Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વર્લ્ડ સિનેમા - લલિત ખંભાયતા

સ્ટેજકોચ: સવાસો વર્ષ પહેલા અમેરિકાની ઘોડાગાડીમાં સફર

ડિરેક્ટર: જોન ફોર્ડ

લંબાઈ   : ૯૬ મિનિટ

રિલિઝ : ફેબુ્રઆરી ૧૯૩૯

કલાકારો : જોન વાયને, ક્લેર ટ્રેવર, થોમસ મિશેલ, જોન કાર્ડીન


એ સમયના અમેરિકાની આ કથા છે, જ્યારે પરિવહનનું સાધન જમ્બૉ-જેટ નહીં ઘોડા હતાં. ઘોડા જોડેલી ઘોડાગાડી એટલે કે સ્ટેજકોચમાં સવાર થઈને રેડ-ઈન્ડિયનોના વિસ્તારમાંથી પસાર થવું મુશ્કેલ હતું, તેની કથા આ ફિલ્મમાં રજૂ થઈ છે.

દૂર સુધી ફેલાયેલા સુક્કા-ભઠ્ઠ મેદાનો, મેદાનોમાં ઊગી નીકળેલા થોર-બાવળ જેવા ઝાડી ઝાંખરા, વચ્ચેથી પસાર થતા સાંકડા રસ્તા અને રસ્તા પર ઘોડાગાડી પસાર થાય ત્યારે ઉડતી ધૂળની ડમરી. અમેરિકાના બે શહેરો વચ્ચે ત્યારે આવો જ પરિવહન માર્ગ હતો. કેમ કે, વાત છેક ૧૮૮૦ના વર્ષની છે.

અમેરિકા પણ એક સમયે ગુલામ હતું, બ્રિટનનું ગુલામ.યુરોપથી પહોંચેલી પરદેશી પ્રજાએ અમેરિકાના મૂળ નિવાસી રેડ-ઈન્ડિયનો સાથે સંઘર્ષ શરૃ કરી દીધો હતો. અમુક વિસ્તારો એવા હતા જ્યાં રેડ ઈન્ડિયનોની વસતીમાંથી સ્ટેજકોચ એટલે કે ઘોડાગાડી લઈને પસાર થવુ અઘરું હતું. પણ મુસાફરી કર્યા વગર થોડું ચાલે!

એક દિવસ એરિઝોના રાજ્યના ટોન્ટોથી ઉપડીને પડોશી રાજ્ય મેક્સિકોના લોર્ડ્સબર્ગ જવા માટે સ્ટેજકોચ રવાના થઈ. એમાં વિવિધ પ્રકારના મુસાફરો સવાર હતા. ડલાસ નામની મહિલા, સતત દારૃ પીતો રહેતો ડોક્ટર બૂન, ગર્ભવતિ લેડી લુસી, વ્હિસ્કીનો સેલ્સમેન સેમ્યુઅલ પીકોક વગેરે.. ગુજરાતના બે શહેરો વચ્ચે વાન કે પછી રીક્ષા ચાલતી હોય એમ ઘોડાગાડી પણ આ મુસાફરોને લઈને ઉપડી.

પ્રવાસીઓની સવલત માટે એ ઘોડાગાડી થોડીક સુવિધાજનક બનાવાઈ હતી. અર્જૂનના રથની માફક ચાર પૈડાંવાળી ગાડી આગળ છ ઘોડા જોતરેલા હતા. સ્ટેજકોચ નામ પ્રમાણે અમુક અંશે કોચ જેવી સુવિધા પણ હતી. જેમ કે વાનની માફક દરવાજો, બારી, પડદાં.. મુસાફરો પાસે સામાનના પોટલાં હોય તો એ કોચની ઉપર ગોઠવી દવાના. બસમાં ડ્રાઈવર ઉપરાંત કન્ડક્ટર હોય એમ એક ડ્રાઈવરનો મદદગાર હતો. એ મદદગાર જોકે હથિયારધારી રક્ષક હતો, જેથી બહારવટિયાઓના વિસ્તારમાંથી સ્ટેજકોચ પસાર થાય ત્યારે રક્ષણ મળી શકે.

રસ્તામાં ઘોડાને આરામ જોઈએ ત્યાં ગાડી ઉભી રહે. ગામે ગામ ઘોડાના વિશ્રામસ્થળો બનેલા છે. ઘોડા આધારીત પ્રવાસન હોવાથી મોટા ભાગના ગામોમાં ઘોડાની નોંધપાત્ર વસતી જોવા મળતી હતી. ઘોડાગાડી માટે જરૃરી સામાનની દુકાનો પણ ખરી. એવા ગામે આપણી ઘોડાગાડી પહોંચી છે. એ વખતે તેમને સમાચાર મળ્યા કે આદિવાસી યોદ્ધો જેરોનિમો આ પંથકમાં ઉતરી આવ્યો છે.

