Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગ્વેન સ્ટિફની જોડીયા સંતાનને જન્મ આપશે : આ ખુશ ખબરની ઉજવણી કરવા લગ્ન કરશે!

હોલીવુડની ગ્વેન સ્ટિફની ગર્ભવતી છે. એ જોડીયા બાળકોની માતા બનવાની છે. બાળકોનો પિતા  બ્લેક શેલ્ટન છે.

હાલમાં દંપતી  ઓકલાહોમામાં રજાઓ ગાળી રહ્યું છે. ગ્વેનને આગલા લગ્નથી ત્રણ પુત્રો છે અને આ ત્રણેય સંતાન કિંગસ્ટન(૧૧), ઝ્યુમા(૮) અને એપોલો(૩) દંપતીની સાથે જ છે. આગામી સપ્ટેમ્બર મહિનામાં દંપતી લગ્ન કરવાનું આયોજન કરી રહ્યું છે.

બન્ને જણ પોતાનું આગવું કહી શકાય એવા કુટુંબની શરૃઆત કરવાની યોજના ઘડી રહ્યાં હતાં. એમનું માનવું છે કે ગ્વેન ગર્ભવતી છે એની ઉજવણી કરવા માટે લગ્ન કરતા વિશેષ કોઈ બાબત હોઈ ન શકે.

બન્નેને નજીકથી જાણતા સૂત્રોના કહેવા મુજબ ગ્વેન અને એના પિતા તરફનું કુટુંબ આ બાબતે વધુ સલાહ માટે બિયોન્સનો સંપર્ક સાધવા પ્રયત્ન કરી રહ્યાં છે. બિયોન્સે  હાલમાં જોડીયા  સંતાનોને  જન્મ આપ્યો છે અને એની સલાહ ગ્વેનને બહુ કામ લાગશે એવું તેઓ માને છે.

એમ  મનાઈ રહ્યું છે કે ગ્વેને આ શુભ સમાચાર બ્લેક શેલ્ટનને એના જન્મદિવસની ઉજવણી વખતે આપ્યા હતા.
 

Post Comments