Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

જેકલીન ફર્નાન્ડીસઃ બેમોઢે કરે છે સલમાનની પ્રશંસા

તાજેતરમાં જેકલીન ફર્નાન્ડીસની 'રેસ' ફ્રેન્ચાઈસીની ત્રીજી ફિલ્મ રજૂ થઈ. અલબત્ત, આ ફિલ્મની કહાણી અગાઉની બંને 'રેસ'ની સ્ટોરી કરતાં જુદી હતી. તેનું ફિલ્માંકન પણ ઘણી જુદી રીતે કરવામાં આવ્યું હતું. સમગ્ર ફિલ્મમાં સલમાન ખાન છવાયેલો રહ્યો હતો.

આમ છતાં આ શ્રીલંકન સુંદરીએ પણ તેમાં ચોક્કસ છાપ છોડી છે. ખાસ કરીને તેના સ્ટંટ દ્રશ્યો દર્શકોને અચંબિત કરી ગયા હતા. પરંતુ જેકલીનને પોતાને પણ કલ્પના નહોતી કે તેની આ ફિલ્મ આટલી જલદી બનશે.

અભિનેત્રી કહે છે કે ગયા વર્ષના ઉનાળામાં હું રેમો ડિ'સોઝાની ફિલ્મ 'ડાન્સિંગ ડેડ' ની તૈયારી કરી રહી હતી ત્યારે એક વખત મને સલમાન ખાનનો ફોન આવ્યો. તેણે મને કહ્યું હતું કે આપણે હવે આ ફિલ્મ નથી કરવાના. તેની વાત સાંભળીને હું એકદમ નિરાશ થઈ ગઈ હતી. પરંતુ સલમાને તરત જ કહ્યું હતું કે હમણાં આપણે 'રેસ ૩' બનાવીશું. જેકલીન વધુમાં કહે છે કે તેની વાત સાંભળીને મારી ખુશીની સીમા નહોતી રહી.

જેકલીન અને સલમાનને હવે એકમેક સાથે એટલું બધું ફાવી ગયું છે કે તે આ ફિલ્મના શૂટીંગ દરમિયાન અભિનેતા સાથે મોટરબાઈક પર કારગિલથી લેહ સુધી ગઈ હતી. વળી જેકલીન સલમાન ખાનના વખાણ કરતાં થાકતી નથી. તે કહે છે કે આ ફિલ્મના શૂટીંગ વખતે અમને ભારે મોજ પડી હતી.

દરરોજ સાંજે શૂટીંગ પૂરું થાય એટલે અમે બધા ભેગાં થઈને અમારા દ્રશ્યોની ચર્ચા કરતાં અથવા અમસ્તાં જ બેસીને ગપ્પાં હાંકતા. તે વધુમાં કહે છે કે અગાઉ મેં ઘણી મલ્ટીસ્ટારર ફિલ્મોમાં કામ કર્યું છે. પણ સલમાનની ફિલ્મમાં કામ કરવાનો અનુભવ તદ્ન વેગળો હોય છે.

જેકલીનની આ વર્ષની શરૃઆત સારી થઈ હતી. તેણે સાજિદ નડિયાદવાલાની ફિલ્મ 'બાગી-૨' માટે માધુરી દીક્ષિતનું ચાર્ટબસ્ટર 'એક દો તીન....' કર્યું હતું. જો કે તેના આ ગીત માટે દર્શકો જુદો જુદો મત ધરાવે છે. પરંતુ માધુરી દીક્ષિતને જેકલીનનું ડાન્સ ગમી ગયું હતું. તેથી અભિનેત્રી રાજીની રેડ છે. તેણે એક રીયાલિટી શોમાં આ ગીત પર માધુરી દીક્ષિત સાથે ડાન્સ પણ કર્યું હતું.