સૌ સાવધાન થયા. અમેરિકી સેનાની એક ટીમ રસ્તામાં આગળ આવતા ડ્રાય ફોર્ક નામના સ્થળ સુધી સ્ેટજકોચ સાથે પણ આવે છે. પ્રવાસમાં સમય પસાર કરવા માટે બધા એકબીજા સાથે ઓળખાણ-પિછાણ અને અલક-મલકની વાતો કરી રહ્યાં છે. કોઈ વળી સિગારેટ સળગાવે તો બીજા મુસાફરો વાંધો ઉઠાવે એટલે નાનીશી માથાકૂટ પણ થાય છે.

સ્ટેજકોચ પર લશ્કરી માર્શલ કર્લી વિલકોક્ષ પણ સવાર છે. સરકારી અમલદારો આ વિસ્તારમાં જ ક્યાંક ભાગેડુ ગુનેગાર રિંગો કીડ (જોન વાયને)ને શોધવા નીકળ્યા હોય. જેરોનિમો ઉપરાંત રસ્તામાં બીજો ગુનેગાર આ રિંગો છે. ભાગતો ફરતો રિંગો આ ઘોડાગાડી સુધી આવી પહોંચ્યો છે. તેને લિફ્ટની જરૃર છે, કેમ કે તેનો ઘોડો ચાલી શકે એમ નથી. આ સ્ટેજકોચમાં તો માર્શલ સવાર છે. માર્શલ અને રિંગો વચ્ચે જૂની ઓળખાણ છે. પણ અત્યારે માર્શલ રિંગો સામે એવી શરત રાખે છે કે અત્યારે બેસી જા પણ છેલ્લે તારી ધરપકડ થશે.

રસ્તામાં જો બહારવટિયા મળે તો ખૂંખાર વિલન રિંગો તેમની સામે લડવામાં અને કોચનું રક્ષણ કરવામાં મદદ કરી શકે એવી માર્શલની ગણતરી છે. રિંગોને જોકે ગાડીમાં બેસતાની સાથે જ સહયાત્રી મહિલા ડલાસ સાથે મૈત્રી કેળવવામાં રસ પડે છે. ડ્રાય ફોર્કમાં કેટલાક મુસાફરો ઉતર્યા, બે નવા મુસાફરો સવાર થયા. બગીમાં કુલ મળીને ૬-૭ પ્રવાસી સફર કરી શકે એમ છે.

આગળ જેરોનિમોનો વિસ્તાર શરૃ  થઈ રહ્યો છે. એ વિસ્તારમાં ઘોડાગાડી આગળ ચલાવવી કે પછી લૂંટફાંટ ટોળકીના નવા સમાચાર મળે ત્યાં સુધી રોકાઈ રહેવું? મુસાફરોમાં એ મુદ્દે વાદવિવાદ પણ થયો. જોકે એ વિવાદ પર પડદો પાડતી બીજી ઘટના આકાર પામી. ગાડી હજુ ડ્રાય ફોર્કમાં છે ત્યાં મુસાફર પૈકીની એક મહિલા લુસીને પીડા ઉપડી. એ ગર્ભવતી હતી અને થોડી વારમાં સ્થાનિક ડોક્ટરની મદદથી બાળકને જન્મ પણ આપ્યો.

વધુ એક ઘટના એ બની કે રિંગો અહીંથી ભાગવાની તૈયારી કરી રહ્યો હતો. માર્શલ તેને પકડે એ પહેલા જ રિંગોને રફ્ફુચક્કર થવામાં રસ છે. એ ઘોડા પર બેસીને રવાના થવા પ્રયાસ કરે ત્યાં જ દૂરની ટેકરી પરથી ધૂમાડો ઉડતો દેખાય છે. લૂંટારાઓ આવી રહ્યા હોવાની એ નિશાની હતી. એ સાથે જ મુસાફરો બગીમાં ગોઠવાયા અને ઘોડા દોડવા લાગ્યાં.

રસ્તામાં નદી આવે છે. એ નદી પર એ જમાના પ્રમાણે લાકડાનો પૂલ છે. પૂલ પહેલાથી જ લૂંટારાઓ તોડી નાખ્યો છે. સ્ટેજકોચ સામે ન પહોંચે તો પાછળ તો લૂંટારાના ઘોડા તડબડાટી બોલાવતા આવે જ છે. નદી જરા ઊંડી છે. ઘોડાગાડીના પૈડા સાથે બે મોટા લાકડા બાંધી દેવામાં આવે છે. એટલે કોચવાળો ભાગ ડૂબે નહીં. ઘોડા સામે પાર ઉતરશે એવો વિશ્વાસ ચાલકને છે. એટલે પછી ડોક સુધી ઘોડા ડૂબી જાય એટલા પાણીમાં સવારી આગળ ધપે છે. સદ્ભાગ્યે જુગાર સફળ થયો, ગાડી સામે પાર પહોંચી છે. એવી ગાડી, જેમાં એક દિવસનું એક બાળક પણ છે!

