે કહ્યું હતું કે જો તેમને એમ લાગતું હોય કે હું તેમનું નામ વટાવી ખાઉં છું તો તેમના અન્ય ભાણેજા અને ભાણેજીઓ પણ છે. તો તેમનું શું? હા, હું એ વાત કબૂલું છું કે હું તેમની સાથે છ વર્ષ રહ્યો છું.

હું યુવાન હતો ત્યારે તેમણે મને મદદ કરી હતી. તેમણે મને પૈસા પણ આપ્યા હતા. પણ મારી કારકિર્દી મેં મારા પરિશ્રમથી ઘડી છે. તેથી જ્યારે તેઓ આવી વાત કરે છે ત્યારે મને દુઃખ થાય છે. સુનિતા મામીએ મને પોતાના સંતાનની જેંમ સાચવ્યો છે. આમ છતાં જો તેઓ હવે મારી સાથે સંબંધ સુધારવા ન માગતા હોય તો મને તેનો પણ વાંધો નથી. હું શું છું તે તેઓ સારી રીતે જાણે છે.

જોકે સુનિતા કાશ્મીરાની સોશ્યલ મિડિયાવાળી વાત ભૂલવા તૈયાર નથી. પરંતુ કૃષ્ણા કહે છે કે આ પોસ્ટ તેમને માટે હતી જ નહીં. તેમણે નાહક જ આખી વાત પોતાના માથે ઓઢી લીઘી છે. તેઓ અમારા કરતાં મોટા છે.

અમારી એવી હસ્તી નથી કે અમે તેમના વિશે આવું કાંઇ લખી શકીએ. વળી સુનિતા મામી અને કાશ્મીરા તો વર્ષોથી નથી બોલતાં. તોય મેં કાશ્મીરાને એ પોસ્ટ ડિલિટ કરી નાખવા અને તેમની માફી માગવા કહ્યું હતું. આમ છતાં તેઓ અમારી વાત કાને ધરવા જ તૈયાર નથી તો અમે પણ શું કરી શકીએ? અમે તેમને અમારા સંતાનોના જન્મદિનમાં આવવાનું આમંત્રણ ક્યારનું આપી દીધું હતું.

પરંતુ તેમણે પોતાના લંડનના પ્રવાસનું આયોજન એવી રીતે કર્યું કે તેમને અમારે ત્યાં આવવું ન પડે. વળી અમારો પુત્ર રયાન મરવા પડયો હતો ત્યારે પણ તેઓ તેને જોવા હોસ્પિટલમાં સુધ્ધાં નહોતા આવ્યાં. મારી મમ્મીએ મારા મામાને રીતસરના ઉછેર્યાં છે. તો શું મારા સંતાનને જોવા આવવાની તેમની ફરજ નહોતી.

Post Comments