જેકલીન કહે છે કે મને આ ડાન્સ કરવાની તક શા માટે આપવામાં આવી હતી તે હું નથી જાણતી. પણ હું એટલું ચોક્કસ કહી શકું કે અગાઉ મેં દિગ્દર્શક અહમદ ખાન સાથે કામ કર્યું હતું. જ્યારે નડિયાદ તો મારા સારા મિત્ર છે. તેથી આ ગીત કરવાની ના પાડવાનો પ્રશ્ન જ ઊભો નહોતો થતો. વળી મેં આ ગીતમાં તેના મૂળ ગીત સાથે સ્પર્ધા કરવાનો કોઈ પ્રયાસ નથી કર્યો.

જેકલીનની 'રેસ-૩' રજૂ થઈ ગઈ છે. અને તેણે તરૃણ મનસુખાનીની 'ડ્રાઈવ' નું શૂટીંગ પણ પૂરું કરી લીધું છે. આ ફિલ્મ આગામી માર્ચ મહિનામાં રજૂ થવાની વકી છે. ે નડિયાદવાલા 'કિક-૨' ની સ્ક્રિપ્ટ બનાવી રહ્યાં છે. આ ફિલ્મમાં પણ તે સલમાન સાથે હશે.

આ સિવાય ફિલ્મ સર્જક રીબુ દાસગુપ્તાએ પણ કહ્યું હતું કે તેમણે પૌલ હોકિન્સની નવલકથા 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'ના હકો ખરીદી લીધાં છે. અને તેના પરથી બનનારી ફિલ્મમાં જેકલીન મુખ્ય ભૂમિકા ભજવશે. વળી રેમો ડિ'સોઝા અને સલમાન ખાનની ફિલ્મ 'ડાન્સિંગ ડેડ' માં તો જેકલીનનું નામ સુનિશ્ચિત જ છે. તે ફિલ્મ જ્યારે પણ બનશે. જેકલીને તેમાં કામ કરવાનું જ છે.

જો કે 'રેસ-૩' ની રજૂઆતના આટલાં દિવસ પછી પણ જેકલીનના દિલોદિમાગમાંથી તેનું શૂટીંગ ખસતું નથી. તે કહે છે કે તેના એક્શન સીન સ્ટાઈલીશ નહોતા, બલ્કે રીઅલ હતા. તેના શૂટીંગ દરમિયાન કેમેરા એટલા નિકટ રાખવામાં આવ્યાં હતાં કે તમારે તમારા સ્ટંટ જાતે જ ભજવવા પડે.

મેં અને ડેઝી શાહે અમારા સ્ટંટ માટે તાલીમ લીધી હતી. આમ છતાં તે અમારા માટે અપૂરતી પુરવાર થઈ હતી. કહેવાનો અર્થ એ છે કે અમે અમારા દ્રશ્યો તો બરાબર ભજવ્યાં હતા. પણ અમને બંનેને ઈજાઓ થઈ હતી.

અભિનેત્રીએ અગાઉ સલમાન ખાન સાથે 'કિક' (૨૦૧૪) માં અને રેમો ડિ'સોઝા સાથે 'ફ્લાઈંગ જાટ' (૨૦૧૬) માં કામ કર્યું છે. તે કહે છે કે બોલીવૂડમાં દોસ્તી અને સંબંધો અત્યંત મહત્ત્વના છે. તમે જેની સાથે કામ કરતા હો તેની સાથે તમારા નાજુક સંબંધો બંધાઈ જાય છે.

ચાહે તે તમારા સહકલાકારો હોય, તમારી ફિલ્મના સર્જક હોય કે સિનેમેટોગ્રાફર. તમારા પ્રત્યેક કલાકાર- કસબીઓની ઊર્જા તમારા ઉપર અસર કરે છે. મારા મતે તમારે દરેક કલાકાર- કસબી સાથે કામ કરવું જોઈએ. ચાહે તમને તે આકરો કેમ ન લાગતો હોય. આવી વ્યક્તિ સાથે કામ કરતી વખતે તમને નવો જ અનુભવ મળે. બાકી બીજું કંઈ મળે કે ન મળે, સર્જનાત્મકતા ચોક્કસ મળે.

Post Comments