જેરોનિમો તો આ વિસ્તારનો ભોમિયો છે. એ પણ નદી પાર કરીને પાછળ આવી પહોંચે છે. ખુલ્લા મેદાનમાં એક તરફ મુસાફરો અને બીજી તરફ લૂંટારા ટોળકી. ભાલા-તીર જેવા હથિયારો સાથે લૂંટારા છે તો મુસાફરો પાસે બંદૂક છે.

પણ એન્ડ ટાઈમે જ મુસાફરો પાસેની બંદૂકમાં કારતૂસ ખસાલ થઈ ગયા! બગીમાં સવાર થઈ ભાગવા સિવાય બીજુ તો શું થઈ શકે પછી? બગીમાં પણ કાચ નથી એટલે પાછળ પડેલા આદિવાસીના કેટલાક તીર કોચની અંદર ઘૂસી ગયા, બે મુસાફરો ઘાયલ પણ થયા. એ સંજોગોમાં નાના બાળકનું શું થશે?

જોકે ફરીથી એન્ડ ટાઈમે પોલીસ આવી પહોંચી એટલે મુસાફરોને રક્ષણ આપી સલામત રીતે લોર્ડ્સબર્ગ પહોંચાડે છે. લૂંટારા ઠેકાણા પડી ગયા છે તો બીજી તરફ રિંગોનો પણ ઈલાજ થઈ ચૂક્યો છે. એને છોડી દેવામાં આવ્યો છે એટલે એ ડલાસ સાથે પ્રેમસબંધમાં બંધાઈને પોતાના રસ્તે પડયો છે.
    
એક ગામથી બીજા ગામ સુધીની સફર અને દરમિયાન સર્જાતી સિચ્યુએશન એટલી જ ફિલ્મની વાર્તા છે. પણ તેને ફિલ્મી રીતે રજૂ કરવામાં આવી છે. ફિલ્મનું શૂટિંગ અમેરિકાની 'વેલી ઓફ મોન્યુમેન્ટ' કહેવાતા વિસ્તારમાં થયું છે, જ્યાંના કદાવર ખડકો જાણીતા તેના ભવ્ય દેખાવ માટે છે.

અર્નેસ્ટ હેકોક્ષની વાર્તા પરથી આ ફિલ્મ બનેલી છે. અમેરિકાના સાંસ્કૃતિક ઈતિહાસમાં આ ફિલ્મ ઘણી મહત્ત્વની ગણાય છે, માટે 'લાયબ્રેરી ઓફ કોંગ્રેસે' તેને સાચવી રાખી છે. વધુમાં સર્વોત્તમ ફિલ્મોમાં પહેલા-બીજા ક્રમે બિરાજતી સિટિઝન કેઈન બનાવનારા એક્ટર-ડિરેક્ટર ઓર્સન વાલેસે સ્ટેજકોચ ચાલીસેક વખત જોઈ હતી.

સાત ઑસ્કર નોમિનેશન અને ૨ ઑસ્કર વિજેતા આ ફિલ્મ આજે કદાચ એટલી રસપ્રદ ન લાગે તો પણ હોલિવૂડનું ઘરેણું છે.

જોન ફોર્ડ : હોલિવૂડના બિગ બ્રધર

ફિલ્મના ડિરેક્ટર જોન ફોર્ડ છે. ફોર્ડદાદાને ચાર ઑસ્કર મળ્યા છે, જે કોઈ પણ ડિરેક્ટરના નામે સૌથી વધુ છે. ફોર્ડને માત્ર ડિરેક્ટર કહીએ તો એમની અધુરી ઓળખ ગણાશે. હોલિવૂડના ઉદયકાળના હિરો પૈકી તેઓ એક છે. હોલિવૂડના ઘડતરમાં પણ તેમનો એટલો જ મોટો ફાળો છે.

અડધી સદી લાંબી કરિયરમાં તેમણે ૧૪૦થી વધુ ફિલ્મો ડિરેક્ટ કરી હતી. જોકે એમાંની ઘણી ખરી સાઈલેન્ટ હતી અને હવે તેની પ્રિન્ટ ક્યાંય મળતી નથી. ડિરેક્ટર તરીકે તેમનો પ્રભાવ હોલિવૂડમાં હજુ પણ પથરાયેલો છે.
 

Post Comments